________________
૬૭૦ ]
[ શારદા શિરમણિ મારી પાસે આટલા ચોખા છે તે પણ ભગવાનની નજરમાં આવી ગયા. દેવાને બદલે લેવા આવ્યા છે. માંગ્યા છે તે કાંઈ ના પડાય ? આ લીધા વિના નહિ રહે. તેણે પિટલી ખોલીને ચોખાને એક દાણ કાઢીને ભગવાનને આપે. જેવો દાણ આપે તેવા ભગવાન અદશ્ય થઈ ગયા અને તેની આંખ ખુલી ગઈ. - તૃણુથી થયેલે પસ્તાવો : ભિખારી કહે ભગવાન કયાં ગયા? તે ખૂબ રડવા લાગ્યા. નગવાન તે જતા રહ્યા હતા. તેણે બાજુમાં પડેલી ચેખાની પિટલી ખોલી. તે તેમાં એક દાણે ચકમક ચકમક થતો હતો કારણ કે એક દાણ સેનાનો થઈ ગયે હતું. હવે તે પિક મૂકીને રડવા લાગ્યા. કેમ રડે તે મારે તમને સમજાવવું પડે ખરું ? ના. તમે બધા સમજી ગયા. ભિખારીને થયું કે અભાગીય સમજે નહિ. તેમણે મને આ પ્રમાણે કહ્યું હોત તો હું આખી પિોટલી આપી દેત. તે બધા દાણુ સેનાના થઈ જાત. હું કે મૂખને સરદાર ! ભગવાન જેવા ભગવાન મળ્યા. તેમણે મારી પાસે સામેથી ચોખા માંગ્યા છતાં હું કે લોભી કે મેં ભગવાનને એક જ દાણ આપ્યા. આવા વિચાર કયાંથી આવ્યા ? તૃષ્ણાને કારણે ચોખાનો એક દાણો સોનાને થઈ ગયો. તેથી બધા ચોખાના દાણા સેનાના કરાવવાની ભાવના થઈ. તૃષ્ણા તો અનંતી છે. આ વાત ભિખારીની કરી પણ જગતના જીવની દશા કેવી છે? ભિખારી જેવી બેકાર જિંદગી છે તેઓ ભિખારીની જેમ આખી જિંદગી જાણે ભીખ માંગ્યા કરતા હોય તેવું લાગે છે. સંસારમાં માંગ....માંગ કરતા જેને જોઈને આશ્ચર્યને પાર રહેતા નથી. માંગવા-મેળવવા સિવાય બીજી કોઈ વાત નથી. ધર્મસ્થાનકમાં સંત પાસે માંગલીક સાંભળવા આવે તે પણ ઊંડે ઊંડે એવી ભૂખ હોય છે કે મારા પાસા સવળા પડે.
આજે માનવીના જીવનનું એક જ લક્ષ્ય હોય છે બસ જેટલું મળે તેટલું ભેગું કરવું. જરૂરિયાત હોય કે ન હોય.તૃષ્ણાને હડકવા લાગ્યો છે. કયાંથી મેળવું ને કેમ ભેગું કરું ! મહાપુરૂષ કહે છે “રે પૈસા તારા પાપે.” આ પૈસાએ તે મોટા મોટા અનર્થો સર્યા છે. પૈસા ખાતર પિતા-પુત્ર, ભાઈ-ભાઈ-મા-દીકરી, સાસુ-વહુ અને દેશ દેશ લડે છે. આજે વર્તમાનકાળમાં થઈ રહેલા અને ભવિષ્યકાળમાં થનાર તમામ યુદ્ધોના મૂળમાં કઈ ભયંકર તત્ત્વ પડયું હોય તે તે છે સંગ્રહવૃત્તિ. શ્રીમતે સંપત્તિ વધારતા ગયા. રાજાએ પોતાના રાજ્યની હદને વધારતા ગયા. સત્તાધારીઓ પિતાના સત્તાના ક્ષેત્રને વિશાળ કરવા ગયા. સર્વ ક્ષેત્રોમાં વધી ગયેલી તૃષ્ણાએ તમામ પ્રકારના પાપને ખુલ્લે દર આપી દીધો.
આનંદ શ્રાવકે ધનમાં ૧૨ ક્રોડ સોનામહોરેની છૂટ રાખી. પશુઓમાં દશ હજાર ગાયોનું એક ગોકુળ એવા ૪ ગોકુળ એટલે ૪૦ હજાર ગાયોની છૂટ રાખી. આથી અધિક પશુ ધન રાખવું નહિ. પોતાની પાસે જેટલી સંપત્તિ, પશુધન હતું તેટલી છૂટ રાખીને બાકીના પ્રત્યાખ્યાન કર્યા. હજુ આગળ કેવી કેવી પ્રતિજ્ઞા લેશે તે અવસરે.
ચરિત્ર : ગુણસુંદર રત્નસારની હવેલીએ આવ્યો. રત્નસારે તેમનું ઉમળકાભેર આદર