________________
શારદા શિરોમણિ ]
[ ૬૪૩ રહ્યો, તેની સાથે અમનચમન કર્યા ને ખૂબ જલસા ઉડાવ્યા. અરે, સોનારાણી તો મને છેડતી નહોતી. તે તે મારી પાછળ ગાંડી બની હતી. હવે મારો હાડ જોઈતો નથી. બાદશાહ કહે-હું તારી વાત માનવા તૈયાર નથી. તારી વાતની સાબિતી શી ? જુઓ, હું તેની પાસેથી તલવાર અને રૂમાલ બે વસ્તુઓ લાવ્યો છું. હાડો ક્ષોભ પામી ગયે. વસ્તુ પિતાની હતી એટલે ખોટું બોલાય એમ હતું નહિ. પિતાનું શિર જાય તો વધે ન હતો પણ સતીનું શીલ અને પિતાનું વચન મૃત્યુ કરતાં વધારે મહત્વના હતા.
મિત્ર માટે પ્રાણ આપવાની તૈયારી કે આ સમયે હાડાને મિત્ર ત્યાં બેઠો હતો. તેને સેનાના શીલ પર અખૂટ વિશ્વાસ હતો. તેને થયું કે આ બાબતમાં કંઈક કાવત્રુ રચાયું હોય તેમ લાગે છે. તેણે ઊભા થઈને કહ્યું કે આ બે વસ્તુ તે ચોરીને પણ લાવી શકાય. હું કેવી રીતે વાત સાચી માનું ? શેરખા કહે, આ વાત આપને એટી લાગતી હોય તો હું હાડાને પૂછું છું કે સેનાની જમણી જાંગ પર લાલ લાખુ છે ને ? આ સાંભળતા હાડ ધ્રુજી ઉઠયે. બધાના મનમાં થયું કે હાડા શરતમાંથી પાછા પડે તેમ ન હતા, અને સેના શીલથી પાછી પડે તેમ ન હતી તે આવું બન્યું કેવી રીતે? સાબિતી સહિત વાત થઈ એટલે બાદશાહે કહ્યું-હાડા હવે તમારે પરાજય થયો છે. શરત પ્રમાણે તમારું માથું ઉડાડવામાં આવશે. હાડાએ કહ્યું –બાદશાહ ! હું માથું દેવા તૈયાર છું. માથું દેવાની મને જરાય ચિંતા નથી પણ મરતાં પહેલાં એક વાર સેનાને મળવાની ઈચ્છા છે, હું આપની પાસે ત્રણ દિવસની મુદત માગું છું. બાદશાહ કહે-તને રજા તો આપું પણ તું જઈને પાછો આવે એ શું વિશ્વાસ ! ત્યાં તેને મિત્ર બેઠો હતો તે કહે સાહેબ ! શેરખાં ગમે તેમ કહેતા હોય પણ હું કહું છું કે સોના તેના શીલથી ચલિત થઈ નથી. ગમે તે રીતે ચોરી છૂપીથી એણે લાબું જોયું છે અને તે નિશાની આપે છે તે હાડાને આપ જવા દે. એ ત્રણ દિવસમાં જરૂર આવી જશે. કદાચ નહિ આવે તો તેના બદલે હું મારું માથું આપી દઈશ. હું એને જામીન છું, આનું નામ સાચે મિત્ર. આજના મિત્રો તો પિસા ભારે તો મિત્રો ઘણા અને ખીસ્સા ખાલી તો કેઈ નહિ.
ચારિત્ર માટે હાડાનું ઉછળતું ઝનૂન : હાડાને બદલે ત્રણ દિવસ મિત્ર કેદમાં પૂરાય. હાડે તો ઉપ બુંદીકોટા તરફ. તેના મનમાં એક જ વિચાર છે કે હું પહોળો થઈને ગર્વથી બેલ્યો હતો કે સોના તો સોના છે, તેને કઈ ચલિત કરી શકે તેમ નથી. મારું આ વચન ગયું ને? હવે સોનાને બરાબર ઠપકે આપું. એમ વિચારીને હાડા સોનાને મળવા ગયે. આ બાજુ તે બિચારી સોના પતિની રાહ જોઈને બેઠી છે. હજુ મારા પતિ કેમ ન આવ્યા ? બિચારી સેનાને તો એની જીવનલીલામાં શું બની ગયું તેની ગંધ સરખી પણ આવી નથી. હાડાએ જઈને બારણું ખખડાવ્યું. સેનાએ દ્વાર ખેલ્યું તો તેના પતિને જોયા. સોના તે કાંઈ વાત જાણતી નથી. પતિને તો ગુસ્સો ખૂબ હતો એટલે ક્રોધના આવેશમાં માત્ર એટલું બે–સેના ! તને ધિક્કાર છે !