________________
૫૯૪ ]
[ શારદા શિરોમણિ રાજાએ પિતાના ખજાનચીને કહ્યું કે આપ આ ભિખારીને અત્યારે એક લાખ રૂા. આપી દે. રાજાને આ હુકમ સાંભળતા આખી સભા સ્તબ્ધ થઈ ગઈ. રાજાએ એકદમ આ શે ધડાકો કર્યો? સો-બસો નહિ, બે પાંચ હજાર નહિ ને એક લાખ ! તે આ ભિખારીને ! રાજાને શું થઈ ગયું છે ? પણ આ તે રાજાની આજ્ઞા. કોણ તેમની સામે આંગળી ઉચી કરી શકે? તેમની સામે બોલવા જાય તે કદાચ બીજાને શિક્ષા થાય. રાજાની આજ્ઞાથી ખજાનચીએ ભિખારીને એક લાખ રૂ. દઈ દીધા. જ્યારે પુણ્યનું પ્રભાત ખીલે ત્યારે ગમે તે રીતે સંપત્તિ મળે. ભિખારીના પુણ્યનો જોરદાર ઉદય થયો હશે તે જ રાજાને તેને લાખ રૂા. દેવાનું મન થયું છે.
ભિખારી તો ખુશ થઈ ગયો. ભીખ માંગતા ય રોટલા પૂરા ન મળતા હોય ત્યાં લાખ રૂપિયા મળે ત્યારે કે આનંદ થાય ? એ તે અનુભવે તેને ખ્યાલ આવે. ભિખારી લાખ રૂપિયા લઈને જેવો રાજદરબારમાંથી બહાર નીકળ્યો કે તરત દરબારીઓ તેની પાછળ ગયા. ભિખારીને લાખ રૂપિયા મળ્યા તે દરબારીઓને ખટકતા હતા. તેઓ તેની ચારે બાજુ વીંટળાઈ ગયા, પછી તેને પૂછયું–રાજાએ તને વગર માંગે લાખ રૂ. કેમ આવ્યા ? અમે આટલા વર્ષોથી રાજાની આજ્ઞામાં રહીએ છીએ, રાજાની સેવા કરીએ છીએ, ખડા પગે તેમનું કામ બજાવીએ છીએ; છતાં અમને કઈ દિવસ લાખ તે નહિ પણ દશ પંદર હજાર રૂપિયા પણ નથી આપ્યા અને તે તે માંગ્યા નથી છતાં લાખ રૂા. કેમ આપ્યા?
ભિખારીએ કહ્યું–મારી સ્થિતિ જ એવી હતી કે જેમાં રાજાને દયા આવી ગઈ અને મને આપવાની ઇચ્છા થઈ. બંધુઓ ! જેના જીવનમાં કરૂણા છે, દક્ષિયતા છે તેને દુઃખી જેને જોઈને તેનું દુઃખ દૂર કરવાની ભાવના થાય છે. દુઃખી જેને જોઈને તેનું દિલ દ્રવી જાય છે. દક્ષિય ગુણવાળો માણસ કદાચ પિતાની શક્તિ કે સંગ ન હોય, સામાને કંઈક આપી શકે તેવી સ્થિતિ ન હોય તેય મીઠા શબ્દોથી આશ્વાસન કે સહાનુભૂતિ તે જરૂર બતાવશે પણ ખોટા મહેણું ટેણાં નહિ મારે.
સાત્વિક વિચારણાથી સ્નેહસભર શબ્દ : એક ગરીબ ભિખારી ભીખ માંગી રહ્યો હતે. માબાપ ! મને કંઈક આપોને ! જગતમાં બધા માણસે સરખા હોતા નથી. કંઈક છે એને તિરસ્કાર કરે તે કંઈકને દયા પણ આવે. તેના શરીર પર માત્ર એક કપડું હતું. ઠંડી ખૂબ પડતી હતી એટલે ઠંડીના કારણે તે ધ્રુજતે હતે. તેને જતાં દયા આવી જાય એવી તેની કફેડી સ્થિતિ હતી. રસ્તેથી જતાં એક દયાળુ માણસને તેની દયા આવી. તે ભિખારીને કંઈક આપવાના હેતુથી તે માણસે પિતાના ખીસામાં હાથ નાંખ્યો, હાથ નાંખતાં તેનું મોટું પડી ગયું. આ શું ? અરે ! મારું તે ખીસ્સે કપાઈ ગયું છે. તેની આંખમાં આંસુ આવી ગયા. ભિખારીને કહ્યું –ભાઈ! તારી સ્થિતિ જોઈને તને કંઈક આપવાની પૂરી ઈચ્છા હતી પણ લાચાર છું કે આજે મારું ખીસ્સે કપાઈ ગયું. ફરી કયારેક આ રસ્તે નીકળીશ તે જરૂર તને કંઈક આપી જઈશ. આ