________________
[ ૬૨૩
શારદા શિરોમણિ ] પણ લેવા કલ્પતા નથી. વ્રત લેનાર સમજે કે મને ત્રીજા વ્રતમાં દોષ લાગે માટે તે નહિ. કદાચ કોઈ વાર પકડાઈ જવાનો પ્રસંગ આવે ને પછી શિક્ષા ભેગવવી પડે. ચેરી તે ખૂબ જ ભયંકર છે.
એક ખેડૂત બિચારો સાવ ગરીબ હતો. કર્મ તો જીવને કેવા નાચ નચાવે છે. ખેતી કરીને માંડ પિતાની આજીવિકા ચલાવતો હતો. તેમાં ત્રણ વર્ષ સુધી સળંગ દુષ્કાળ પડશે. ખેડૂત સાવ બેહાલ થઈ ગયો. ખેતી કરવા માટે બિયારણ, ખાતર વગેરે લાવેલા તેના પૈસા પણ માથે પડ્યા. એવી કફોડી સ્થિતિ થઈ કે સાવ ઘસાઈ ગયા. ઘરમાં કઈ વસ્તુ રહી નહિ, છેવટે ખેતર પણ વેચી દીધું. આ ભાઈને ત્યાં તેની બાળ વિધવા બેનત્રણ બાળકોને લઈને આવેલી છે. ભાઈ ખૂબ દયાળુ એટલે બેનને પિતાને ઘેર રાખે છે. બેન ખાતર લગ્ન પણ ન કર્યા.
ત્રણ વર્ષનો દુષ્કાળ પડતા એ સ્થિતિ આવી ગઈ કે એક શેર અનાજ પણ ઘરમાં ન રહ્યું. અરે, બે પૈસા પણ ન રહ્યા. તેના એવા જમ્બર પાપને ઉદય થયું કે તે મજુરી કરવા જાય તે કઈ મજૂરી આપતું નથી. નેકરી કરવા જાય તે કઈ કરી રાખતું નથી. કેથળા ઉપાડવા જાય તો તે પણ મળતા નથી. કર્મના ખેલ વિચિત્ર છે. આ ખેડૂત બિચારો મજૂરી માટે કેટલા ફાંફા મારે છે પણ કોઈ તેને મજૂરી આપતું નથી. છોકરાઓ ત્રણ ત્રણ દિવસના ભૂખ્યા છે. તે કહે મામા ! અમારે પેંડા બરફી નથી ખાવા પણ એક બટકું રોટલે તો આપે. છેકરાઓ કરૂણ સ્વરે રડી રહ્યા છે. ખેડૂત કહેતમે રડશે નહિ, હમણું લાવી આપું છું. જુઓ, ચુલા પર તપેલીમાં ખીચડી રાંધવા મૂકી છે. બાળકે કહે-આ ખીચડી ક્યારે થશે ? અમને તે બહુ ભૂખ લાગી છે. ઘરમાં કાંઇ છે નહિ. બાળકને આશ્વાસન આપવા તપેલીમાં પાણી ભરી ચુલા પર મૂકી છે. છોકરાઓ તપેલી જેવા ગયા તે તપેલીમાં તે પાણી છે. ફરી વાર છોકરાઓ કહે મામા ! રોટલાને એક ટુકડે તે આપ. અમારાથી હવે ભૂખ્યું રહેવાતું નથી.
ભૂખ્યા ભાણેજ માટે ચોરી કરવાનું મન : નાના ફૂલ જેવા બાળકો કેટલા દિવસ ભૂખ વેઠી શકે ! તેમનું રૂદન જોઈ મામાનું હૃદય દ્રવી ગયું. પુણ્યવાનને ઘેર મોજશોખમાં જેટલા પૈસા ખર્ચાય છે તેટલામાં ગરીબનું પેટ ભરાય, પણ માનવી પુણ્યના ઉદયમાં બીજાના દુઃખને જોઈ શકતા નથી.
ખાનારું ક્યાં કેઈ નથી ત્યાં અન્ન તણું ભંડાર, પાચન જેને થાય નહીં ત્યાં માલપૂઆ તૈયાર, રટીના એક ટુકડા માટે કઈ કરે તકરાર, ભૂખ્યા પેટે સૂઈ જાય છે બાળક બેસુમાર,
મળે વધુ માનવથી અહીં શ્રીમંતના શ્વાનને....શું કહેવું જ્યાં સુધી કર્મ વિપાક ઉદયમાં આવ્યા નથી ત્યાં સુધી સાધના-આરાધના કરી લે એટલે તે કર્મ ઉદયમાં આવતા સાવ મામૂલી થઈ જાય. ખેડૂત પિતાના ભાણેજેનું