________________
૬૦૮ ]
[ શારદા શિરમણિ મનુષ્યભવમાં સામગ્રીઓ વધવાની શકયતા છે અને એ સામગ્રીઓના ઉપભેગની માનવી પાસે કળા પણ છે એટલે સામગ્રીઓ વધારવાની તેને ઈચ્છા થયા કરે. આત્મામાં આ વધુ મેળવવાની ઈચ્છા, અસંતોષ, ન્યાયનીતિને નેવે મૂકીને ચોરી કરવા તરફ જીવને આકર્ષે છે. જે જીવનમાં સંતોષ આવે તો અસ્તેય (અચૌર્ય)ની આરાધના થઈ શકે છે. આજે માનવીના જીવન તરફ દષ્ટિ કરીએ તે દેખાય છે કે અસંતોષની આગ ભડકે બળી રહી છે. અપ્રાપ્ત વસ્તુઓને મેળવવા માટે બીજા પાપ કરવા પડે છે. મારી પાસે કેટલું છે એ માનવી નથી જેતે પણ મારી પાસે કેટલું નથી એ તરફ દષ્ટિ વધુ રહે છે. તેની પાસે સો ચીજે છે તે તેના તરફ લક્ષ્ય નથી પણ એક બે ચીજનો અભાવ હોય તે મારી પાસે નથી તેમ ઝંખ્યા કરે છે. ગમે તેટલું મેળવે, અરે! કદાચ આખી દુનિયાની સામગ્રી મળી જાય તે ય તેને શાંતિ મળતી નથી. મારી પાસે બધું છે હવે કાંઈ નથી જોઈતું એવું તો તેને થતું નથી. સુભૂમ ચકવતીને છ ખંડ ઓછા પડયા તે સાતમે ખંડ જીતવા નીકળે. વિજય તે ન મળે પણ અતિ લેભના પાપે સાતમી નરકમાં ચાલ્યો ગયો. કુટુંબ માટે કે પરિવાર માટે તમે પાપ કરીને પૈસા પેદા કરશે પણ એ પાપ તે કરનારને ભેગવવા પડે. કેઈ તેમાં ભાગ નહિ પડાવે.
તમે અહીંથી અમદાવાદ જવા માટે નીકળ્યા. સ્ટેશને ગયા. ગાડીમાં તે ખૂબ ભીડ હતી પણ તમારે અમદાવાદ ગયા વિના ચાલે એવું ન હતું એટલે ગમે તે રીતે ગાડીમાં બેસી ગયા. ગાડી અમદાવાદ પહોંચી ગઈ. તમારે જેને ઘેર જવાનું હતું ત્યાં ગયા. તમને જોઈને તે ઘરના માણસો સ્વભાવિક રીતે પૂછે કે તમે કોણ કોણ આવ્યા છે ? તે ભાઈ તમારા ખૂબ સ્નેહી છે. તે તમને આવકાર આપે. તેના ભાવ એવા નથી કે વધુ આવ્યા હોય તે ભારે પડે પણ આ તે સહજ રીતે પૂછે કે તમે કોણ કેવું આવ્યા છે ? તમારી સાથે કોઈ નથી એટલે તમે શું કહેશે ? હુ એકલે આવ્યો છું. હું તમને પૂછું કે ગાડીમાં તમે એકલા હતા ? ના. ગાડીમાં તો હજારો માણસો હતા. તમે તેમની સાથે બેઠા, વાતચીત કરી, આનંદકિલ્લોલ કર્યો, એમાં સમય પસાર થઈ ગયે. કોઈ વાર તો મુસાફરોની સાથે એવો ગાઢ પ્રેમ બંધાઈ જાય કે જાણે સગા ન હેય ! જતી વખતે તમે કહે પણ ખરા કે મુંબઈ આવે ત્યારે જરૂરથી મારા ઘેર આવજે. પછી કેટલે સંબંધ. તું તારે ઘેર અને હું મારે ઘેર.
અહીં જ્ઞાની સમજાવે છે કે ગાડીમાં તે કેટલાય લોકોને સાથ હતે. તમે એકલા ન હતા છતાં જ્યારે તમને પૂછયું ત્યારે તમે કહ્યું કે હું એકલે આવ્યો છું. હજારની વચ્ચે રહીને આવ્યા છતાં કહે છે કે હું એકલે છું. શા માટે ? કારણ કે તે માણસને મારા માન્યા નથી. તે બધા તે મુસાફર હતા. મુસાફરીમાં ભેગા થયા હતા. આ જીવ જ્યારે આવ્યા ત્યારે કેટલા ભેગા લઈને આવ્યો હતો અને જશે ત્યારે કેટલા ભેગા લઈ જશે ? જીવ આવ્યો છે એટલે અને જવાનું છે એકલે. અહીં આવીને આ બધી માયાજાળ ઊભી કરી છે. હજારો માનવીઓ સાથે હોવા છતાં તમે એકલા છો તેમ જ્ઞાની કહે છે તમારું કુટુંબ ગમે તેટલું વિશાળ હોય છતાં એકલા છે.