________________
૬૩૦ ]
[ શારદા શિરમણિ છે. આ રીતે જેને સમજાયું છે અને પરિગ્રહ પ્રત્યેની મૂછ ઘટી ગઈ છે તેને માટે આ વ્રત આદરવું સહેલું છે પણ જેને પરિગ્રહ પ્રત્યેની આસક્તિ છે તેને માટે ઘણું મુશ્કેલ છે.
પૈસો તમને ઉંચે ચઢાવે છે અને નીચે પણ પછાડે છે. પૈસાનું નામ છે દોલત. આ શબ્દ કેવું સરસ સમજાવે છે. દોલત એટલે બે લાત મારે. તે આવે ત્યારે લાત મારે અને જાય ત્યારે પણ લાત મારે. જ્યારે આવે ત્યારે અભિમાન, અહંકાર લાવે કે હું કંઇક છું. હું મોટો ધનવાન. જ્યાં અહં આવે ત્યાં સમજવું કે મારી પ્રગતિ અટકી. અહંકારી આત્મા આત્માને આનંદ મેળવી શકતા નથી. “અહં ઓગળે તે આનંદ મળે.” અહંના કારણે બધી રામાયણ ઊભી થતી હોય છે. અહંના કેટલા બધા રૂપ છે. હું બળવાન, હું કુળવાન, હું બુદ્ધિમાન, હું ધનવાન, હું વિદ્વાન, હું રૂપવાન. આ બધી કલ્પનાઓના જાળામાં જીવ ગૂંચવાઈ ગયું છે અને તેના જીવનમાં અશાંતિ અને અજપ રહ્યા કરે છે.
જીવનયાત્રાને શાંત અને સુખદ બનાવવા માટે ઉગ્ર તપ કરે. મેટા મેટા દાન આપ પણ હૈયાના ઉંડાણમાં “અ” ની પાર વગરની કલ્પનાઓ ભરી છે ત્યાં સુધી આત્મિક શાંતિને અણસાર પણ આવવાને નથી અને મનની પ્રસન્નતાની છાંટ સરખી ય મળવાની નથી. જ્યારે અહંની કલ્પનાઓ સાકાર બનીને આકાર લે છે ત્યારે જરૂર આનંદ થાય છે પણ એ આનંદ ક્ષણજીવી નીવડે છે, અલપકાલીન થાય છે. જ્યારે !
અહું 'ને ઠોકર વાગે છે, “અહ”પર આક્રમણ થાય છે ત્યારે આત્માને આનંદ મળે છે. આમાના ઉપવનમાં અવર્ણનીય આંતર પ્રસન્નતા પ્રગટે છે. એ આનંદ, પ્રસન્નતા મેળવવા માટે “અહ” ને ઓગાળવો પડશે. સંસારરસીક જી પૈસામાં સુખ માને છે પણ જ્ઞાની તે કહે છે કે જેટલે પૈસે વધે એટલું પાપ વધ્યું છે, દુઃખ વધ્યું છે. પૈસે મેળવવામાં પાપ. જે છેડતા સમયે મૂછ ન ગઈ તો છેડતા પાપ. ત્રીજું વ્રત પાળવું સહેલું છે અને અધરું પણ છે. જે મૂછ છૂટી ગઈ હશે તો રસ્તા પર ગમે તેવી કિંમતી ચીજ પડી હશે તો પણ તેને અડશો નહિ. પરાયું ધન ઘરમાં લાવવું એ સાપ સંઘરવા જેવું લાગશે. સાપને કેઈ ઘરમાં ન સંઘરે તેમ વ્રતધારી શ્રાવક પરાયી વસ્તુને ઘરમાં રાખે નહિ; પણ જેને પરિગ્રહ પ્રત્યેની મમતા છૂટી નથી તે પૈસા માટે કેવા અનર્થ કરી બેસે છે.
વિલાસ અને વિભાસ નામના બે મિત્રો હતા. તે બંને બાળગઠીયા હતા. બંનેને એકબીજા વગર ચાલે નહિ. સ્કુલે જાય તે સાથે ને ઘેર આવે તે સાથે. ધીમે ધીમે મોટા થયા. ઉંમરલાયક થતાં તે બંનેના લગ્ન થયા. એ બંનેની મિત્રી તાણાવાણાની જેમ વણાઈ ગયેલી હતી. મોટા થતાં બંને ધંધામાં પડી ગયા. થોડું ઘણું કમાયા પણ ગામ નાનું ને વરતી ઓછી એટલે આવા ગામડામાં વેપાર કરે તે તે કેટલું કમાય ? ગામમાં ગ્રાહકો જ ન હોય તે માલ કોને આપે? આ બધા પુણ્ય પાપના ખેલ છે. હવે આ બંને મિત્રોને પાપનો ઉદય થયો એટલે બાર મહિનાના અંતે જ્યારે સરવૈયું