________________
૬૪૬]
[ શારદા શિરમણિ અમૂલ્ય ઘડી પળને વધાવી લે અને સ્વાનુભૂતિને આનંદ મેળવો. આ સંસારને તરવા માટે જે કઈ માર્ગ હોય તે સમ્યગદર્શન, જ્ઞાન, ચારિત્ર છે. અનંત પુણ્યોદયે જીવ માનવભવ રૂપી રત્નાદ્વીપમાં આવે છે. આ રત્નદ્વીપમાં આવીને રત્નત્રયીનું શાશ્વત ધન ભેગું કરી લેવાનું છે. જેને રત્નત્રયીનું શાશ્વત ધન મળ્યું તેનું દ્રવ્ય અને ભાવ દરિદ્ર ગયું સમજી લે. રત્નત્રયી એ અમૂલ્ય અને અપૂર્વ ચિંતામણી છે.
દેવાનુપ્રિયે ! તમે કયું ધન મેળવવા રાત દિવસ ધમાલ કરી રહ્યા છે ? શાશ્વત કે નાશવંત ? શાશ્વત ધન મેળવશે તે શાશ્વત સુખ મળશે અને નાશવંત ધન મેળવશો તો નાશવંત સુખ મળશે. તમારે કયું ધન મેળવવું છે તે વિચાર કરજો. અનાદિકાળથી અર્થ-કામની વૃત્તિઓએ આત્મા ઉપર અડ્ડો જમાવ્યા છે. તેને જિનવાણના શ્રવણથી દૂર કરી આત્માને પર ઘરમાંથી સ્વઘરમાં લાવવાનું છે. મેહના ઘરમાંથી મહાવીરના ઘરમાં લાવવાનો છે. જે રત્નત્રયીમાં રમણતા કરે તે શીવસુંદરી સાથે સદા રમણતા કરે. તમારી પાસે ધન ન હોય તે સંસારસુખમાં અધૂરાશ દેખાય છે પણ જ્ઞાની કહે છે કે હે આત્મા ! રત્નત્રયી વિના તને જીવનમાં ભારે ઉણપ લાગવી જોઈએ. ગમે તેટલો વૈભવ હોય પણ એક રત્નત્રયી ન હોય તે સમકિતી આત્મા તેને તણખલા સમાન ગણે. રત્નત્રયી વિના સમકિતી આત્માને જીવન બેકાર લાગે. આ જીવનમાં પ્રાપ્ત કરવા જેવું કાંઈ હોય તો રત્નત્રયી છે. રત્નત્રયી આત્માને શાશ્વત શાંતિ આપે છે.
રત્નત્રયી પ્રાપ્ત કરવાની લગની લાગી છે એવા આનંદ શ્રાવકે શું વ્રત સ્વદાર સંતે પીએ તે અંગીકાર કર્યું. એટલે તેમની પત્ની શિવાનંદા તે સ્વદારા, તે સિવાયની બધી બેને માતા અને બેન સમાન. ચોથું વ્રત ફક્ત એક કરણ અને એક મેગથી પાળવાનું હોય છે એટલે કે પરસ્ત્રી સાથે સોયરાના ન્યાયથી કાયાથી મૈથુન સેવવું નહિ એટલી બધી આ વ્રતમાં હોય છે. ચાર ગતિમાં મૈથુન સંજ્ઞા મનુષ્ય ગતિમાં વધારે હોય છે. મૈથુન સેવન કરતાં અસંખ્યાતા સમુચ્છિમ મનુષ્યની અને ઉત્કૃષ્ટ નવ લાખ સંજ્ઞી ગર્ભજ મનુષ્યની હિંસા થાય છે, તેથી ઘણાં કર્મો બંધાય છે, માટે વ્રતમાં આવવાની જરૂર છે. આ વ્રતમાં મુખ્ય બે વાત સમજવાની છે. જીવનભર પરસ્ત્રીનો સંપૂર્ણ ત્યાગ કરે અને પોતાની પત્નીમાં સંતોષ માનવે. તેમાં પણ બને તેટલું બ્રહ્મચર્ય પાળવું. જેટલું બ્રહ્મચર્ય પાળશો તેટલે આત્મા ઊંચે આવશે. કદાચ શરીર પાતળું હોય પણ જે જીવનમાં બ્રહ્મચર્ય હશે તે તેની શક્તિ ખૂબ વધશે અને કદાચ શરીર જાડું હોય પણ જે બ્રહ્મચર્ય નથી તો તેની તાકાત ખલાસ થઈ જાય છે. બ્રહ્મચર્યને પ્રભાવ અલૌકિક છે
देव दानव गंधव्वा, जक्ख रक्खस किण्णरा ।
વંમવાર નમંતિ તુવર ને રતિ | ઉ.અ.૧૬.ગા.૧૬ બ્રહ્મચર્ય વ્રત પાળે છે તેમને દેવ, દાનવ, ગાર્ધવ, યક્ષ, રાક્ષસ, કિન્નર બધા દે નમસ્કાર કરે છે. શીલ એ ધર્મને સાચે શણગાર છે. શીલની સાધના વિના કઈ