________________
૬૧૦ ]
[ શારદા શિરેમણિ પ્રેરે અને પિતાના મૂળ ઘરને ‘પિયર’ માનવા પ્રેરે તે પછી જ્યારે આત્માનો સંબંધ પ્રભુ સાથે થાય ત્યારે ઉપાશ્રયે, ધર્મસ્થાનકે એને પિતાના ઘર સમાન લાગે અને ઘરબાર-દુકાન વગેરે પિયર સમાન લાગે, માટે જીવનમાંથી ક્ષુદ્રતા, અસંતોષ આદિ દોની દુર્ગધ દૂર કરો તે પાપ કરતા અટકશે.
ત્રીજા વ્રતમાં આડખીલ કરનાર હોય તે તૃષ્ણા છે. શ્રાવકના ૨૧ ગુણમાં એક ગુણ છે અક્ષુદ્ર. શ્રાવક મુદ્ર ન હોય, તુરછ વૃત્તિવાળે ન હોય પણ અશુદ્ર એટલે દરિયા જે ગંભીર અને વિશાળ દિલનો હોય, સંતેષી હોય.
संतोष तो हि प्रबलं च सौख्यं, सौख्येन कृत्वा भवतीति धर्मः । धर्मेण कृत्वा भवतीति मोक्षो, मोक्षे जिनरुक्त मनतं सौख्यम् ॥
જેના જીવનમાં સંતોષ નથી તે દુઃખી છે અને સંતોષ છે તે સુખી છે. સંતોષ છે તેને ભગવાનના વચનોમાં શ્રદ્ધા છે. ઘણી વાર પ્રભુ પ્રત્યેની શ્રદ્ધા જીવનમાં કોઈ જુદો ચમત્કાર સજી દે છે.
વિલાયતમાં એક બેનને ત્રણ સંતાન હતા. બેનની ઉંમર પાત્રીસ વર્ષની હશે ને તેના પતિ એકાએક ગુજરી ગયો. તેની સ્થિતિ સાવ ગરીબ છે. બેન ખૂબ રડે છે. કમાઈને આપનાર પતિ ચાલ્યો ગયે હવે આ બાળકને મોટા કેવી રીતે કરવા? આજીવિકા કેવી રીતે ચલાવવી? આ વિચારથી ખૂબ રડે છે, ઝૂરે છે. તે સમયે એક માનસશાસ્ત્રી ત્યાંથી નીકળે. તેણે પૂછયું- બેન ! તું શા માટે રડે છે ? મારા પતિ ગુજરી ગયા. હવે મારે આ બાળકને મોટા કેવી રીતે કરવા ? ઈશ્વરના રાજ્યમાં કેવું અંધેર ચાલે છે ? જેને સંતાન નથી તેને આવું દુઃખ નથી અને ત્રણ ત્રણ સંતાનવાળી મારે વિધવાપણું ! અને આ ભૂખે મરવાના કેવા કારમાં દુઃખ ! માનસશાસ્ત્રીના મનમાં થયું કે આ બેન સુખી થાય એવું હું કાંઈક કરું, એટલે કહે છે બેન ! તું રડે છે એ ખોટું છે. ઈશ્વરના રાજ્યમાં અંધેર નથી પણ અજવાળું છે. તમે પુરૂષાર્થ વગર બેઠા બેઠા ખાતા હતા તે હવે પુરૂષાર્થ વિકસાવવાની તકનું અજવાળું આપ્યું છે. - પ્રાર્થનાનું બળ : અત્યાર સુધી તમે આનંદથી ખાતા પીતા બેઠા હતા અને ઈશ્વરને સાવ ભૂલી ગયા હતા એ અંધારું હતું. તમને ઈશ્વર પ્રત્યે શ્રદ્ધા નથી. હવે ઇશ્વરને યાદ કરવા, ઈશ્વરની પ્રાર્થના કરવા અને ઈશ્વરના ઉપકારે યાદ કરવાનું અજવાળું મળ્યું છે. હવે ઈશ્વર પર શ્રદ્ધા રાખો તે તમારે કાંઈ દુઃખ નથી. હે ભગવાન ! હવે હું તારા ભરોસે છું. મેં તારું શરણું લીધું છે. તારા પ્રભાવે જરૂરથી મારું દુઃખ દૂર થવાનું છે. જેમ સારું થતું જાય તેમ પ્રભુને ઉપકાર માનતા રહો. લે. હું તમને ૨૫૦ રૂપિયા આપું છું; બિકીટ, પીપરમીટ આદિ લઈને વેચવા બેસજે, સાથે ઈશ્વરને યાદ કરતા રહેશે. તેને ભૂલતા નહિ. તમે ધીમે ધીમે આગળ વધશે. અમે તમને ઘણી વાર કહીએ છીએ કે ૨૪ કલાક અરિહંતને જાપ જપ્યા કરો. તેના નામનું સ્મરણ સૂતા ઉઠતાં ચાલુ રાખે. આ રીતે જાપ કરવાથી જીવ નરકમાં ન જાય.