________________
શારદ શિરોમણિ ]
[૫૪૭ તેમની વાત માનવી જોઈએ. એમ વિચારી બીજે દિવસે તે કઠિયારે થોડો આગળ ગયે. ત્યાં જાડા થડીયા લાકડા મળ્યા. રેજ લાકડાની પાતળી સોટીઓ જેવું મળતું તેના બદલે આજે જાડા લાકડા મળ્યા. એ લાકડાને ભારે વેચે તે એને રેજ કરતા વધારે પૈસા મળ્યા. ત્રીજે દિવસે કઠિયારાને થયું કે તે સજજન પુરૂષે મને એક જ દિવસ આગળ જજે એવું કહ્યું નથી, તેમણે તે આગળ જજે એવું કહ્યું છે માટે મારે આગળ જવું જોઈએ. આમ વિચારીને એ જંગલમાં વધુ આગળ ગયા તે એને ચંદનનું વન મળ્યું. ચંદનના લાકડા કાપીને વેચ્યા. એમાંથી તો એને ઘણા પૈસા મળ્યા. મનમાં થયું કે સારું થજો એ સજજન પુરૂષનું કે તેમણે મને આગળ જવાનું કહ્યું તો મને આટલે લાભ થયે. તેને લાભ થતો ગયે એટલે સજજન પુરૂષના વચન પર શ્રદ્ધા વધતી ગઈ.
ચોથે દિવસે તેના મનમાં થયું કે મને તે આગળ આગળ જવાનું કહ્યું છે તો મારે આગળ જવું જોઈએ. એ દિવસે એ જંગલમાં વધારે ઊડે ગયે તે તાંબાની ખાણ મળી. હવે તે લાભ મળતો ગમે તેમ લાભ વધતો ગયે. પાંચમાં દિવસે વધુ આગળ ગયે તે રૂપાની ખાણ મળી. છઠ્ઠા દિવસે આગળ ગયે તે સોનાની ખાણ મળી, સોનાની ખાણે જોઈને તે આજે બની ગયે. સેનાની ખાણ મળી હવે શું બાકી રહે ? સજજન પુરૂષની સલાહ યાદ કરીને તે સાતમા દિવસે આગળ ગયે તે હીરાની ખાણ મળી અને આઠમા દિવસે તો કેહીનૂર હીરે મળી ગયું. હવે તે ગરીબ રહે ખરો ? મોટો ધનાઢય શ્રીમંત બની ગયે. હવે તે તેના આનંદની અવધિ ન રહી. આ કઠિયારાએ જે પુરૂષાર્થ ચાલુ રાખે, કયાંય અટક્ય નહિ, એમાં આળસ કે પ્રમાદ કર્યા નહિ તે હીરાની ખાણ મળી ગઈ. રેડપતિ માટે કરોડપતિ બની ગયે. આ વાતમાં એ સમજવાનું છે કે તે આટલો બધે વૈભવશાળી ધનાઢય બને કયારે ? એક તે એણે સજજન પુરૂષની શિખામણ માની. તેના પર અવિશ્વાસ ન કર્યો પણ શ્રદ્ધા રાખી. સજજન પુરૂષને શું સ્વાર્થ હતો? છતાં તેમણે મને કહ્યું માટે મારે આગળ જવું જોઈએ. શ્રદ્ધા રાખીને આગળ વધે. થોડે આગળ જઈને અટક નહિ પણ પુરૂષાર્થથી આગળ જતો ગયે તો એ સોનેરી દિવસ આવી ગયો કે તે ગરીબમાંથી મોટો ધનાઢય શ્રીમંત બની ગયે
આત્માને ક્રમિક વિકાસ? આ ન્યાય આત્મા પર ઘટાડે છે. આપણે આત્મા કઠિયારા સમાન છે. સજજન પુરૂષ સમાન ગુરૂ ભગવંત છે. મિથ્યાત્વનું ગાઢ જંગલ છે. એ કેઈ આત્મા નથી કે જેણે મિથ્યાત્વ ગુણસ્થાનને સ્પર્શ કર્યો ન હોય. પ્રથમ મિથ્યાત્વ ગુણસ્થાનકેથી પુરૂષાર્થ કરતા જીવ આગળ વધે છે. આપણે આત્મા મિથ્યાત્વના ગાઢ જંગલમાં ઘૂમી રહ્યો હતો. પ્રબળ પુણ્યોદયે ગુરૂ ભગવંતને ભેટો થઈ ગયો. તેમણે મહાન કરૂણા કરીને કહ્યું કે દેવાનુપ્રિય ! તું આ જંગલમાં જ્યાં સુધી ઘૂમ્યા કરીશ? આ જંગલમાં તને આત્માને કાંઈ લાભ નહિ થાય. જે તારે લાભ મેળવે છે તે હવે તું