________________
શારદા શિરેમણિ ]
[૫૮૯ કરતાં રસ્તામાં મોટા શહેરે, ગામડાઓ આવે અને વિકટ જંગલે ય આવે પણ ગુણસુંદર કેઈથી જરાય ડર ન હતું. તે રોજ સામાયિક, પ્રતિક્રમણ, ચૌવિહાર વગેરે કરવાનું ચૂકતે નહિ. ગુણસુંદરની સાથે આવેલા પાંચ મુખ્ય માણસો તે તેનું શૌર્ય, સાહસ, પૈર્યતા જોઈને સજજડ થઈ ગયા. બધાને તેના પ્રત્યે ખૂબ માન વધ્યું. ગુણસુંદર તે જાણે શું બોલ્યો ને શું બોલશે? તેનામાં અભિમાન તે જરાય ન હતું. તેના મોટા વડીલ ભાઈઓ સાથે ખૂબ નમ્રતાથી રહેતું. બધાનો વિનય સાચવતા. નાના મોટા બધાની સાથે પ્રેમથી રહેતા અને બધાનું ખૂબ ધ્યાન રાખતા. બધાના મનમાં થઈ ગયું કે ગુણસુંદર તો ગુણસુંદર છે. તેની વય યુવાન છે પણ ગુણમાં, સમજણમાં પ્રૌઢ છે. તેના વિચારે પરિપકવ માણસો જેવા છે. ગામમાં જતા અજાણ્યા માણસો સાથે તે ખૂબ ભળી જતો પણ સાથે પિતાના ચારિત્રને ખ્યાલ વિશેષ રાખો.
ગોપાલપુરની ગોદમાં : ખરેખર ગુણસુંદરી પુરૂષ વેશને બરાબર ભજવી રહી છે. તેના સાથીદાર માણસો તો જોઈ રહેતા કે આ છોકરી પિતાની જાત છતી ન થઈ જાય એ માટે કેટલી તકેદારી રાખે છે! તેણે પિતાના મોટા સાથીદાર માણસોને એ ખાસ ભલામણ કરી છે કે પોતાને બેટી કહીને કેઈએ બોલાવવી નહિ તેથી એણે પિતાનું નામ પણ બદલી નાંખ્યું હતું. તે પિતાના મોટા સાથીદાર ભાઈઓને મોટાભાઈ કહી બેલાવતે. આ રીતે ખૂબ આનંદપૂર્વક પંથ કાપી રહ્યા છે. પંથ કાપતા કાપતા વલભીપુરથી તે ઘણે દૂર નીકળી ગયા. હવે ગોપાલપુર નજીક આવી રહ્યું છે. જે સૌથી મોટા માણેકચંદ હતા તેમણે કહ્યું –બેટા ગુણસુંદર ! હવે આપણે થોડા દિવસમાં ગોપાલપુર પહોંચી જઈશું.
પતિની ખેજ માટે મનના તરંગે ? વલ્લભીપુર તો ઘણું દૂર પડી ગયું, આપણે ગોપાલપુરની નજીકમાં આવી ગયા છીએ. બે ચાર દિવસમાં તે આપણું સફર પૂરી થશે. ગુણસુંદર કહે-ભાઈએ ! આપણે ત્યાં જઈને બેસી રહેવાનું નથી. મહેનત કરવાની છે. આપણે જે કામે નીકળ્યા છીએ તે કામ અઘરું છે. ત્યાં જઈને આખા ગામમાં ઘુમવાનું છે. ત્યાં ને ત્યાં કેટલા ચક્કર મારવા પડશે. એ થાક ખૂબ લાગશે. બેટા ! હવે તે આપણે નિશ્ચિત સ્થાનમાં જઈશું. ત્યાં નગરજનના પરિચયમાં જવાનું. બાપુજી! એ શેઠ કયાં વસતા હશે. એ શેઠનું નામ ઠામ પણ જાણતા નથી. તેમનું નામ પણ પૂછયું નથી. હવે તમારા જમાઈને શોધવા માટે ગોપાલપુરમાં ભમવાનું રહેશે. મેં તે માત્ર તેમનું મુખ જોયું છે. તેમના મુખ ઉપરથી અને હસ્તરેખાઓ પરથી અનુમાન કર્યું હતું કે તે કઈ સામાન્ય ઘરને દીકરે નથી પણ મોટા સુખી ઘરને દીકરે છે. એ દીપક કયા મહેલમાં પ્રકાશતો હશે એની આપણને શી રીતે ખબર પડશે ? કેઈ જાતના ભેદભાવ વગર આખા ગામમાં તપાસ કરવાની. બેટા! તું શા માટે આટલી બધી ચિંતા કરે છે? તારું સાહસ, હિંમત જોઈને અમે બધા ગૌરવ અનુભવીએ છીએ. ખરેખર ! તું અમારે સારો દીકરો હોય એવું અમને લાગે