________________
શારદા શિરોમણિ ]
[ ૬૩૧ માંડયું ત્યારે નફા કરતા નુકશાનનું પલ્લું વધુ નમ્યું. ધીમે ધીમે સાવ ઘસાઈ ગયા.
લાપતિની લાઈનમાં ઃ વિલાસે અને વિભાસે નિર્ણય કર્યો કે આ ગામમાં આપણો ધંધો ચાલતું નથી. અહીં આપણે દુઃખી થઈ ગયા. સાવ બેહાલ બની ગયા માટે કમાવા બીજે ગામ જઈએ. બંનેને પ્રેમ ઘણું છે. તે કદી જુદા પડે નહિ. બંને સાથે બહારગામ ગયા. એક સારા મોટા શહેરમાં ગયા. સારી નોકરીની શોધમાં ફરવા લાગ્યા. ભાગ્યદયે બંનેને સારી નોકરી મળી ગઈ. બે ત્રણ વર્ષ નોકરી કરી ધંધાનો અનુભવ લીધે. થોડા પૈસા ભેગા થયા એટલે વિચાર કર્યો કે નોકરીમાં આપણે ઉંચા નહિ આવીએ હવે આપણે આપણું ભાગ્ય અજમાવીએ. બે ત્રણ વર્ષમાં તેમણે પ્રમાણિકતાથી નોકરી કરી એટલે એમની પ્રતિષ્ઠા વધી હતી. જેમાં છાપ પણ સારી પડી હતી એટલે બંધ કરવા તેમને પૈસા આપનારા મળી ગયા. બંને મિત્રોએ ભાગીદારીમાં ધંધે શરૂ કર્યો. તેમનું ભાગ્ય જોરમાં હતું એટલે કમાણી ખૂબ થવા લાગી. થોડા સમયમાં બજારમાં તેમણે સારી નામના મેળવી. બધા લેકે તેમને શેઠ..શેઠ કહીને માન-સન્માનથી બેલાવવા લાગ્યા. બે-ત્રણ વર્ષમાં તે તે લાખોપતિની લાઈનમાં આવી ગયા. લક્ષ્મી આવવી અને જવી એ તે દરિયાની ભરતી અને ઓટ જેવું છે.
વિભાસની સંતોષવૃત્તિ ઃ વિભાસે વિલાસને કહ્યું-ભાઈ ! હવે આપણને ઘણું મળી ગયું. હવે અધિક મેળવવું નથી. આપણા ગામમાં જઈએ અને ધર્મારાધના કરીએ. અતિ પૈસો આડા રસ્તે લઈ જશે. જીવનમાં વ્યસન લાવશે. આપણે ઘેર જઈ એ તો પત્ની બાળકને આનંદ થશે. કુટુંબને સારી રીતે નિભાવી શકીએ એટલું મળી ગયું છે. બસ, હવે આપણે સંતોષ રાખીએ. ઉઘરાણું પતાવી દઈએ ને પછી આપણા ગામમાં જઈએ. જેનું નામ વિલાસ છે એને શહેરના ભોગવિલાસની સામે ગામડાનું જીવન કેવી રીતે ગમે? વિલાસે વિભાસને કહી દીધું કે આ ધીકતો ધંધે છેડીને દેશમાં જવાની મારી ઈચ્છા નથી. બિરા છોકરાઓને આપણે અહીં બોલાવી લઈશું.
વિલાસને પૈસાનું વળગેલું ભૂત વિભાસ કહે મિત્ર! ગામમાં જઈને દુઃખી જીવેને ડી મદદ કરીશું. તેમને ધંધે શરૂ કરાવી આપીશું. આપણે સ્થિતિ પહેલા કેવી ગરીબ હતી ! એ તે આપણને અનુભવ છે તો તેવા ગરીબોને કાંઇક મદદ કરી અને ધર્મધ્યાનમાં થોડા વાપરીશું પણ વિલાસને તે પૈસાનું ભૂત વળગ્યું હતું, એટલે કહે છે કે મારે આવવું નથી, તારે જવું હોય તો જા. હું તને જતો અટકાવી પણ શકું નહિ. તો ભાઈ ! મને મારા ભાગના પૈસા આપી દે એટલે હું દેશમાં જઈશ, પછી તને ફાવે તેમ તું કર. આપણે બંને ભાગીદાર છીએ એટલે હિસાબ કરીને સરખા ભાગે મને આપી દે. વિલાસ કહે લે આ ઉચક પાંચ હજાર રૂપિયા. તારી ઈચ્છા હોય ત્યારે તું જજે, આજથી આપણે જુદા. વિલાસને પૈસાને લેભ લાગ્યો. જીગરજાન મિત્ર હોવા છતાં પૈસા પ્રત્યેની મમતા શું કરે છે? વિભાસ બુદ્ધિશાળી હતા, પાંચ સાત વર્ષથી બંને સાથે ધંધો કરતા હતા એટલે તેને મિલકતની ખબર તો હોય જ ને!