________________
શારદા શિરેમણિ]
[૬૨૭ વિનયવંત અતીથિઓથી અમારા નગરની શોભા છે માટે જરૂરથી આવજે. જે કામ હોય તે વિના સંકે કહેશો. મહારાજા! ધન્ય છે આપને ! આપે અમને વસવાટ અને વેપારમાં ખૂબ સહકાર આપ્યો તે બદલ આભાર. પછી રાજાને વંદન કરી બધા ત્યાંથી રવાના થયા. બપોરે બધા મહેલ જેવા ગયા. મહેલ તો મોટો અને સુંદર છે. ગુણસુંદરને આ બંગલે ખૂબ ગમી ગયે. ગુણસુંદરે મહેલને રંગરોગાન કરાવી દીધો. ઘરમાં ઝુમ્મરે બાંધ્યા. બંગલાની રોનક ઓર બદલાઈ ગઈ. ગુણસુંદર, શેઠ બધા માણસે આ બંગલામાં રહેવા આવી ગયા. બધાના મનમાં થાય છે કે આ તો રાજાનો બંગલો છે. કેરું રહેવા આવ્યું છે ! ગુણસુંદર જાતજાતના વેશ બદલીને ગામમાં ફરે છે.
ગોપાલપુરમાં ગુણસુંદરની વ્યાપેલી ખ્યાતિ : આપણું ગામમાં કઈ પરદેશી વેપાર કરવા આવ્યા છે. તેની ઉંમર તો ૨૦ વર્ષની હોય તેવું લાગે છે પણ શું તેનું રૂપ છે ! શું તેની આંખો છે ! સ્વભાવનો ખૂબ આનંદી અને પ્રેમાળ છે. તેની બુદ્ધિ તે કઈ ઓર છે. શું તેની બેલવાની છટા છે ! અરે! તેણે તે આવતાવેંત રાજાને પણ રીઝવી દીધા. રાજાના તેના પર ચાર હાથ છે. જેના પર રાજાની કૃપાદૃષ્ટિ ઉતરી હોય તેવા માણસેના પરિચયમાં આપણે જવું જોઈએ. ગુણસુંદર બધા તો બંગલામાં આનંદથી રહે છે.
ગેપાલપુરમાં ઠેર ઠેર, પ્રશંસા થાય ગુણસુંદરની,
ગુણસુંદરે ગુણકળાથી, જીત્યા સૌના દિલ હે... ગોપાલપુરમાં ઠેર ઠેર જુદી જુદી વાત થઈ રહી છે પણ બધા ગુણસુંદરની ખૂબ પ્રશંસા કરે છે. લોકે દૂરદૂરથી બંગલાની પ્રશંસા સાંભળીને બધા બંગલે જોવા આવે છે. ગામના દરેકના મુખે તેનું નામ રમતું થઈ ગયું. પરદેશી છે તે નાને પણ શું તેની બોલવાની વાચાળતા છે! રાજાનો પ્રેમ તે એટલે બધો મેળવ્યું છે કે તેને તેડવા રાજા પિતાનું વાહન મોકલે છે અને રાજાની બાજુમાં તેને આસન મળે છે. રાજાએ તેનો ૫૦ ટકા ટેકસ માફ કરી દીધો છે. તેણે ગુણથી, આવડતથી આખું ગામ પિતાનું બનાવી દીધું છે. મોટા મોટા અને જૂના વેપારીઓના મનમાં થયું કે આપણે પણ તેને મળવા જવું જોઈએ.
આ વાત ગામના સૌથી મોટા નગરશેઠ, ગામના નાક સમાન અને રાજા પછી તેમને નંબર છે એવા પુરંદર શેઠ પેઢી પર બેઠા છે તેમણે પણ સાંભળી. જેણે રાજાને પણ રીઝવી દીધા છે તે ખૂબ પ્રભાવશાળી લાગે છે. આખું ગામ તેની પ્રશંસા કરે છે માટે આપણે પણ તેને મળવા જવું જોઈએ. ભલે તે નાનો વેપારી છે પણ બુદ્ધિને સોદાગર છે. તેમની પાસે જઈ એ તે આપણને પણ કંઈક નવું જાણવા મળે. જેથી વેપારમાં વિકાસ વધે. આપણે તેને મળીએ. કેવા શેઠ છે! ત્યાં જઈએ તો બધી જાણકારી થાય. પુરંદર શેઠ ત્યાં જવાને વિચાર કરે છે. વધુ અવસરે.