________________
શારદા શિરોમણિ ]
[ ૬૭૩
અને ઈચ્છાઓ કેટલી ? તમારી આવશ્યકતાએનુ લીસ્ટ કરે અને ઇચ્છાઓનુ લીસ્ટ કરો. આવશ્યકતાઓનું લીસ્ટ મોટું નહિ અને પણ ઈચ્છાઓનુ લીસ્ટ તો એટલુ " મેટું બનશે કે લાખા વર્ષની જિ'દગી હાય તો ય તે ઇચ્છાઓ પૂરી નહિ થાય. કરોડ રૂપિયા મળ્યા તે પાંચ કરોડની ઇચ્છા થાય. પાંચ કરોડ મળી ગયા તે ૨૫ કરોડની ઇચ્છા થશે. આ રીતે જેમ મળતું જશે તેમ ઇચ્છાએ વધતી જશે કારણ કે આવશ્યકતાએ મેાટા ભાગે શરીર કેન્દ્રિત છે યારે ઇચ્છાએ મોટા ભાગે મન કેન્દ્રિત હાય છે.
તમે વિચાર કરો કે તમારી જરૂરિયાત કેટલી ? આવશ્યકતાનુ લીસ્ટ બનાવશે। તે। સામાન્ય થશે. તમારે ખાવા ચાર રોટલી જોઈએ. શરીર ઢાંકવા એ કપડા જોઈ એ. સૂવા માટે પાંચ છ ફૂટ જગ્યા જોઇએ.. આટલી ચીજ મેળવવા માટે તે બહુ પાપ નહિ કરવા પડે. એટલું તે નીતિથી મળી જશે પણ ઇચ્છાઓનું લીસ્ટ લખવા બેસેા તા નેટ ભરાઈ જશે. આ બધું પાપ ઇચ્છાઓ પૂરી કરવા માટે છે પશુ ઈચ્છાએ પૂરી કેવી રીતે થાય ? દુનિયાના પદાર્થોં અસંખ્યાતા છે અને ઈચ્છાઓ અનંત છે. इच्छा हु आगास समा अनंतया " ઇચ્છાએ આકાશ જેટલી અનંત છે. જીવન જરૂરિયાતની જે ચીજો છે તેનું નામ આવશ્યકતાઓ.
'
આ મેાજશાખના જમાનામાં એક નવું આશ્ચય એ સજા યુ` છે કે જે આવશ્યકતા પૂરી થઈ શકે તેમ છે એને છેડી દેવા ઘણાં લેાકેા તૈયાર થઈ જાય છે પશુ જે ઈચ્છા પૂરી થઈ શકે તેમ નથી એને છેડી દેવા પ્રાયઃ કોઇ તૈયાર થતું નથી. જેમ કે ગરીબ માણસ મહેનત કરીને પેટ ભરવા માટે ભાજન મેળવી શકે તેમ છે. છતાં એને છેડી દેવા માણસ એક વાર તૈયાર થઈ જાય છે પણ જીવન જીવવામાં જેની આવશ્યક ના નથી એવી બિનજરૂરી સિનેમા જોવાની, જુગાર રમવાની ઈચ્છા છેડવા એ તૈયાર થના નથી. આ બતાવે છે કે આવશ્યકતા છેડવી હજુ સહેલી છે પણ ઇચ્છા છેાડવી કઢીન છે. ” જે માનવી પેાતાની આવશ્યકતા પૂરતું મેળવવા માંગે તેા મેળવી શકે છે પણ તેની આવશ્યકતા કરતા ઇચ્છાએ ઘણી મેટી હોય છે અને તે ઇચ્છાઓની પૂર્તિ કરવા માનવી સંગ્રહ કરતા રહે છે. ઇચ્છાઓ પૂરી કરવાના પ્રયત્નો પર કંટ્રોલ નહિ મૂકે ત્યાં સુધી આખા જગતની સામગ્રીએ કદાચ તેની પાસે આવી જશે તે ય તે સુખી નહિં થાય. શાંતિ નહિ મેળવી શકે, માટે આવશ્યકતા કેટલી છે. તે પૂરી થઈ જાય એટલે ત્યાંથી અટકી જાવ પણ ઇચ્છાઓનું ખપ્પર પૂરવાના પ્રયત્ન ન કરે. ઇચ્છાઓના ખપ્પર પૂરવા માટે તેા માનવી કેટલા પાપા કરે છે !
પરિગ્રહની ભૂખ શું નથી કરાવતી ? : હીરાસિમા અને નાગાસાકી પર જ્યારે આંખ ફેકાયા ત્યારે એક લાખ માણસાને। કચ્ચરઘાણ વળી ગયા. હિટલરે એક કરોડ જેટલા યહુદીઓને રેંસી નાંખ્યા. આટલી ઘેાર હિંસા થવાનું કારણ શું ? વધુ દેશ મેળવવાની ભૂખ ખાતર ને ? આઈકમેને ૬૦ લાખ યહુદીઓને સાફ કરી નાંખ્યા.
૪૩