________________
૬૧૪ ]
[ શારદા શિરોમણિ પવિત્ર બનેલી છે ને ! તેમના પરમાણુઓ પણ અહીં પડેલા છે ને ? આ ભૂમિમાં છેડે સમય આપણે બેસીએ. એ બધા અંદર ગયા. ત્યાં જઈને ગુણસુંદરે પાંચ મિનિટ ધ્યાન ધયું પછી ધર્મની વાત કરીને બહાર નીકળ્યા. અને
ભોમિયાએ પુરંદર શેઠની કરેલી પ્રશંસા : ગુણસુંદરે ભમિયાને કહ્યુંભાઈ ! તું આ નગરમાં બધાને ઓળખે છે? બધાના સ્વભાવ કેવા છે? અહીંના નગરશેઠ કેણ છે? ગુણસુંદરકુમારઆપ એ શું પૂછો છો? આ ગામના એક એક માણસને હું ઓળખું છું. દરેકના નામઠામની મને ખબર છે. એ બધા મને પણ સારી રીતે ઓળખે છે. અમારા ગામમાં નગરશેઠ તો ઘણું છે પણ મહારાજા પછી બીજા નંબરે આવે એવા જેની ગામમાં ખૂબ ખ્યાતિ છે એવા પુરંદર શેઠ છે. આ ગામમાં ડગલે ને પગલે દાનમાં તેમનું નામ છે. જ્યાં જુઓ ત્યાં તેમનું દાન તે હેય જ. તેમણે દાન કરતાં પાછું વાળીને જોયું નથી. જુઓ આ ધર્મશાળા છે તે તેમણે બંધાવી છે. વટેમાર્ગુઓ અહીંયા ઉતરે છે. કેઈનું ભાડું લેતા નથી. આ ધર્મશાળા તે મહેલાત જેવી છે. તેમણે આ ગામમાં અનેક ધર્મશાળાઓ, પરબો, ઉદ્યાન, સ્કૂલે વિગેરે બંધાવ્યા છે, છતાં શેઠને જરા પણું અભિમાન નથી. તે સાવ નમ્ર છે.
ભાઈ! એ નગરશેઠને વેપાર શેને છે? ભાઈ ! વેપારને તો કઈ હિસાબ નથી. જેટલા વેપાર કહો તેટલા બધા તેમને ત્યાં ચાલે છે. નગરમાં તેમની અનેક દુકાને છે. દરિયાઈ માર્ગે પણ તેમને વેપાર ચાલે છે. આ રીતે તેમણે ગામને અનેક જીવને આશ્રય આપે છે. તેમના આંગણે રડતે ગયેલે હસતો આવે એવા પવિત્ર શેઠ છે. તે અમારે તેમને મળવું પડશે. ભલેને, આપ ખુશીથી મળજે. તેઓ ખૂબ ઉદાર અને પ્રેમાળ છે. આ નગરમાં તેમના જે દાનવીર કેઈ નથી. આપ જરૂર જજો. કદાચ આપને કાંઈ જરૂર હશે તે તે બધું આપશે. બિચારા ભેમિયાને કયાં ખબર છે કે આ ગુણસુંદર અહીં શા માટે આવ્યું છે? તેને એમ કે આ લોકોને પૈસાની થેલી ભીડ હશે તો જરૂરથી તેમને મળી જશે. અરે, ધંધો પણ કરાવી આપે એવા છે. તેણે એવું માનેલું એટલે એણે આ રીતે કહ્યું. આ સાંભળીને ગુણસુંદરને જરા હસવું આવી ગયું કે મારે ક્યાં પૈસાની જરૂર છે ! તે કહે ભલે આપણે તે શેઠને મળવા જઈશું. ભોમિયો જોવા જેવા સ્થળો બતાવતો જાય છે. હવે શું બનશે તે અવસરે. દ્વિ. શ્રાવણ વદ ૧૧ને મંગળવાર : વ્યાખ્યાન નં. ૬૬ : તા. ૧૦-૮-૮૫
આપણા ચાલુ અધિકારમાં આનંદ શ્રાવકે ત્રીજું વ્રત અંગીકાર કર્યું. હવે હું મટકી ચોરી કરીશ નહિ. આ વ્રત લેવાને ઉદ્દેશ શો? આ જીવે ચાર ગતિમાં ભમતાં અનેક ભવ કર્યા છે. નારકીના ભાવમાં ચોરી જેવું ખાસ કાંઈ હોતું નથી. તિર્યંચના ભવમાં કેટલાક પક્ષીઓ એવા હોય છે કે બીજાના માળામાં ખાવાનું પડયું હોય તે ખાઈ જાય છે. ગાય-બકરા આદિ ઘરમાં પેસી જઈને અનાજ વિગેરે ખાઈ જાય