________________
શારદા શિરેમણિ ]
| [ ૬૨૫ ખેડૂત બિચારો ચારે બાજુ ફરે છે ત્યાં તેને એક દયાળુ માણસને ભેટો થઈ ગયે. તેનું દિલ દયાથી છલકતું હતું. તેણે કહ્યું- આ ગામથી થોડે દૂર એક પાદરી છે. તે ખૂબ દયાળુ છે, તેને ઘેર જા. તે પોતે જે બંગલામાં રહેતો હતો તે દાનમાં દઈ દીધે છે. એક વાર તે હોસ્પિટલમાં ગયો. બધા દરદીઓની ખબર પૂછી. તેમણે જોયું કે જગ્યા નાની છે અને દરદીઓ ઝાઝા છે તેથી કેટલા ગીગીચ રાખવા પડે છે. અતિ ગીચોગીચ રાખવાથી રવછતા જેવી જોઈએ તેવી રહી શકતી નથી. આ રીતે રહેવાથી દરદીને કેવી રીતે સુધારો થાય ? મારે બંગલે ઘણો મોટો છે. આપને હું બંગલે આપી દઉં છું. આપ હોસ્પિટલને ત્યાં બદલી નાંખે. અમારે એટલા મોટા મકાનની જરૂર નથી. પાદરીની ભાવના કેટલી વિશાળ કહેવાય! પાદરીએ પિતાને બંગલે હોસ્પિટલને આપી દીધું. બંગલાના સ્થાને મોટી હોસ્પિટલ થઈ ગઈ અને તેઓ દવાખાનાની જગ્યામાં રહેવા લાગ્યા. તે પાદરી આવા દયાળુ છે, તે તેમની પાસે જા.
પાદરીની માનવતા: આ ખેડૂત તે ગયો પાદરીની પાસે. દરવાજે દ્વારપાળ ઊભો હતે. તેણે કહ્યું- મારે પાદરીને મળવું છે. પાદરી સાહેબ ખૂબ દયાવંત છે એ સાંભળીને હું તેમની પાસે મદદ લેવા આવ્યો છું. ચોકીયાતની નજર ખેડૂતના કપાળે દીધેલા ડામ પર પડી. તે સમજી ગયા કે આ કેઈ મોટો શેર છે. તેણે અંદર જઈને કહ્યું- સાહેબ! એક મોટો ગુનેગાર માણસ આપને મળવા માટે આવ્યો છે તો તેને અંદર આવવા દઈએ. પાદરી કહે- દરેકને માટે મારા બારણાં સદા ખુલ્લા છે. ખેડૂત અંદર ગ, પાદરી પણ સમજી ગયા કે આ ચાર છે. પાદરીએ કહ્યું- ભાઈ ! તું બહુ ભૂખે લાગે છે? હા. હું તો કેટલાય દિવસનો ભૂખ્યો છું. હું તને જમવા આપું છું, તે પહેલા તું સ્નાન કરીને કપડા બદલી લે. પાદરીના મુખેથી આજે ‘ભાઈ’ શબ્દ સાંભળતા જાણે તેને ઘણું મળી ગયું. અત્યાર સુધી તો બધેથી તેને તિરસકાર ને તિરસ્કાર મળતો હતો. આજે આદરમાન મળ્યા. ખેડૂતે નાહીને કપડાં બદલ્યા પછી તેને પ્રેમથી, પેટ ભરીને જમાડે. પાદરીના મનમાં થયું કે તેને પૂછું કે તું ચોરી શા માટે કરે છે? ખેડૂતને તો આજે કેટલાય દિવસે પેટ ભરીને જમવાનું મળ્યું એટલે જમ્યા પછી શાંતિથી તે સૂઈ ગયે. સાંજ પડી છતાં જાગે નહિ. પાદરીના મનમાં થયું કે ભલે સૂતો. હું કાલે તેને બધી વાત પૂછીશ.
બપોરને સૂતેલે ખેડૂત રાત્રે ૧૨ વાગે જાગે. તેના મનમાં થયું કે આ પાદરી આજે તે મને ખવડાવે છે પણ કાલે ખવડાવશે કે નહિ? કદાચ કાલે ન ખવડાવે તો પછી મારું શું થશે ? તેને ચોરી કરવાની વૃત્તિ થઈ. પાદરીના જમવાના ટેબલ પર ચાંદીના ૧૨ ચમચા પડયા રહેતા હતા. ખેડૂતે તે ૧૨ ચમચા લઈ લીધા. ચમચા લેવા જતાં એક ચમચા હાથમાંથી પડી ગયે એટલે અવાજ થયો. તેના મનમાં ભય લાગે કે અવાજથી જે કઈ જાગી જશે તે મારું આવી બનશે પણ કોઈ જાગ્યું નહિ એટલે ४०