________________
શારદા શિરોમણિ ]
| [ ૬૫૩ કહીને બનેવીના હાથમાંથી તલવાર લઈને પિતાની જાતે છાતીમાં બેસી દીધી અને પ્રાણનું બલિદાન દઈ દીધું. રાજપૂતોમાં પતિની પાછળ પત્ની સતી થાય એ રિવાજ હતો પણ વિમળદેવીએ એ માટે નહિ પણ શીલ સાચવવા પિતાનું બલિદાન દઈ દીધું. એક આંગળીનો સ્પર્શ કર્યો એ માટે ધર્મયુદ્ધ ખેલાયા અને શીલની રક્ષા માટે બલિદાન દેવાયા. આવે જમાને પહેલાને હતે.
આજનો યુગ તે એવો વિષમ આવ્યું છે કે છોકરાનો મિત્ર કરી હોય અને છોકરીનો મિત્ર છેક હોય. આ બધા અધઃપતનના રસ્તા છે. બાકી બ્રહ્મચર્યન-શીલને પ્રભાવ અલૌકિક છે. શીલવત પરલેકમાં સંસારના દુઃખ અને દુર્ગતિરૂપ પર્વતોને લાંબા સમય સુધી વજની જેમ ભેદીને પરંપરાએ મુક્તિના સુખ આપનાર થાય છે. જેમ વેગ વિનાના ઊંચા ઘોડા પણ આનંદ આપનાર બનતા નથી તેમ શીલ વગરના મનુષ્ય લોકમાં શોભાસ્પદ બનતા નથી માટે આપ ચેથા વ્રતમાં આવે. પરસ્ત્રીને સર્વથા ત્યાગ કરે અને પોતાની પત્નીમાં સંતોષ માનવે. તેમાં પણ બને તેટલી મર્યાદામાં આવવું ચોથા વ્રતમાં ભગવાને આ ભાવ સમજાવ્યા. હવે પાંચમા પરિગ્રહ વ્રતમાં ભગવાન કેવા ભાવ સમજાવશે તે અવસરે.
ચરિત્ર: ગુણસુંદરને જોવા માટે જહેમત ઉઠાવતી રત્નસુંદરી રત્નસુંદરીએ ગુણસુંદર કુમારને મળવા માટે કયા સમયે મળાય તે માટે અંગત માણસને મોકલ્યા પણ તે માણસ ત્યાંથી નિરાશ થઈને પાછો આવ્યો. તેણે એક જ વાત કરી કે તે કુમારના માણસોએ કહ્યું કે ગુણસુંદરને દેશ-પરદેશ ફરવાનો શોખ છે. સ્ત્રી પ્રત્યે કઈ આસક્તિ નથી, તેથી તે કોઈ સ્ત્રીનું મુખ જોતાં નથી. રત્નસુંદરી વિચાર કરવા લાગી કે હવે કરવું શું? તેને તે હવે ગુણસુંદરને જેવાને હેડે લાગ્યો છે. તે તે દરરોજ ગેલેરીમાં ઊભી રહેતી. જ્યાં સુધી ગુણસુંદર કુમાર બહાર ન નીકળે ત્યાં સુધી ગેલેરીમાં ઊભી રહે, જ્યારે બહાર જાય અને જતાં દેખે પછી તે ઘરમાં આવે. ગુણસુંદર તે નીચી દષ્ટિએ ચાલ્યો જાય છે. તે તે ઉંચે દષ્ટિ કરતો નથી. ગુણસુંદરને જોતાં રત્નસુંદરીના મનમાં થયું કે છોકરો પ્રભાશાળી અને બુદ્ધિશાળી તે છે. તે નીચી દષ્ટિએ આવે છે ને જાય છે. કયાંય આડી અવળી નજર કરતો નથી. કેટલાક દિવસ સુધી રત્નસુંદરીએ એ રીતે ગુણસુંદરને જે એટલે તેનું આકર્ષણ આસક્તિમાં બદલાઈ ગયું. તે મનથી તેને ઈચ્છવા લાગી. રાત દિવસ તેના વિચાર મગજમાં ઘુમવા લાગ્યા. આસક્તિ અને આકર્ષણ એક ગજબ ચીજ છે. માનવીનું મન તેમાં એક વાર ફસાઈ જાય છે પછી તેમાંથી છૂટવું મુશ્કેલ બને છે.
રત્નસુંદરીની યુવાની ખૂબ ખીલેલી છે. તેનું રૂપ તે અથાગ છે. પૈસાની કમીના નથી. એકની એક દીકરી છે એટલે ખૂબ લાડકેડમાં ઉછરેલી છે. સ્વભાવમાં સ્વતંત્ર વિચારની છે. તે ગુણસુંદરીને જ જુએ ને વિચાર આવે. અહા ! શું તેનું યૌવન છે! શું તેનું રૂપ છે ! તે ચાલે છે તે ય જાણે કેશરીસિંહ ચાલતો ન હોય ! તેનું મુખ પણ