________________
શારદા શિરોમણિ ]
ભાદરવા સુદ ૧ને રવિવાર
વ્યાખ્યાન નં. ૭૧
સુજ્ઞ બંધુએ, સુશીલ માતાએ ને બહેન !
[ ૬૫૫
: તા. ૧૫-૯-૮૫
અવનીના અણુગાર, શાસનના શણગાર, આગમના રત્નાકર, દશનના દિવાકર એવા જિનેશ્વર ભગવાનની વાણી સાંભળીને આનંદ ગાથાપતિને પેાતાના આત્માની ઓળખાણુ થઈ. તેમના દિલમાં એ ભાવ આવ્યે કે અહે ભગવાન ! અત્યાર સુધી અજ્ઞાન દશામાં સંસારના અનેક પદાર્થોની એળખાણ કરી, બધાની પિછાણુ કરી પણ આત્માની ઓળખાણ કરી નહેાતી. હવે કલ્પવૃક્ષ, રત્નચિંતામણી જેવા પ્રભુ ! આપની વાણીથી મને આત્માનું સ્વરૂપ સમજાયું છે. તમે કોઈક દિવસ તે એકાંતમાં બેસીને વિચાર કરો કે “કું આપ્તિ ? જે वा इओ चुओ इह पेच्चा भविस्सामि ? " હું કોણ હતા ? કયાંથી આવ્યે છું અને અડ્ડીથી મરીને પરલેાકમાં કયાં જવાનો છું ? મારું સ્વરૂપ શું છે ? અરે કંઈક જીવેાને એટલું. પણ જ્ઞાન નથી કે હું આત્મા છું, તેવા આત્માઓને પૂછવામાં આવે કે ભાઈ ! તમે કોણ છે! ત્યારે તે શું કહેશે? હું આટલી સ`પત્તિના માલિક ફલાણા શેઠ! હું આટલી મિલેાના ધણી ! હું. આ ફેકટરીના મેનેજર ! હું આ ગામના વતની ! હું પી. એચ. ડી.ની ડીગ્રીવાળે ! અરે, મારું નામ તેા જગજાહેર છે. મને તેા બધા એળખે. આપે મને ન ઓળખ્યા કે હું કાણુ છું ? આ બધી કોની એળખાણ આપી ? દેહની કે આત્માની ? મારો આત્મા અનત શક્તિના ધણી. શહેનશાહના શહેનશાહ અને ચક્રવતી ના પણ ચક્રવતી ! એવી આત્માની એળખાણ કયારે પણ આપી છે? અનંત જ્ઞાનદર્શીનના ખજાના આત્મામાં ભરેલા છે. સુખમાં જરા પણ દુઃખ ન હોય એવું સુખ જોઈતું હાય તે। આત્માની દુકાનેથી મળશે. પંચ પરમેષ્ઠી પદ્મના પરમ વૈભવ આત્મામાં ભરેલા છે. સ્વ ના મેાટા ઇન્દ્ર હાય કે મેાટા ચમરબંધી સમ્રાટ હાય કે પછી ભિખારી હોય પણ જેને આત્માની ઓળખાણુ નથી આત્મસ્વરૂપનું ભાન નથી તે અજ્ઞાની છે.
એક વાર એક મુનિ રસ્તા પરથી જઈ રહ્યા હતા. સામેથી એક હૃષ્ટપુષ્ટ માનવી અભિમાનમાં અક્કડ થઈને આવી રહ્યો હતા. અજાણતાં તેને મુનિના જરા ધક્કો વાગ્યા, તે ચમકયા અને એકદમ આવેશમાં આવીને ખેલવા લાગ્યા કે અરે જોગટા! તુ' જોતા નથી કે હું કેણુ છું? તને ખખર નથી? સાધુને વંદન કરવાનુ અને શાતા પૂછવાનું તા દૂર રહ્યું પણ તે તે આંખા કાઢીને મુનિની સામે ખેલવા લાગ્યા. શાંતમૂર્તિ મુનિએ બધું સમભાવે સાંભળ્યું. તેના પર જરા પણ રાષ ખેદ ન કર્યાં. તેને સામેા જવાબ પણ ન આપ્યા. અગ્નિ સામે જળ આવે તે જવાળા પણુ જળ બની જાય. મુનિ જળ જેવા ઠંડા ને શીતળ હતા. તેમની સમતાના પ્રભાવે પેલે માણસ ઠં`ડા પડયા ત્યારે મુનિએ કહ્યું- ભાઈ તું કાણુ છે તે હું' જાણું છું પણ તારે જાણવું છે કે તુ કાણુ છે ? સાંભળ. કાળા માથાના માનવી ! તું આટલું બધું અભિમાન શા માટે કરે છે? તને ભાન છે કે તુ કયાંથી આવ્યેા છે?