________________
૬૪ર ]
[ શારદા શિરેમણિ કરી. સોનાએ કહ્યું-આ બે ચીજો તે મારા પતિના પ્રેમનું પ્રતીક છે. તે મને ખૂબ વહાલી છે માટે તે નહિ આપું. બાકી આ ઘરમાંથી તમારે જે જોઈએ તે લઈ જાવ. આ બે ચીજો જોઈને હું પતિ મળ્યા એટલે સંતોષ માનું છું માટે એ બે વસ્તુ તે નહિ આપું.
આ સાંભળતા ફઈબા તે જાણે ગળાબૂડ દુઃખમાં હોય તે દેખાવ કરવા લાગ્યા. તેમણે કહ્યું કે મેં આ પ્રતિક પ્રેમથી માંગ્યા છે. ન આપે તે કાંઈ નહિ. સોના આ સાંભળીને ઢીલી પડી ગઈ અને બંને વસ્તુઓ આપી દીધી. ભેળી સોનાને ભેળવીને આ બે વસ્તુઓ લઈ લીધી. સેનાને છોડતી વખતે ટૅગ કરીને ખૂબ રડ્યા. સોના કહેફઈબા! મારી કાંઈ ભૂલ થઈ હોય તે ક્ષમા કરજે. ફઈબા તો આ વસ્તુઓ લઈને ઘેર ગયા. હવે તો છ મહિના પૂરા થવામાં ગણતરીના દિવસે બાકી રહ્યા હતા. શેરખાના મનમાં તે ચિંતા થતી હતી. હવે શું કરીશ? ત્યાં ફઈબા જઈ ચઢયા. શેરમાં કહે-આપના કાર્યમાં સફળતા મળી ? હા, હું જાઉં ને કામ ન થાય તે ખલાસ ! એક તે પાપના કામ છે ને ઉપરથી ફક લઈને ફરે છે. આ પાપ ભેગવવાના આવશે ત્યારે રતા રતા પૂરા નહિ થાય. ગણિકા કહે-જે હું સોનાને વહાલામાં વહાલી, તેના પતિ બહારગામ જાય ત્યારે પ્રેમના પ્રતિક રૂપે આપીને જાય છે એ બે ચીજો તલવાર અને રૂમાલ હું લઈને આવી છું અને સેનાના ગુપ્ત ચિન્હની પણ વાત કરી.
સેના રાણીને બેટી આળ ચઢાવતે શેરખાં શેરખાંના રોમેરોમમાં ઉલ્લાસ વ્યાપી ગયે. તેને તે આનંદનો પાર નથી. તે મનમાં મલકાવા લાગ્યું કે મારા સોળે પાસા સવળા પડ્યા. તેણે ગણિકાને મેં માંગ્યું ધન આપ્યું ને પોતે દિલ્હી જવા રવાના થઈ ગયે. હાડાને તે છ માસ સુધી દિલ્હીમાં રોકવામાં આવ્યું હતું. હવે છે માસમાં ત્રણ ચાર દિવસ જ બાકી રહ્યા હતા. ત્યાં શેરખાં દિલ્હી પહોંચી ગયે અને રાજદરબારમાં હાજર થયે. શેરખાં તે જાણે મોટું રાજ્ય મેળવીને આવ્યો હોય એટલે એના મુખ પર આનંદ હતે. એના મુખ પર આનંદ જોઈને બધા રાજપૂતે આશ્ચર્યમાં પડી ગયા. ચાંપરાજ હાડાને પણ ચિંતા થઈ છતાં તેને આત્મવિશ્વાસ હતો ને માનતો હતો કે કદાચ કોઈ દેવ નીચે આવે તે પણ સેનાને ચળાવી શકે નહિ. તે પ્રાણ દે પણ શીલ દે તેવી નથી.
રાજદરબાર ઠઠ ભરાય છે. શેરખાં ત્યાં હાજર છે. અકબર બાદશાહે પૂછ્યું-શેરખાં ! શું કરી આવ્યું ? સફળતા મેળવીને આ ? મહારાજા ! શું આ શેરખાં જે તે છે ! હું કેણ? શેરખાં? બધાના મનમાં વિશ્વાસ છે કે સેના તે ખરેખરી સાક્ષાત દેવી છે. સતી શિરોમણિ છે. આ શેરખાં એના માટે શું કહેશે? સોના સતીની શીલની સુગંધ ચારે બાજુ પ્રસરી રહી એટલે બધાને તેનામાં દઢ વિશ્વાસ છે. અકબરે પૂછયું ત્યારે શેરખાં ગર્વભેર કહે છે સાહેબ ? આપની શરતને બીજે શો જવાબ હોય? હું બુંદીકેટ ગયો પછી ચાંપરાજના મહેલમાં ગયે. મહેલમાં સેના સાથે લગભગ પાંચ મહિના