________________
[ શારદા શિરેમણિ તું કેણ છે ? : એક વખત અનાદિ નિગોદ અવ્યવહાર રાશીમાં હતો ત્યાં અનંત કાળ વીતાવ્યું. નરક કરતાં નિગોદના દુઃખે વધારે છે. એક અંતર્મહતમાં નિગો ના જધન્ય એક ઉત્કૃષ્ટ ૬૫૫૩૬ ભ કરે, પ્રત્યેક વનસ્પતિના છ જ-એક ઉ–૩ર૦૦૦ ભ કરે. વિચાર કર કે ત્યાં જન્મ મરણને કેવા ભયંકર દુખ ! ત્યાંથી આગળ વધતાં તું પૃથ્વી, પાણી, અગ્નિ, વાયરામાં આવ્યો, ત્યાં અસંખ્યાત કાળ કાઢ. પૃથ્વી પાણી અગ્નિ વાઉ એક અંતર્મુહર્તમાં જ-૧ -૧૨૮૨૪ ભ કરે. ત્યાંથી અકામ નિર્જરા કરતા લઘુકમી થતાં બેઈન્દ્રિય શંખ, કેડા આદિમાં આવ્યું. તે જ અંતમુહર્તમાં જ-૧ ઉ-૮૦ ભ કરે. ત્યાંથી કીડી મંકોડામાં આવ્યો. તે જ જ-૧ ઉ-૬ ભ કરે, ત્યાંથી ચૌરેન્દ્રિય માંખી, મચ્છર, ડાંસ, પતંગિયા આદિમાં આવ્યું, ત્યાં તે છ જ-૧ ઉ-૪૦ ભ કરે, ત્યાંથી અસંસી પંચેન્દ્રિયમાં ગયે, ત્યાં જ-૧ ઉ–૨૪ જે કરે, પછી સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય સાપ, નેળીયા, વીછી, સિંહ, હાથી, ઘેડા રૂપે થયો. સિંહ, વાઘ આદિ યોનિઓમાં કર કર્મો કર્યા તેથી નરકમાં ગયા, ત્યાં ઘોર ભયંકર દુઃખ વેઠયા. પરમાધામીઓએ તારા બારીકમાં બારીક ટુકડા કર્યા, વૈકય શરીર એટલે પાછે તું પારાની જેમ ભેગો થઈ ગયે. આ રીતે ભયંકર દુઃખમાં તે ઓછામાં ઓછા દશ હજાર વર્ષો અને ઉ-૩૩ સાગરોપમની કેદ ભોગવી. આ રીતે અનંત કાળથી ભમતા એવી કોઈ ગતિ, કઈ જાતિ, કઈ યોનિ કે કુળ નથી કે જયાં જીવ ગયે ન હોય ! અરે ! વિષ્ટામાં કીડા રૂપે પણ ઉત્પન્ન થઈ આવે છે.
હવે જરા સાંભળ. આ રીતે અનંત જન્મ મરણે કરી ચોર્યાશી લાખ છવાયેનિમાં ભમી માતાના ગર્ભમાં આવ્યું. ગર્ભના કેટલા દુઃખ વેડ્યા ! જ્ઞાની બતાવે છે કે જેમ કોઈ પુરૂષનું શરીર કોઢ તથા પતના રોગથી નીતળતું હોય, તેને સાડા ત્રણ કોડ સાય અગ્નિમાં ધખાવીને તેના સાડા ત્રણ કોડ રૂંવાડામાં પવે, તેના ઉપર ખાર ને ચુનાના પાણી છાંટે, પછી આળા ચામડાથી મઢીને તડકે નાખે ને દડાની જેમ અથડાવે તે સમયે કેટલી પીડા થાય ? આવી પીડા પહેલે મહિને ભેગવવી પડે તેથી બીજે મહિને બમણી અને નવમા મહિને નવ ગણું પીડા ભોગવી. અત્યારે તું શા માટે આટલું બધું અભિમાન કરે છે ? દેવેનું, ચકવતીઓનું કે રાજા રાવણનું પણ અભિમાન રહ્યું નથી તે પછી તારી શી વાત ! વનસ્પતિમાં તું ભાજીમૂળ રૂપે હતા ત્યારે ટકાને ત્રણ શેર વેચા અને જ્યાં ત્યાં પગ નીચે ચગદાયે, ખુદા એ તું જ છે ને ! નરકગતિમાં તે પરમાધામીના ઘણા પ્રહાર ખાધા અને અત્યારે એક મુનિના સહજ ધક્કાથી તું આટલે બધો ગરમ થાય છે ! | મુનિની જ્ઞાનભરી મર્મકારી, શાંત વાણી સાંભળીને પેલે તે આજે બની ગયે. ગુરૂદેવ ! મને માફ કરો. ક્ષમા કરે. હું મહાન અપરાધી છું. એમ કહીને તે મુનિના ચરણમાં પડી ગયે. “ગુરૂદેવ ! આપના ધક્કાએ મારી ભવપરંપરાને ધક્કો માર્યો છે.” આપે મને જાગૃત કર્યો છે. આજે મને મારી સ્થિતિનું ભાન થયું છે. હું હવે કંઈક સમજે છું. આપ મને જાગૃત કરે ! જાગૃત કરે, ઉપદેશામૃત સીંચી