________________
૬૨૨ ]
[ શારદા શિરેમણિ પાપાનુબંધી પુણ્યવાન શ્રીમંત માણસ ભેગવટો પુણ્ય કરે છે પણ બંધ પાપને કરે છે તેથી પૂર્વના પુણ્યના જેરે લહેર કરે છે પણ જે પાપ બાંધી રહ્યો તે પાપ એને ભવિષ્યકાળમાં શું આપશે ? (શ્રોતામાંથી અવાજ : દુઃખ). તમે એ સમજે છે ને પાપ દુઃખને જન્માવે. જે સુખ જોઇતું હોય તે આરાધના કરવી જોઈએ. તમે બધા સુખના ઈચ્છુક છો એટલે આરાધના સાધના કરી રહ્યા છે. ગરીબ માણસ પૂર્વના પાપના ઉદયે વર્તમાનમાં દુઃખ ભોગવી રહ્યો છે પણ બંધ પુણ્યને કરે છે માટે ભાવિમાં સુખ મળવાનું છે. સુખ મળશે એટલે ભવિષ્યમાં માત્ર બંગલા, મોટર આદિ મળશે એમ નહિ. આરાધના, ધર્મ સાધના કરવાના ભાવ પણ મળશે, કારણ કે એણે બાહ્ય સુખની લાલસાથી આરાધના કરી નથી. ધર્મક્રિયાઓ કરે, આરાધના કરે ત્યારે ખાસ એ લક્ષ રાખવાનું કે આ આરાધના દ્વારા આ સંસારની સમાપ્તિ થાય અને સિદ્ધ ગતિમાં શાશ્વત, અજર, અમર સુખને પામું. સાચે આરાધક તો આરાધના દ્વારા મોક્ષના સુખને ઈરછે. ધર્મક્રિયાઓ કે આરાધના કરે છે તેનાથી સંસારના સુખો ક્યારે પણ માંગશે નહિ.
પુણ્યાનુબંધી પાપ અને પાપાનુબંધી પુણ્ય આ બેમાંથી તમે કઈ પસંદગી કરશે ? આપ હોઠેથી નહિ પણ હૈયાથી જે સાચું લાગે એ જવાબ આપજે. સંપત્તિની છોળો ઉડતી હોય પણ જ્યાં ધર્મ ન હોય એવી સ્થિતિ તમને ગમે કે પૈસા ભલે સાવ ઓછા હેય પણ ધર્મ જીવનમાં રૂ હોય, ધર્મ પર દઢ શ્રદ્ધા હોય એવી સ્થિતિ ગમે?
પુણિયા શ્રાવકની વાત તે ઘણી વાર સાંભળી છે. એની પાસે બાહ્ય વૈભવ ન હતે પણ એને આંતરિક વૈભવ બીજાના હૈયામાં ઈષ્ય જગાડી જાય એવું હતું. તેનું જીવન કેટલા ઓછા પાપવાળું ! તમને કરોડપતિ બનવું ગમે કે પુણિયા શ્રાવક જેવું બનવું ગમે? કરોડપતિ બનવું હોય તે પુણ્યને સહકાર જોઈશે. કમરાજાની મહેરબાની જઈશે. કર્મરાજાની મહેર હોય તો વનવગડામાં પણ સુખેની નહેર અને સંસારની પણ લીલાલહેર. જ્યારે પુણિયા શ્રાવકની રિદ્ધિ જોઈતી હોય તે પુરૂષાર્થથી મળે છે તે આપણું હાથની વાત છે. ધર્મની પ્રાપ્તિ પુણ્યના સહકાર વગર નથી થતી પણ એ માટે તમે પુરૂષાર્થ કેટલે કર્યો?
આનંદ શ્રાવક દેશવિરતિ બનવા તૈયાર થયા છે. તેમણે બે વ્રત તો આદર્યા. ત્રીજા વ્રતની વાતમાં ચૂંથો બોલ છે “પડી વસ્તુ ધણિયાતી જાણી.” એટલે કેઈની પડી ગયેલી વસ્તુને પિતાની માની લઈ લીધી. જો તમે પાપભીરુ હશે, તમને ભવ ખટક્યા હશે તો લેશે જ નહિ. તમે રોજ પ્રતિક્રમણમાં બોલે છે કે “ પરધન પત્થર સમાન” જે આ વાત આત્માને સ્પશીને બેલાતી હશે તે તમે સમજશે કે આ નોટ લેવા માટે અધિકાર નથી. એ મારી માલિકીની નથી. કદાચ લીધી તે તેને માલિક જે મળી જાય તે આપી દે, માલિક ન મળે તો સંસ્થામાં આપી દેશે. બંધુઓ ! કદાચ સોનાની લગડી કે હીરે પડ હેય તે ય તમારાથી ન લેવાય. લેશે તે પાપના ભાગીદાર થશો. જેણે ત આદર્યું છે તેને તે કોઈના હજાર કે પાંચસો રૂપિયા હોય તે