________________
૬૬૨]
(શારદા શિરેમણિ દુનિયામાં હું મોટું શું બતાવું ? બધાનું દેવું તે ચૂકતે કરી દીધું છે. અત્યારે હું કઈ પણ વેપારીના પાસે જાઉં તે કોઈ મને પૈસા ધીરવા તૈયાર નથી. નોકરી શોધું છું તો નોકરી પણ મળતી નથી. તે મારા કર્મો મને ભોગવવા દે. દુખની તાકાત છે કે દકી જિંદગીને પણ ધરતીના છેડા જેવી લાંબી કરી દે છે.
નાના બાળકે કહે છે કાકા ! આપ અમારા બા-બાપુજીને મરવા ન દેશે. તેમના વિના અમે શું કરીશું ? અમે તેમને ઘણું ના પાડી કે હે માતા-પિતા ! અમે તમને મરવા નહિ દઈએ છતાં તેઓ અમારી વાત સાંભળતા નથી. તેઓ ચાલ્યા જાય પછી અમારું શું ? એમ કહીને ડુસકા ભરીને રડવા લાગ્યા. ચીમનભાઈનું હૈયું પણ આ દય જતાં પીગળી ગયું. બેટા! હવે તમે ચિંતા ન કરશે. હું તેમને બચાવવા માટે આવ્યો છું. હવે તેમને મરવા નહિ દઉં. ચીમનભાઈના મનમાં વિચાર થયે કે ખરેખર, આ બધાની જિંદગી બચાવવાનો મને મળ્યા છે. તેમણે કહ્યું –ભાઈ! હું પણ હેવાન બન્યો છું. હું પાડોશી હોવા છતાં તમારી સ્થિતિને ઓળખી શક્યો નહિ. મારો વહાલે સ્વધર્મી ભાઈ આટલે બધી રીબાતો હશે તેવી મને કલ્પના પણ ન હતી. હું જાણુતે હતું કે તમે કંઈક નબળા પડયા છે પણ તે આટલી હદ સુધી, તે મને ખબર નહિ.
ધનની સાચી કિંમત કયારે? : આ બંને શેઠના મકાનનો કરે એક હતા. ચીમનભાઈ કહે- મારું ઘર એ તમારું ઘર છે અને તમારું ઘર એ મારું ઘર છે. તમે આવતી કાલથી મારી દુકાને આવી જજે. તમારા ઘરની આજીવિકાની સગવડ હું કરી આપીશ. ચીમનભાઈએ આ શેઠને પિતાની દુકાને બેસાડી દીધા અને પાંચ પાંચ ના પ્રાણ બચાવી લીધા. આનું નામ ધન મળ્યું કહેવાય અને સાચે ધર્મ સમજ્યા કહેવાય. જ્ઞાની કહે છે કે તમારી પાસે સુખ વધે ત્યારે તમે તેમાં એવા મસ્ત ન બની જશે કે દુઃખીને અવાજ પણ સાંભળી ન શકે. ગુણવંતલાલ શેઠના પાપને ઉદય થતાં પડતી દશા આવી. પુણ્ય-પાપ સામાસામી છે. પુણ્યનું પડળ ખસી જાય ત્યારે પાપને ઉદય ચાલુ થાય. જીવ કર્મ બાંધતા વિચાર કરતા નથી પણ ઉદયમાં આવે ત્યારે ગભરાઈ જાય છે માટે કર્મ બાંધતી વખતે ખૂબ સાવધાન રહેવાની જરૂર છે, પછી કર્મ નાનું હેય કે મોટું હોય. સાપને કણ ના હોય તો પણ એ કરડે એટલે ઝેર ચઢવાનું તે ચઢવાનું; તેમ કમ નાનું હોય કે મોટું હોય પણ તે ભોગવવાનું એટલે ભોગવવાનું પછી તે કર્મ તમારા માટે કરો કે પરિને માટે કરે પણ જે કરે તેને ભોગવવું પડે છે. સગાસંબંધી સ્વજને બધાને જેને મારા મારા માનો છે તે કઈ કર્મ ભોગવવામાં ભાગ પડાવવા નહિ આવે.
એક વાર પાંચ વર્ષ નાનો બાબો તેના પપ્પાને કહે છે પાપા ! તમારે જન્મ કયાં થયે હતો ? બેટા! મારો જન્મ મદ્રાસમાં થયેલ હતું. મારી મમ્મીનો જન્મ કયાં થયે હતા ? કલકત્તામાં, અને મારો જન્મ કયાં થયું હતું ? મુંબઈમાં. તે પપ્પા હું તમને એક વાત પૂછું ? પૂછ. આપણે બધા એક જગ્યાએ કેમ ન જન્મ્યા ? આ બતાવે છે આ સંસારમાં પંખીના મેળાની જેમ કોઈ કયાંથી ને કઈ કયાંથી આવીને અહીં બધા