________________
૬૩૪]
[ શારદા શિરોમણિ કમૅ રેકર્મો રે....આ ભવમાં જીવને કેવા નાચ નચાવે રે... પાપ કર્મને ઉદય થાતાં, રહે ન કેઈ સાથે,
જ્યાં જાય ત્યાં હડધૂત થાય, અપયશ પણ ફેલાયે...કર્મો રે... વિલાસને એવું કર્મ ઉદયમાં આવ્યું કે જાહોજલાલીના દિવસો પાયમાલીમાં ફેરવાઈ ગયા. લાખોપતિ ગણાતે રાખપતિ બની ગયે. ભિખારી જેવા બનેલા વિલાસને ઘરબાર છોડવાનો વખત આવ્યો. તે હવે એક નાનકડી ઝૂંપડીમાં રહેવા લાગ્યો. તેના કર્મો એટલેથી ન અટક્યા તે એના શરીરમાં ભયંકર રોગ ઉત્પન્ન થયા અને રીબાઈ રીબાઈને મર્યો, માટે પાપ કરતાં અટક–પાપથી પાછા વળો. હવે આનંદ શ્રાવકને ચોથા વ્રતનું સ્વરૂપ સમજાવશે ને શું બનશે તેના ભાવ અવસરે.
ચરિત્ર ઃ ગુણસુંદર કુમારને પુણ્યાનુબંધી પુણ્યને જોરદાર ઉદય છે તેથી સારા ગામમાં તેની યશકીતિ ફેલાઈ ગઈ. આખા ગામમાં ગલીએ ગલીએ, ચૌટે ચૌટે અને નાકે નાકે તેની ખૂબ પ્રશંસા થાય છે. આ વાત પુરંદર શેઠના કાને પહોંચી. તેમણે કહ્યું–આ ગુણસુંદર કુમારમાં એટલી હોંશિયારી કે બુદ્ધિ હશે તે જ વાતો થતી હશે ને ! દરેકનું પુણ્ય સ્વતંત્ર છે. તેના પુણ્યને જબ્બર ઉદય અને પ્રમાણિકતા, સજજનતા હશે તો જ આટલે પ્રભાવ પડે ને ! મેં તે હજુ તેને જે નથી. મારે પણ તેને મળવા જવું છે.
પુરંદર શેઠ કહે બેટા પુણ્યસાર ! એ ગુણસુંદર હજુ તારા જેટલી ઉંમરનો છે. કદાચ નાને હશે, તે તું આવતા જતાં તેના પરિચયમાં આવજે. કેઈ ગામના વેપારી આવે તો દરેક વેપારીની ફરજ છે કે આપણે તેમનું હાર્દિક સ્વાગત કરવું જોઈએ. આપણા ઘેર જમવા પણ બોલાવવા જોઈએ પણ એક વાર તેમને મળી આવીએ તે ખરા. તેમને કયારે મળવા જવું ? એકલા જવું કે સાથે જવું તે પછી તને કહીશ. ભલે તે નાનો છે પણ હેંશિયાર તે હશે જ ! તેથી તેની આટલી પ્રશંસા થાય છે. તેની પાસે જશું તે વેપારની કંઈક નવીન કળા જાણવા મળશે.
રત્નસાર શેઠ તિહાં વસે, દેખે સબ દશ્ય,
હવેલી ગુણકુમારની સામે, લેક સબ આયે જાય છે.... રત્નસાર શેઠની હવેલી ગુણસુંદરની બરાબર સામે છે એટલે એને તો કંઈ જોવા જવાનું નથી. કેટલાય લોકો ત્યાં આવે છે ને જાય છે. ગુણસુંદર તો શું છે ને શું બોલશે ! રત્નસુંદરીના કાને બધી વાતે તે આવતી હતી. તેમના મનમાં થયું કે અમારા ગામમાં કેટલાય મેટા વેપારીઓ છે, નગરશેઠ છે છતાં તેમના આટલા ગુણ ગવાતા નથી અને આ ગુણસુંદરના જ આટલા ગુણ ગવાય છે, માટે મારે તેને જેવો તે જોઈએ. તેને જોવા જવાનું મન થઈ જાય પણ જવાય કેવી રીતે ? જે ગુણસુંદરની પત્ની હોય તે મારી બેનપણી બનાવી દેત પણ આ તો એકલે છે. તેના ઘરમાં બધા