________________
શારદા શિરમણિ ] એ પાંચ મહિના માટે ત્યાં રહ્યો હતો કે નહિ? શેરખાં કહે હું મારા કુરાનના સોગંદ ખાઈને કહું છું કે એનું મુખ પણ મેં જોયું નથી, ત્યારે સોનાએ સાચી ક્ષત્રિયાણી બનીને કહ્યું-મહારાજા ! એને પૂછે કે આ વાત સાચી છે ને ! એણે ચોરી કરી નથી ને ? તો મહારાજા ! એ કહે છે કે મેં મુખ જોયું નથી તે પછી પાંચ મહિના રહને અમનચમન કર્યા તો તે વાત કેવી રીતે સાચી મનાય ? માટે તેની વાત સાવ ખોટી છે. સેનાએ બધી વાત સત્ય કહી દીધી. મારે ભરસભામાં નૃત્ય કરવું પડયું તે મારા પતિ ચાંપરાજ હાડાનું શિર બચાવવા માટે. જે આમ ન કર્યું હોત તો જગતને અને પતિને સતી પર વિશ્વાસ ઉઠી જાત. મારા પતિનું મૃત્યુ થાત તે હું તેમની પાછળ મારા પ્રાણ તજી દેત તેની મને ચિંતા ન હતી પણ ચિંતા હતી મારા સતીત્વની.
રાજા કહે-શેરખાં ! બોલ હવે જે હોય તે સત્ય બોલી જા. તેને ખૂબ માર પડવા લાગે એટલે બધી સત્ય વાત કહી દીધી. બધા એને ફિટકાર આપવા લાગ્યા અને ધિક્કાર વરસાવા લાગ્યા. દિલહીના દરબારમાં હાડાને બદલે તેનું માથું ઉડી ગયું. બધા સતીને ધન્યવાદ આપવા લાગ્યા. ધન્ય છે ધન્ય છે સતી સેના રાણીને ! તેનો જયકાર થયો. આવી સતીઓ સમય આવે પ્રાણ દઈ દે પણ શીલમાં જરાય આંચ આવવા દેતી નથી. ચોથું વ્રત છે સ્વદારા સંતોષીએ. પતિએ પિતાની સ્ત્રીમાં સંતોષ માન અને સતીએ પિતાના પુરૂષમાં સંતોષ માન. આ વ્રતમાં આગળ હજુ ભગવાન શું સમજાવશે તે ભાવ અવસરે. દ્વિ. શ્રાવણ વદ અમાસને શનિવાર : વ્યાખ્યાન નં. ૭૦ : તા. ૧૪-૮-૮૫
ત્રિલોકીનાથ વિતરાગ પ્રભુની શાશ્વતી વાણી તેનું નામ સિદ્ધાંત. આગમની વાણીના નાદે જ્ઞાની પુરૂ અનાદિકાળથી અજ્ઞાનમાં આથડતા જેને સાદ કરે છે કે હે જી ! હવે જાગે. સંસારના રસીક બનીને વિનશ્વર આનંદ ઘણો મેળ પણ સ્વાનુભૂતિને આનંદ હજુ મેળવ્યું નથી. બહારના આનંદથી તારા ભવની ભૂખ ભાંગશે નહિ. જે તારે શાશ્વત સંપત્તિ અને આનંદ જોઈતા હોય તે જ્ઞાની પુરૂષે જે પુરૂષાર્થ આદરી અંતરમાં રહેલા મિથ્યાત્વ અને અજ્ઞાનના અંધારા ઉલેચીને સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાનના દીપક પ્રગટાવ. વિભાવથી પાછા વળ. સ્વરૂપમાં સ્થિર થા અને સત સ્વરૂપને પામી જા. તારા અંતરમાં અનાદિકાળથી વાસનાના જે કુસંસ્કાર પડેલા છે તેને અંતર દષ્ટિથી અવલોકન કરીને દૂર કર પણ દઢ ન કર.
અનાદિકાળની કર્મની કાલિમાને દૂર કરવાનું સાધન હેય તે તે માનવભવ છે. આત્મા ઉપર બે ચાર ભવના નહિ પણ ભવમાં બાંધેલા કર્મોના થર જામ્યા છે તે અહીં સાફ થશે. બીજા ભવમાં આ મેલ દૂર કરવાનું પાણી નથી. આ માનવભવમાં સમતાની શીલા ઉપર સમજણને સાબુ લઈ વીતરાગ વાણુના પાણી વડે આત્મા રૂપી કપડા ઉપર લાગેલા ડાઘને દેઈ નાંખો. અનાદિની દુઃખ પરંપરા ટાળવા માટે મળેલી