________________
૬૨૪ ]
[ શારદા શિરેમણિ રૂદન જોઈ ન શકે તેથી તેને આપણે ખાતરખણી આદિ જે ચાર બેલ સમજ્યા તે સેવવાનો વિચાર થયે. બજારમાં જઈને કંઈક શોધી આવું. એમ વિચાર કરી બજારમાં ગયે. ત્યાં કોઈની દુકાન જોઈ. તેની દુકાનમાં પેંડા. બરફી બધે તાજો માલ પડયો હત પણ લે કેવી રીતે? રાત્રે કંઈ દુકાન બંધ કરશે ત્યારે હું આવીને લઈ જઈશ. રાત્રે ૧૧ વાગે ગયે કંદોઈની દુકાને, તાળું ખોલ્યું અને દુકાનમાંથી ત્રણ કિલો મિઠાઈ લીધી અને તે સાફામાં બાંધી દીધી. મનમાં આનંદ માને છે કે આજે મારા ભાણેજે પેટ ભરીને જમશે; પણ કર્મરાજા કયાં કોઈને જમવા દે તેમ છે. તે દુકાનમાંથી બહાર નીકળે ત્યાં એક પિોલીસ તેને ભટકાઈ ગયે અને તેને પકડી લીધે. ખેડૂત તેના પગમાં પડીને ખૂબ કરગર્યો. ભાઈ! મારી વાત તે સાંભળ. મેં આ ચેરી શા માટે કરી છે! પણ તેની વાત કોણ સાંભળે? પાસે મૂડી હોત તે લાંચ આપીને છૂટી જાત પણ તેની પાસે તો એક રેકડી પણ નથી તેથી તેને ગુનેગાર ઠરાવીને માર માર્યો ને ત્રણ વર્ષની જેલ આપી.
સામાન્ય ચેરીમાં પણ આવી દશા થઈ. બેન અને ભાણીયા ઘેર રહ્યા ને ભાઈ જેલમાં પૂરા. જેલમાં તેને મજૂરી ખૂબ કરવાની, ને જ દશ કીલે અનાજ દળવાનું, ખેતરમાં ખેતી કરવાની. આવા દુઃખો વેઠવાના. આવા દુઃખો વેઠતા બે વર્ષ વીતી ગયા. એક વર્ષ બાકી રહ્યું. તે દુઃખથી ખૂબ અકળાઈ ગયે; તેથી રાત્રે ૧૨ વાગે જાળી તેડીને બહાર નીકળી ગયો. છૂટીને ભાગવા જાય છે ત્યાં પોલીસે પકડશે. જાળી તોડીને નીકળે એટલે ડબલ ગુને ગણાય. બીજી ત્રણ વર્ષની જેલ આપી. એની ઉંમર તે હજુ ૨૮ વર્ષની હતી પણ વધુ પડતી મજૂરીના કારણે તેનું શરીર કૃશ થઈ ગયું એટલે ૫૦ વર્ષની ઉંમર જેટલે લાગતું હતું. સમય પસાર થતાં છ વર્ષ પૂરા થયા ત્યારે તેના કપાળમાં ડામ દીધા. આ ડામ જેઈને સૌ જાણી જાય કે આ રી ચેર છે એટલે કઈ તેને રહેવા ન દે. છ વર્ષમાં તે દુઃખના કારણે શરીર હાડપિંજર જેવું બની ગયું. આંખો સાવ પીળી થઈ ગઈ. દુઃખી દુઃખી થઈ ગયો.
મામાં આવતા પહેલા બેન અને ભાણેજોએ લીધેલી કાયમી વિદાયઃ ખેડૂત જે જેલમાંથી છૂટ કે સીધે ઘર બાજુ આવ્યો. મારી બેન અને ભાણેજો શું કરતા હશે? મનમાં એટલો વિચાર પણ નથી આવતો કે ભાણેજોના પાપે મને જેલ મળી. તે સીધે તેના ઘેર આવ્યા. ઘરમાં કેઈ દેખાતું નથી. આડોશી પાડોશીને પૂછે છે મારી બેન અને ભાણેજે કયાં ગયા? પાડોશી કહે ભાઈ? તમે જેલમાં ગયા અને પાછળ તે બધા ભૂખ્યા-તરસ્યા ચરનિદ્રામાં પોઢી ગયા. આ સાંભળીને તેને ખૂબ આઘાત લાગ્યો. બેન ગઈ, ભાણેજે ગયા હવે હું એકલે રહ્યો! તેના કપાળમાં ડામ દીધા એટલે બધાને ખબર પડે કે આ મોટો ચોર છે એટલે તે ક્યાં જાય છે ત્યાં કોઈ ઘાટી તરીકે પણ કરી રાખતું નથી. બટકું રોટલે પણ આપતું નથી. ગામમાં ચારે બાજુ ભટકે છે. જ્યાં જાય ત્યાં તિરસ્કાર સિવાય વાત નહિ. તે મનમાં વિચાર કરે છે કે હું આપઘાત કરીને મરી જાઉં, કમે કેવા ખેલ કરાવ્યા !