________________
શારદા શિરેમણિ ] લક્ષ્મીપતિ) લક્ષ્મીપતિ હો તે ઘણું સારું પણ એ શબ્દ બોલવા પૂરતો છે બાકી મોટા ભાગના જીવે આજે લક્ષ્મીના દાસ છે. લક્ષ્મી નચાવે તેમ નાચે છે. ધર્મને ભૂલી જાય છે અને વધુને વધુ મેળવવા માટે પ્રયત્ન કરતા રહે છે. આજે ગરીબ હોય કે શ્રીમંત હોય બધાના જીવનમાં અસંતોષની આગ ભડકે બળી રહી છે.
પૈસા મેળવવા માટે જેટલા કાવાદાવા કરવા પડે એટલા કરે છે ને પાપને ઢગલો ભેગો કરે છે. સંતાનોને મળવાને એની પાસે ટાઈમ નથી. ખાવાપીવાની તે કુરસદ નથી. આ જોતા એમ લાગે છે કે ચેડામાં સંતોષ માનવે એ હજી કદાચ અઘ હશે પણ ઘણામાં સંતોષ માનવો એ તે અશક્ય છે. નાનાને છેડી હાય છે મોટાને ઘણું હાયવોય છે. નાનાને થોડી ભૂખ છે, મેટાને મોટી ભૂખ છે. જેના જીવનમાં સંતોષ નથી તેને ભૂખ-ભૂખ ને ભૂખ છે.
એક ગરીબ ભિખારી રોજ પ્રભુને પ્રાર્થના કરે છે હે પ્રભુ! તું મારા પર પ્રસન્ન થયા અને મારી ગરીબી મટાડ. એક વાર તે રાત્રે સૂતા હતા. તેને રાતના સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં તેણે સાક્ષાત ભગવાનને જોયા. ભગવાનના દર્શન થતાં ભિખારી તે ખૂબ હરખાઈ ગયા. બસ, હવે મારું કામ થઈ ગયું. મારું દારિદ્ર હવે ટળી ગયું સમજે ને! કેટલીય વાર સાંભળ્યું છે કે જેને ભગવાનના દર્શન થાય એ સમ્રાટ બન્યા વિના ન રહે. ભિખારીએ ભગવાનને જોયા એવા તે તેમના ચરણમાં પડયો. પછી કહ્યું –ભગવાન ! આપે મારા પર ખૂબ કૃપા કરી. હવે મારું કામ થઈ ગયું. આપ મને કંઈક આપો. આજે શ્રીમંત હોય, મધ્યમ હોય, ગરીબ હોય કે ભિખારી હોય બધાની એક જ વાત છે આપ-આપો ને આપો. એ ભિખારી કહે છે પ્રભુ! મને કંઈક આપો. ત્યારે ભગવાને કહ્યું- તે તો બધાની પાસે ઘણું માંગ્યું છે પણ તે કેઈને આપ્યું નથી. આજે હું તારી પાસે ભીખ માંગું છું. તું મને કંઈક આપ. આજે તે તારે મને કાંઈને કાંઈ આપવું પડશે.
ભગવાન દેવાને બદલે લેવાની વાત કરે ? : પ્રભુના આ શબ્દો સાંભળતા ભિખારી તો બિચારો પરસેવાથી રેબઝેબ થઈ ગયે. તેના મનમાં થયું કે હું માનતો હતું કે આજે મને ભગવાન મળ્યા એટલે મારું કામ થઈ ગયું પણ આ તો હું જ બન્યું. આપવાની વાત તો ઘેર ગઈ પણ આ તે મારી પાસે માંગે છે ! ભગવાન તો ગરીબને શ્રીમંત બનાવે કે ગરીબને વધુ ગરીબ બનાવે ? આ વિચાર આવતા તેણે ભગવાનને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું, પ્રભુ! હું તો વર્ષોથી આપને ઝંખતા હતા. આજે મને સાક્ષાત આપના પ્રત્યક્ષ દર્શન થયા છે તે હવે મારું ભિખારીપણું ટાળી દે કે મને વધુ ભિખારી બનાવે ? આપ મારી પાસે માંગે છે પણ આપને આપવા જેવું છે શું મારી પાસે ? ભગવાન કહે-તે લીધું છે ઘણું પણ કેઈને દીધું નથી માટે આજે મારે તારી પાસેથી લેવું છે. તું મને કંઈક આપ. પણ મારી પાસે છે જ શું ? જે તારી પાસે ચોખાની પિોટલી પડી છે તેમાંથી મને થડા ચેખા આપ. ભિખારીને થયું કે