________________
૫૬ ]
[ શારદા શિરેમણિ અજ્ઞાની ધન, પશુઓ તથા સ્વજન વર્ગ એ બધાને પિતાના રક્ષક માને છે. દુખથી બચાવનાર સમજે છે પણ મૃત્યુ સમયે કે રોગ સમયે કેઈ ત્રાણ શરણ થતાં નથી તથા નરક તિર્યંચ આદિ ગતિમાં જતાં કેઈ સ્વજને રક્ષા કરવા સમર્થ થતાં નથી.
જ્યારે જ્યારે જીવનમાં આપત્તિઓ આવે છે, કષ્ટો આવે છે ત્યારે એ સામગ્રીઓના શરણે જાય છે પણ જ્યારે એ સામગ્રીઓ આપત્તિઓને દૂર કરવામાં સફળ બનતી નથી, એ સહાયક બનતી નથી પછી પ્રભુના શરણે જાય છે પણ તેમાં પૂરી શ્રદ્ધા હતી નથી પછી એ શરણુ જીવને તારણ બને ખરું? ના.
પિલા દરબારીઓ આટલા વર્ષોથી રાજાની આજ્ઞામાં રહીને રાજાની ખૂબ સેવા કરતા હતા. રાજાના નામની છડીઓ પુકારતા હતા. રોજ સારા ભભકાદાર કપડાં પહેરીને જતા હતા છતાં તેઓ રાજાની કૃપા ન પામી શકયા; કારણ કે તે બધા નમ્ર બનીને કે અસહાય બનીને ગયા નથી. આપણી હાલત આ દરબારીઓ જેવી છે આપણે જયારે પ્રભુ પાસે ગયા હઈશું ત્યારે નમ્ર બનીને ગયા નથી પણ અક્કડ બનીને ગયા છીએ. ઇન્દ્રભૂતિ સૌ પ્રથમ ભગવાનની પાસે જવા નીકળ્યા ત્યારે આવા દરબારી થઈને અહં લઈને નીકળેલા પણ જ્યાં પ્રભુના દર્શન કર્યા અને પ્રભુના મુખે માત્ર બે શબ્દો સાંભળ્યાં પેલું અહનું દરબારીપણું ઓગળી ગયું. પ્રભુ પાસે તેમને પિતાને આત્મા અસહાય લાગે ત્યારે પ્રભુએ તે સમયે ઇન્દ્રભૂતિને જે આપ્યું તે કલ્પના બહારનું અનુપમ જ્ઞાન આપ્યું. જે જ્ઞાને ગૌતમને શાશ્વત કાળ માટે સુરક્ષિત બનાવી દીધા એટલું જ નહિ પણ કેટલાય આત્માઓને માટે અશરણના શરણું બની ગયા. સમજવા જેવી વાત છે કે તમે જેને શરણ માને છે એ તમને દુઃખ આવે, કષ્ટ આવે શરણભૂત બને છે ખરા ? ના. જે પોતે અશરણરૂપ છે તે બીજાને શરણ કેવી રીતે આપશે ? અરે, ખુદ આપણું શરીર પણ સુરક્ષિત નથી, પતે રોગાદિના ભયથી ઘેરાયેલું છે પછી એ બીજાને શાંતિ કેવી રીતે આપી શકશે? આ દુનિયાને એક પણ પદાર્થ એવો નથી કે જેના પર વિનાશીપણાનું કલંકિતનું લેબલ ન લાગ્યું હોય! જ્યારે શરણભૂત માનેલા પદાર્થો અશરણરૂપ લાગશે અને અશરણ બનીને પ્રભુનું શરણ સ્વીકારીશું ત્યારે વગર માંગે આત્મગુણોની ઝોળી ભરાઈ જશે. વધુ અવસરે.
ચરિત્ર: ગોપાલપુરમાં ગુણસુંદર પ્રવેશ: ગુણસુંદર પ્રવાસ કરે છેક ગોપાલપુરમાં આવી પહોંચ્યો. અહો! આ તે મારા પતિદેવની પવિત્ર ભૂમિ! ગુણસુંદરનું મન ખૂબ હરખાઈ ગયું જાણે કેટલાય વર્ષોથી એ ધરતી સાથે સંબંધ ન હોય તેમ એનું હૈયું પુલકિત થઈ ગયું. આ તે પવિત્ર પુણ્યભૂમિ. એની ધૂળ મારે મસ્તકે ચઢાવવી જોઈએ. સાંઢણ ઉપરથી નીચે ઉતરી અને ચપટી ધૂળ લઈ ભાવભીના હૈયે તેને મસ્તકે ચઢાવી અને પિતાના પતિને મનથી પ્રણામ કર્યા. થોડે દૂર ગયા ત્યાં નિર્મળ નદીનો પ્રવાહ વહી રહ્યો હતે. નદીને જોતાં મનમાં વિચાર આવ્યો કે મારા પતિએ આ નદીમાં સ્નાન કર્યું હશે. એટલે આ પાણી પણ પવિત્ર ! તેણે એ પાણી લઈને અંજલી