________________
શારદા શિરમણિ ]
| [ ૬૭ પણ ધર્મને યોગ દીપતી નથી. આપણા પ્રભુએ જન કલ્યાણ માટે દાન, શીલ, તપ અને ભાવ એ ચાર પ્રકારને ધર્મ બતાવ્યો છે. દાન ધનાદિના ઉપયોગથી સાધ્ય છે. તપ શરીરથી સાધ્ય છે. શીલ ઇન્દ્રિયોના સંયમથી સાધ્ય છે અને ભાવ એ મનના વશીકરણથી સાધ્ય છે. જગતમાં જે વિટંબણાઓ છે તે ઇદ્રિની સ્વચ્છંદતાનું પરિણામ છે. સામાન્ય અર્થમાં શીલ એટલે બ્રહ્મચર્ય, પરસ્ત્રી ત્યાગ અને સ્વસ્ત્રી સંતોષ છે. વિશાળ અર્થમાં એક પણ ઇન્દ્રિયને અસંયમ તે અશીલ છે અને ઇન્દ્રિયોને સંયમ તે શીલ છે.
આત્માએ આત્માના સ્વભાવમાં રમવું તેનું નામ શીલ. જેને પોતાના સ્વભાવમાં આવવાનું મન થાય તેને પાંચે ઈન્દ્રિયોના વિષય પ્રત્યે તિરસ્કાર છૂટે. વિષયે સંસારમાં રખડાવનાર છે તેમ તેને લાગે. વિષયોને રસ બેઠો છે ત્યાં કષાયોને જુલમ ચાલે છે. મિથુન સંજ્ઞા. વિષયનો રસ ચાર ગતિમાં છે. જીવ નરકગતિમાં ગમે ત્યાં સ્ત્રી વેદ કે પુરૂષ વેદ નથી. માત્ર નપુંસક વેદ છે. બધા નારકી નપુંસક હોય છે છતાં તેમને કામની આગ લાગેલી છે. દેવગતિમાં ગયો ત્યાં અમુક દેવલાક સુધી કામવાસના છે. તિર્યંચ ગતિમાં પણું મિથુન સંજ્ઞા છે અને મનુષ્યભવમાં પણ છે. અનંત પુદ્ગલ પરાવર્તન કાળથી જીવ ભેગને ભિખારી બની ભટક્યું છે. હવે સ્વદારા સંતોષીએ એટલા વ્રતમાં આવો તે જે પાપનો પ્રવાહ આવી રહ્યો છે તે રોકાઈ જશે. આ જન્મ પામીને એટલે તે નિર્ણય કરો કે હું સંપૂર્ણ વ્રત લઈ શકું તેમ નથી તો મરતા પહેલાં તેના પગથીયે તો ચઢતા જાઉં. કામશત્રુને દબાવતો જાઉં. તેના પર વિજય મેળવતો જાઉં. આ જીવે સાંભળ્યું છે તે ઘણું છતાં વ્રત ગ્રહણ કેમ કરી શકતા નથી?
આત્મશાંતિ માટે ફકીરે બતાવેલ ઇલાજ : એક જિજ્ઞાસુ માણસે ફકીરને કહ્યું-ફકીરજી ! હું આ દુનિયામાં બહુ ફર્યો, બહ રખડે છતાં મને શાંતિ મળતી નથી. આપ મને આત્મશાંતિનો સંદેશે સમજાવી શકશો? મારે આપની પાસે એ વાત સમજવી છે. યુવકના મુખ સામે જોતાં ફકીરને લાગ્યું કે આ ભાઈ ખૂબ જિજ્ઞાસુ છે. એટલે કહ્યું-ભાઈ ! જે તારે આત્મશાંતિને સંદેશે જાણ છે તો આજે સાંજે આ ગામના પાદરમાં કૂવો છે ત્યાં આવજે. ભલે, ફકીરના કહ્યા પ્રમાણે તે ટાઈમસર કૂવા કાંઠે પહોંચી ગયે. ફકીર પણ ત્યાં આવી ગયા હતા. તે બે સિવાય કુવા પર કેઈ ન હતું. ફકીરે એક ડોલને દોરડું બાંધી કુવામાં ઉતારી પછી જિજ્ઞાસુને કહે-અહીં આવ. તું કૂવામાં જે, ડોલ પાણીથી ભરાઈ ગઈ લાગે છે ? હા, ગુરૂદેવ ! તું હવે એ ડોલને ઉપર ખેંચી લે. ડોલ ઉપર આવી ત્યારે તેમાં ટીપું ય પાછું ન હતું, પછી ફરી વાર ડેલ કૂવામાં નંખાવી. નાંખે ત્યારે ભરેલી લાગે પણ ઉપર પાછી ખેંચે એટલે ટીપું ય પાણી ન હોય. ૨૦ થી ૨૫ વાર ફકીરે આ રીતે કરાવ્યું એટલે જિજ્ઞાસુ અકળાઈ ગયો. તેના મનમાં થયું કે પ૦૦ વાર આ ડોલને કૂવામાં નાંખશે તો ય પાણીથી ભરાવાની નથી છતાં આ ફકીર કોણ જાણે આ દ્વારા મને શું સમજાવવા માંગે છે ?