________________
શારદા શિરેમણિ ]
[ ૬ ૩૯ दिवा पश्यति नो लूकः, काको नक्तं न पइति ।
अपूर्वः कोऽपि कामान्धो, दिवा नक्तं न पश्यति ॥ ઘુવડ દિવસે જોઈ શકતું નથી. કાગડે રાત્રે જોઈ શકતો નથી પણ કામાંધ પુરૂષ તે ઘુવડ અને કાગડાથી પણ ઉતરત છે. તે તે રાત્રે અને દિવસે બંને સમયે અંધ છે. આ કામને ઉત્તેજિત કરનાર સ્વાદિષ્ટ માદક ખોરાક અને બેકાર જીવન. આવા જીવોને આ ચોથું વ્રત પાળવું ઘણું કઠીન છે.
જ્ઞાની તે કહે છે કે સૌથી ઉત્તમ આત્મા તે છે કે જેણે જીવનભર નવ કેટીએ સર્વથા અબ્રહ્મના પચ્ચકખાણ કર્યા છે એવા વીતરાગી સંતે. વેપારી સારો ગ્રાહક આવે તે ઊંચામાં ઊંચી કેટીનો માલ બતાવે. તેમાં નફે વધારે થાય. ૮૪ લાખ છવાયોનિમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ગ્રાહક માનવ છે તેને અમે ઊંચી કેટીને માલ બતાવીએ ને? આગમમાં તમને શ્રમણોપાસક કહ્યા છે એટલે શ્રમણની બાજુમાં વસનારા-તમારું ગુણસ્થાન પાંચમું છે અને અમારું છઠ્ઠ ગુણસ્થાનક છે. તમે અમારાથી એક પગથિયે ઉતરતા છે. તીર્થકર, ચકવતી જેવા શૂરવીર અને ધીરપુરૂષ પાંચમું ગુણસ્થાન સ્પર્શતા નથી અને સાતમે છઠે ગુણસ્થાનકે જાય છે. પ્રભુ મહાવીરનો તો એ જ ઉપદેશ છે કે સર્વથા બ્રહ્મચર્ય પાળ પણ સંપૂર્ણ બ્રહ્મચર્ય પાળી શકે તેવા મનુષે બહુ ઓછા હોય. સર્વથા બ્રહ્મચર્ય પાળવું એ સહેલ વાત નથી. શ્રાવક શ્રાવિકાએ ભાવના તો સંપૂર્ણ બ્રહ્મચર્ય પાળવાની રાખવી જોઈ એ પણ સંગ અનુસાર સર્વથા ન પાળી શકે તો સ્વદારા સંતેષીએ એવું વ્રત તો લે. આ વ્રતમાં કઈ છૂટ કે બારી નથી, પછી તેની સામે રૂપરૂપના અંબાર જેવી નવયૌવના આવી જાય, કદાચ ઈન્દ્રાણી આવી જાય તો ધીર–વીરપુરૂષે કાયા કુરબાન કરે પણ શીલને આંચ આવવા દે નહિ. પ્રાચીન યુગની મહાન, શીલવાન નારીઓને જીવંત વારસો આપણને મળે છે. શીલવ્રતનું પાલન આત્માની ઉન્નતિ કરે છે. શીલા એ શ્રેષ્ઠ કેટીનું અલંકાર છે. આપણા દેશમાં અનેક મહાસતીઓ થઈ છે. તે મહાસતીઓએ શીલધર્મની અખંડ આરાધના કરી. આપત્તિ કાળમાં શીલને છોડયું નથી પણ પ્રાણ છેડડ્યા છે તેથી આજે પણ જગતમાં તે મહાસતીઓને યશપડતું વાગી રહ્યો છે.
એક વાર અકબર બાદશાહ રાજદરબાર ભરીને બેઠા હતા ત્યારે અકબરે કહ્યું – જન ઇતિહાસમાં અનેક મહાસતીઓની વાત આવે છે તેમજ હિન્દુ ધર્મમાં પણ ઘણી સતીઓની વાત આવે તો આજે એવી સતીઓ હશે ખરી? આ સાંભળીને ઘણાના મનમાં થયું કે અમારે ઘેર પત્ની સતી જેવી છે. તે પતિ માટે જાન દઈ દે પણ પરપુરૂષ સામે દૃષ્ટિ પણ ન કરે, પણ જે રાજાની પાસે બેલીએ તે રાજા ધમધમાટી બોલાવી દે; તેથી બધા મૌન રહ્યા. સતીઓ છે તે સતીઓ રહેવાની છે પણ રાજા પાસે સરપાવ લેવાની જરૂર નથી. તે વખતે બુંદીકેટને રાજા ચાંપરાજા હાડા ગૌરવભેર ઊભો થયો અને વિવેકપૂર્વક બેલે. મહારાજા ! બહુરત્ના વસુંધરા છે. તે ક્યારે નિવેશ