________________
૬૭૨ ]
| [ શારદા શિરેમણિ ને આપને જવાનું ન હોય. ગમે તેમ તે ય તમે મોટા શેઠ અને એ તો નાના શેઠ, ગામમાં આપની તોલે કઈ ન આવે. આપ જાવ તે સારું ન લાગે, આપ કહો ત્યારે હું જઈશ. આવતી કાલે તેમને જમવાનું આમંત્રણ દેવા જવાનું.
પુણ્યસારના આમંત્રણથી ગુણસુંદરને થયેલે હર્ષ : બીજે દિવસે પુણ્યસાર બે ચાર નેકરને લઈને ઠાઠમાઠથી રથમાં બેસીને ગુણસુંદરની હવેલીએ આવ્યું. આ તે ઘણા મોટા શેઠને દીકરો એટલે એકલે આવે તે સારું ન લાગે તેથી નોકરેને લઈને આવ્યું. રથ નીચે ઊભે રાખે. પછી બધા ઉપર ગયા. ગુણસુંદરના અનુચરોએ તેમનું સ્વાગત કર્યું. પાણી આપ્યું પછી પુણ્યસારે માણસને પૂછ્યું-ગુણસુંદર કુમાર કયાં છે? આપ તેમને એટલા સમાચાર આપે કે પુરંદર શેઠના દીકરા આપને જમવાનું આમંત્રણ દેવા આવ્યા છે. માણસેએ ગુણસુંદર પાસે જઈને વાત કરી. તે તમારા જેવા જ યુવાન છે. આ બંને સાથે ઊભા રહે તે જાણે સરખા જ દેખાવ ! તે ખૂબ પ્રભાવશાળી છે. તેની બોલવાની ચાલવાની છટા કેઈ જુદી છે. તે આપને જમવાનું આમંત્રણ દેવા આવ્યા છે. આપ નીચે પધારે. આ સાંભળતા ગુણસુંદરનું હૈયું નાચી ઉઠયું. કારણ કે આ અવસર તેના માટે પહેલી વાર હતું કે તેને તેડવા કેઈ યુવાન આવે અને તે મેટા નગરશેઠને દીકરો ! એટલે તેને આનંદ સમાતો ન હતો. તે જલ્દીથી નીચે આવ્યા. જ્યાં પુણ્યસાર બેઠે હતું ત્યાં આવ્યું. બંનેને એકબીજાને જોતાં હૈયા ખૂબ હરખાઈ ગયા છે. હવે તેઓ વાત કરશે ને શું બનશે તે ભાવ અવસરે. ભાદરવા સુદ ને મંગળવાર : વ્યાખ્યાન નં. ૭૩ : તા. ૧૭-૯-૮૫
રાગદ્વેષના વિનાશક, સત્યના સર્જક, પરમપંથના પ્રકાશક, તીર્થકર ભગવંતોએ ભવ્ય અને સંસારથી તરવા માટે આગમમય વાણી પ્રકાશી. આપણા ચાલુ અધિકારમાં આનંદ શ્રાવક પાંચમું વ્રત પરિગ્રહ પરિમાણુ વિરમણ વ્રત આદરે છે. આ વ્રત આત્માના ભિખારીપણાને દૂર કરાવે છે. પરિગ્રહ સંજ્ઞા બધા જીવોને છે. અનાદિકાળથી આ સંસારમાં પરિભ્રમણ કરી રહેલે આત્મા જે ગતિમાં ગયા છે તે ગતિમાં પિતાના જીવનને ટકાવી રાખવામાં સહાયક બનતી વસ્તુઓને સંગ્રહ કરતો રહ્યો છે. કીડીના ભાવમાં કણ કણ ભેગા કરી દરમાં સંગ્રહ કર્યો. કૂતરાના ભાવમાં પણ સંગ્રહ કર્યો છે અને મનુષ્ય ભવની તે વાત જ શી કરવી? તે બધી વસ્તુઓ ભેગી કરવામાં પિતાને સમય ગુમાવી રહ્યો છે.
જ્ઞાની પુરૂષએ અહીં બે વાત રજૂ કરી છે. એક છે આવશ્યકતા અને બીજી છે ઇરછા. આવશ્યકતા જુદી ચીજ છે અને ઈચ્છા જુદી ચીજ છે. આવશ્યક્તાઓ સદાને માટે મર્યાદિત હોય છે. જ્યારે ઈચ્છાઓ હંમેશા અમર્યાદિત હોય છે. માનવીને જેટલી આવશ્યકતા છે તેટલું તે મળી રહે છે. આવશ્યકતા ભિખારીની ય પૂરી થઈ જાય છે જયારે ઈચ્છાએ તે કરોડપતિની ય અધૂરી રહી જાય છે. તમારી આવશ્યકતાઓ કેટલી