________________
શારદા શિરોમણિ ]
[ ૬૫૧
થઇ ગઈ. તારા સ્પર્શ મારી આંગળીમાં રહે તે એ આખા શરીરમાં પહેાંચી જાય. હવે બતાવી દઉ' તને! એમ કહી તલવારથી તે આંગળી કાપી નાંખી અને તેમાંથી જે લેાહી નીકળ્યુ' તે શુમાસિ ́હના શરીર પર છાંટયું અને અનૂનથી ખેલી, તમારા પાપનું પ્રાયશ્ચિત હું ન કરું તે મારો ધર્માં લાજે. જે આંગળીને તમારા વિકારના ચેપ અડયે એ આંગળીને હું કાપી ન નાંખું તે આખુ` શરીર કદાચ ચેપથી ઘેરાઇ જાય. લેાહીના આ છાંટણા તમારા ઉપર મે... એટલા માટે નાંખ્યા છે કે લેાહીની આ લાલાશ ધાતા ધાતા તમારા કાળજાની કાળાશ ધાવાની પ્રેરણા મળે. આ દૃશ્ય જોતાં ગુમાનસિ'ને તેા ધરતીમાં સમાઇ જાય તેવું થયું. કાપેા છતાં લોહી ન નીકળે તેવી સ્થિતિ થઇ,
ન
બહાદુરસિ’હું બતાવેલુ' પરાક્રમ : આ પ્રસ`ગ બનતા લગ્નના રંગમાં ભંગ પડયા. કીતિ સિંહુ રાજાના આનંદ એસરી ગયા. જેમ તેમ કરીને મામલા થાળે પાડયા. રૂપા ત્યાંથી જતી રહી અને વિમળદેવીના લગ્ન થયા. આ લગ્નમાં હવે શુ આનંદ હાય ! જેમ તેમ કરીને મ`ગળફેરા ફેરવી દીધા અને લગ્ન પતાવ્યા. જાનને અને ઢીકરીને વિદ્યાય આપી. રાજા ખૂબ રડયા. વિમળદેવીના અ`તરમાં જરાય આનંદ ન હતેા પણ હવે ગયા વગર છૂટકે ન હતા. તે પણ માનતી હતી કે મારા પતિએ જે પાપ કર્યું છે એની શિક્ષા તા એને જરૂર મળવી જોઈએ. મારી બહેનના પતિ કાંઈ ખાયલા નથી કે શીલ ધનને લૂંટવાની ચેષ્ટાને તે મૂંગે મોઢે સહન કરી લે. સમાચાર મળતા જરૂર એ મારતે ઘેાડે આવશે. જાન અડધા રસ્તે પહોંચી હશે ત્યાં રૂક જાવ, તૈયાર થાવ. એવા અવાજ આવ્યેા. જાન વિદાય થયા પછી રૂપાદેવીના પતિ બહારગામથી આવી ગયે. રૂપાની આંગળી કપાયેલી જોઈને પૂછ્યું' આ બધું શું? રૂપાએ મનેલી સત્ય વાત કહી દીધી તેથી તે મારતે ઘોડે લશ્કર લઈને જાનની પાછળ ગયા. દૂરથી જાનને જતી જોઈને તેણે અવાજ કર્યા કે રૂક જાવ.
શીલના સપુત એવા બહાદુરસિંહ ત્યાં જઇને કહે છે કે શીલધમની ધજા સાથે અડપલું કરનારને જો સજા ન થાય તેા આ પૃથ્વી પાપોથી ઉભરાઇ જાય. તું મ હાય તે। આવી જા મેદાનમાં ! પરનારી ઉપર કુદૃષ્ટિ અને કુચેષ્ટાના પરચા જોવા છે ને ? સગાઇને ભૂલી જઈને ધમ ખાતર એ લડાઇ લડવા આન્યા હતા. બંને વચ્ચે સામાસામી લડાઇ થઈ. ગુમાનસિ’હના પક્ષમાં તેા જાનૈયા હતા. લશ્કર હતુ નહિ અને ખહાદુરસિંહ તા લશ્કર લઈ ને આવ્યે હતા તેથી ગુમાનસિ ંહ તેની સામે ટકી શકયા નહિ. યુદ્ધમાં ખૂબ ખરાખ રીતે ઘવાયે, પીસાયે। અને એ જ યુદ્ધભૂમિ એના માટે મૃત્યુભૂમિ બની ગઈ અને પરણ્યાના પાનેતરે નિષિ વિમલદેવી વિધવા બની.
સાળી પાસે ક્ષમા માંગતા બહાદુરસિહ : બહાદુરસિંહે વિમલદેવી પાસે આવીને માફી માંગતા કહ્યુ -મારી બેન સમી સાળી ! મે' તમારા અક્ષમ્ય અપરાધ કર્યાં છે. હું આપની પાસે માફી માંગુ છું. ધમની સગાઈ સાચવવા મેં સ‘સારની સગાઈ ને વધેરવાનું કામ કર્યું છે અને તમારા પતિદેવને....આટલુ ખેલતાં ખેલતાં તેને ડૂમે