________________
૬૨૬ ]
[ શારદા શિરમણિ ચમચા લઈને તે ઘરની બહાર નીકળી ગયો. ડું ચાલે, ત્યાં રસ્તામાં પિલીસ મળી. પોલીસે તેને પકડી લીધે. ખેડૂતના મનમાં થયું કે બસ, હવે તે મારી જિંદગી પૂરી થઈ. બંધુઓ ! બબે વાર પકડાયો છતાં ચોરી કરવાનું મન થયું. એ જીવની કેટલી અધમ દશા ! કરેલા કર્મો તે ભગવ્યા વિના છૂટકારો નથી.
ખેડૂતને ભયથી મુક્ત કરાવતે પાદરી સવાર થતાં પિલીસે ચમચા પર પાદરીનું નામ વાંચ્યું. તેણે પાદરીને કહેવડાવ્યું કે તમે અહીં આવે. તમારા ઘરમાંથી ચોરી કરનાર ચોર પકડાય છે. પાદરી આવ્યું. તેણે શું કહ્યું સાંભળજે. ભાઈ ! મેં તને કાલે ૧૨ ચમચા અને ૧૨ વાડકા બક્ષીસ કર્યા હતા. તે ૧૨ ચમચા લાવ્યો ને ૧૨ વાડકા ભૂલી ગય લાગે છે. તું મારે મહેમાન બન્યો છે એટલે મેં તને ભેટ આપ્યા છે. આવી વાત થઈ એટલે પિલીસે તેને છોડી મૂક્યો. પાદરી તેને ઘેર લઈ ગયે. ચોર તેના ચરણમાં પડીને ખૂબ રડે. ભાઈ ! તું ચેરી શા માટે કરે છે? એક પેટ માટે આટલા પાપ કરે છે ને? હવે તું નકકી કર કે આજથી મારે ચેરી કરવી નહિ. ચોર કહે આપે તે મને મૃત્યુના મુખમાંથી બચાવે છે. હવે આપ જેમ કહેશે તેમ કરીશ. તું આજથી ચોરી છોડી દે. તારે જેટલા માટે આ પાપ કરવા પડે છે. હું તને કેઈ સવસ અપાવી દઉં. ભલે, આજથી ચોરી કરવાના પચ્ચકખાણ કરું છું. ચોરી કરનાર આ લેકમાં પકડાઈ જાય તે દુઃખ પામે છે અને પરલેકમાં પણ દુઃખી થાય છે માટે ભગવાન કહે છે કે તમે આ ચાર બેલ છે. ચોથે બોલ છે “પડી વસ્તુ ધણિયાતી જાણી” પડેલી વસ્તુને માલિક થઈ જાય. ઘણી વાર વસ્તુને માલિક આ છે એમ જાણવા છતાં વસ્તુ રાખી મૂકે દોષ. આ ચાર પ્રકારની ચોરી વ્રતધારી શ્રાવકથી થાય નહિ. કરે તે તેના વ્રતમાં દોષ લાગે છે. આનંદ શ્રાવક તે વ્રત લઈને એકાવતારી બની ગયા. તેમના અધિકારથી હવે આપને આનંદ બનવાનું છે. હવે આનંદ ભગવાન પાસે ચોથું વ્રત કેવી રીતે આદરશે તેના ભાવ અવસરે.
ચરિત્ર : ગુણસુંદરના પુણ્યને પ્રભાવ : ગુણસુંદરના વિનય, વિવેક, તેની બુદ્ધિ, હોંશિયારી અને તેનું ભેટવું જોઈને રાજા ખૂબ પ્રસન્ન થયા. જેનામાં વિનયવિવેક હોય તે વેરીને પણ વશ કરી શકે છે. રાજાએ દિવાનને કહ્યું–આપણું કે ઈ મકાન ખાલી હોય તે આ ગુણસુંદર કુમારને રહેવા આપે. એ આપણા મહેમાન છે. દિવાનજી કહે મહારાજા ! માણેકચોકમાં એક મોટો બંગલો ખાલી પડે છે, તે બંગલે આપણા ગામના નગરશેઠ રત્નસુંદર શેઠની હવેલીના સામે છે. ત્યાં હમણાં કોઈ રહેતું નથી. રાજા કહે-આપ મહેમાનને તે બંગલે બતાવે. જે તેમને ગમે તે રહેવા માટે આપો. ગુણસુંદરના પુણ્યને ઉદય કેટલે કહેવાય ? રાજા સામેથી વગર ભાડે પોતાને મોટો બંગલે આપવા તૈયાર થયા.
રત્નસુંદર શેઠની સામે બંગલામાં ઉતારે ગુણસુંદર કહે-મહારાજા ! ભલે અમે બપોરે જોઈ આવશું. આપ રેજ રાજસભામાં આવજો. આપના જેવા બુદ્ધિશાળી,