________________
૬૫૪ ]
| [ શારદા શિરમણિ કેવું સોહામણું છે! અહા ! જે એ મારા પતિ બને તે વર્ગ જાણે નીચે ઉતર્યું હોય એવું થાય! રાત્રે સ્વપ્નામાં પણ એના જ વિચારો આવતા. તેણે મનમાં નિર્ણય કર્યો કે ગમે તેમ કરીને ગુણસુંદરનો પરિચય તે કરે.
રત્નસુંદરી ઝરૂખે ઊભી, ગુણસુંદરને નિહાળતી
ગુલાબનું ફૂલ નાંખતી, ગુણસુંદરને આશ્ચર્ય થાય છે...
એક દિવસ રોજના સમયે ગુણસુંદર ત્યાંથી નીકળે ત્યારે તે ઝરૂખા પાસે ઊભી હતી. જે ગુણસુંદર ત્યાંથી નીકળે કે તરત જ રત્નસુંદરીએ ઉપરથી બરાબર કુમારના માથા પર ગુલાબનું ફૂલ નાખ્યું. ગમે તે વસ્તુ માથા પર પડે એટલે સ્વાભાવિક દષ્ટિ ઊંચે જાય. ગુણસુંદરના માથા પર ફૂલ પડયું એટલે એણે ઊંચે જોયું તો રત્નસુંદરીને જોઈ. તેના મનમાં થયું કે સ્ત્રીઓ આવું જ કરતી હોય છે અને ભલભલા પુરૂષોને ફસાવી દે છે. તેણે તે તે તરફ ધ્યાન ન આપ્યું. તરત જ ત્યાંથી નીચી દૃષ્ટિથી ચાલ્યા ગયે. પણ મનમાં વિચારવા લાગે કે તે છોકરીએ ફૂલ શા માટે નાંખ્યું હશે! બીજે દિવસે પણ એ રીતે રત્નસુંદરીએ ગુલાબનું ફૂલ નાખ્યું પણ ગુણસુંદરે ઊંચે જોયું નહિ. આ રીતે લાગલગાટ સાત દિવસ સુધી ગુલાબનું ફૂલ નાંખ્યું પણ ગુણસુંદરે તે જોયું ન જોયું કર્યું. રત્નસુંદરી વિચારવા લાગી કે આ જબરે લાગે છે. સાત સાત દિવસ તેના પર ફૂલ નાંખ્યું છતાં સામું જોતો નથી.
પથરાયેલા પ્રશંસાના પુઃ આઠમે દિવસે રત્નસુંદરીએ બીજો કિમિ શોધ્યો. તેને સંબંધ કરે છે એટલે તેના બાપુજીને કહે છે! આપણું સામેના બંગલામાં બહું હેશિયાર વેપારી લાગે છે? બેટા! તું ગુણસુંદરની વાત પૂછે છે? હા, પિતાજી. બેટા! તેની તે શી વાત કરું ! ઉંમરમાં નાનો છે પણ તેની હેશિયારીથી આખા માણેકચોકમાં તેને પહેલે નંબર આવે છે. આપણું ગામમાં મોટો વેપારી પુરંદર શેઠ છે. તેના કરતાં ગુણસુંદરની દુકાને ઘરાકની ભીડ વધુ જામે છે. શું તેની વેપાર કરવાની બુદ્ધિ અને કળા છે! આખા માણેકચોકમાં નહિ પણ સારા ગોપાલપુરમાં તેની પ્રશંસાના પુછપ પથરાઈ રહ્યા છે. પિતાજી! જે તે આટલે બધે હોંશિયાર છે તે આપ તેમને આપણા ઘેર જમવાનું આમંત્રણ આપે ને ! છોકરી કયા ભાવથી કહે છે તે રત્નસાર શેઠને ખબર નથી.
રત્નસાર શેઠ કહે બેટા ! તને આ વિચાર સારે સૂઝ. આ વિચાર તને કેમ આવે ? પિતાજી ! તે ખૂબ હેશિયાર વેપારી છે. વળી તે પરદેશી છે તે આપણે વેપારી તરીકે આપણું ઘેર બોલાવો જોઈએ. દીકરી! તારી વાત સાચી છે. તેની સાથે સંબંધ બાંધવામાં લાભ છે. તે આપણે ત્યાં જમવા આવે તે આપણે તેની નજીકમાં જઈએ. તેની સાથે સંબંધ વધે. પ્રેમ વધે, ભલે. આપણે તેને જમવાનું આમંત્રણ આપીશું પિતાએ હા પાડી તેથી રત્નસુંદરીને ખૂબ આનંદ થયે. હવે રત્નસાર શેઠ ગુણસુંદરને જમવાનું આમંત્રણ આપવા જશે ને શું બનશે તે ભાવ અવસરે.