________________
શારદા શિમણિ ]
[૬૪૯ તેમાં ભરાશે પણ આજના ડોલ બદલવાને બદલે જાણે કૂવાઓ ન બદલાતા હોય તેવી કાર્યવાહી કરતા હોય તેવું દેખાય છે. પરિણામે તે છે દુઃખી થાય છે છતાં દુઃખના મૂળ તરીકે વાસના દેખાતી નથી પણ સામગ્રીઓની અધૂરાશ દેખાય છે. દોષ સામગ્રીઓની અલ્પતા નથી પણ વાસનાને છે. બસ જે આ વાત બરાબર સમજાઈ જાય તે આત્મશાંતિને માર્ગ દૂર નથી. વાસનાના આ ગણિતને બરાબર નજર સામે રાખીએ તો સમજાશે કે અનંતકાળની વાત તો બાજુમાં રાખીએ પણ આ જનામાં કેટલી કેટલી સામગ્રીઓ મળી છે છતાં તેના ભેગવટાથી જીવને તૃપ્તિ થઈ હોય એવું દેખાતું નથી. ડોલ કૂવાના પાણીમાં છેક નીચે ગઈ ત્યારે તે ભરાયેલી લાગતી હતી પણ ઉપર આવતા તો ખાલી થઈ જતી હતી. એ રીતે સામગ્રીઓના ભોગવટામાં શેરડી વાર તૃતિનો અનુભવ થાય પણ થડા સમયમાં પાછી એ અતૃપ્ત વાસનાઓ હેરાન કર્યા કરે. આવા અનુભવ બે ચાર વાર નહિ પણ કેટલીય વાર થયા છતાં એ રસ્તે છોડવાનું મન થતું નથી. આ વાત જે બરાબર મગજમાં ઠસી જાય તો ચોથા વ્રતનું પાલન સરળ બની જાય.
બાર વ્રતમાં ચેથા વ્રતને સાગરની ઉપમા આપી છે. વાસનાઓ પર જેણે વિજય મેળવ્યો છે તે આત્માઓને માટે આ વ્રત કઠીન નથી. સર્વ તેમાં શીલ વ્રત એ શ્રેષ્ઠતમ છે. મનુષ્ય જીવનમાં ચારિત્રનું જેટલું મૂલ્ય આંકીએ એટલું ઓછું છે. શીલ અને સદાચારની સુરક્ષા કાજે સંગ્રામ ખેલવા અને જાણી જાણીને ઝેરની પ્યાલી ગટગટાવી જવાને એક સુવર્ણ યુગ તે જાણે વર્ષો પૂર્વે આથમી ગયે. એ સુવર્ણ યુગની સવાર પુનઃ કયારે ખીલશે ? એ સુવર્ણયુગના ઇતિહાસની એક પરાક્રમી વાત છે, જેમાં સગાઈથી પણ સવાઈ ગણાતી શીલ રક્ષા કાજે ખૂનખાર જંગ ખેલાયા છે.
રાજસ્થાનમાં જેસલમેર અને બાડમેર ગામની આ વાત છે. બાડમેરમાં કીર્તિસિંહની રાજા તરીકે ખૂબ બેલબાલા હતી. તેમને બે પુત્રીઓ હતી. રૂપાદેવી અને વિમળાદેવી. બંને દીકરીઓ ખૂબ રૂપવાન હતી. મોટી દીકરી રૂપાદેવીના લગ્ન થઈ ગયા હતા. નાની દીકરી માટે સારા કુમારની શોધ ચાલતી હતી. શોધતાં શોધતાં બધાની નજર જેસલમેર રાજાના પાટવીપુત્ર પર પડી. આ પુત્ર ગુમાનસિંહ રૂપે રંગે સારે તે પણ સાવ નાલાયક અને નિષ્ફર હતો. દારૂમાં ચકચૂર રહેતો હતો. તેની અંદરની આ વાતની કોઈને ખબર ન પડી. રૂપરંગમાં સારે જોઈને વિમળદેવીનું સગપણ કરી દીધું. છેક જેવા જનારાએ એ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે જે દારૂમાં ચકચૂર હોય એ છેકરો પાસ ના કરે જોઈ એ. અરે, મહિનામાં એકાદ વાર પીતો હોય તે પણ પાસ ન કરે. આજે એક વાર પીવે છે પછી ભવિષ્યમાં મહિનામાં ચાર, છ, દશ વાર પીતો થઈ જશે. આવા વ્યસની છોકરા સાથે પરણવાથી છોકરીની જિંદગી બરબાદ થઈ જાય છે.
વિવાહ મંડપમાં વિષયાસકિતએ વાવેલા વિષના વાવેતર : વિમળદેવીના લગ્ન નક્કી થયા. ગુમાનસિંહ ધામધૂમથી ઠાઠમાઠથી પરણવા આવે છે. અહીં રાજદરબારમાં