________________
૬૩૬ ]
| [ શારદા શિરોમણિ णिट्ठियट्ठा व देवा व, उत्तरीए इयं सुयं ।
મુ વ મે સમજુર જે તદા | સૂય.અ.૧૫.ગા.૧૬. સુધર્માસ્વામી જંબુસ્વામીને કહે છે કે મેં તીર્થકર ભગવાન મહાવીર સ્વામી પાસેથી સાંભળ્યું છે કે મનુષ્ય ગતિ સિવાયની બીજી કોઈ ગતિમાં મોક્ષની પ્રાપ્તિ થતી નથી. મનુષ્ય જ મનુષ્ય ભવમાં સમ્યક્ જ્ઞાન, દર્શન, ચારિત્રની ઉત્કૃષ્ટ આરાધના કરીને સર્વ કર્મોને ક્ષય કરીને મોક્ષગતિને પામે છે. કદાચ કોઈ સાધકને વધુ કર્મો બાકી હોય તે દેવગતિમાં જાય છે પછી મનુષ્યભવને પ્રાપ્ત કરીને મોક્ષને પ્રાપ્ત કરે છે. મોક્ષમાં જવા માટે મનુષ્ય ગતિ ઉપયોગી છે માટે જ્ઞાનીઓએ તેને દુર્લભ કહી છે.
ધનવાન-શ્રીમંતેને દરિદ્રતાના દુઃખાની કલ્પના આવી શકતી નથી તેમ અજ્ઞાનીને માનવભવની મહત્તા સમજાતી નથી. વસ્તુના દર્શન વગર એનું જ્ઞાન થવું ખૂબ મુશ્કેલ છે. માનવજીવનની મહત્તા જ્ઞાની માનવી સમજી શકે છે. પશુઓનું જીવન યાતનામય હોય છે પણ એની એ પીડા કોની પાસે વર્ણવી શકે ? માણસને જરા માથું દુખે કે પેટમાં દુખે તો એ પોતાનું દુઃખ બીજા પાસે લંબાણપૂર્વક કહેશે. પશુ મૂક બનીને સહન કરે છે જ્યારે માનવી બીજા પાસે ફરિયાદ કરી શકે છે. દુઃખ દૂર કરી શકે છે. માનવને આ કેરી ભેટ છે ! જીવનનું દર્શન કરવું હોય, માનવને સુખના જે સાધને મળ્યા છે તેની મહત્તા સમજવી હોય તે આપણા કરતા જે ઉતરતી કક્ષામાં છે એવા પશુઓનું જીવન જુઓ તે માનવ જીવનની વિશેષતા સમજાશે પણ આજે તો માનવી નીચે જેવાને બદલે ઊંચે દષ્ટિ રાખે છે અને મનમાં બળ્યા કરે છે. બીજાનું વધુ સુખ જોઈને તેને બળતરા થાય છે પરિણામે જીવનમાં જે સુખ મળ્યું છે એને ભૂલી જીવનને એ દુઃખનું ધામ બનાવી દે છે.
માનવીએ પિતાની જિંદગી સુખમય બનાવવી છે કે દુઃખમય, તેનો આધાર પિતાની દષ્ટિ પર રહે છે વસ્તુમાં સુખ કે દુઃખ રહેલા નથી. જે છે તે મનના ભાવમાં છે. એક વસ્તુ એના મનને સુખ આપે છે અને તે એને પ્રિય બને છે. બીજી વસ્તુ એને દુઃખ આપે છે અને તે એને અપ્રિય ગણે છે. ગઈકાલે મિત્રની કે સગાસંબંધીની જે વાત આનંદ આપતી હતી તે મિત્રની સાથે ઝઘડો થતાં આજે એની વાત સાંભળતા અંતરમાં ક્રોધની જવાળી ભભૂકી ઊઠે છે. વિચાર કરશે તે સમજાશે કે વસ્તુ બદલાતી નથી પણ માનવીના મનના ભાવ બદલાય છે. દા. ત. તમને ચા ખૂબ વહાલી છે એના વગર એક દિવસ પણ ચાલતું નથી પણ જ્યારે તાવ આવે ત્યારે એ ચા પણ ભાવતી નથી. રેડિયાના સૂર સાંભળવા ખૂબ ગમે છે પણ જ્યારે શારીરિક અશાતા હોય ત્યારે એ સૂર બેસૂર લાગે છે.
જીવનમાં સુખ-દુઃખ કયાં રહેલા છે તે વિચાર કરે. સુખ દુઃખ વસ્તુમાં નથી પણ એને માટે માનવીના મને એમાં રેડેલા ભાવમાં છે. મન જે શાંત અને પ્રફુલ્લિત