________________
શારદા શિરમણિ ]
[ ૬૧૩ ધણી હોય, તેણે આપ્યા વિના વસ્તુ લઈ લેવી તેનું નામ અદત્તાદાન. તેના પણ સૂફમ અને સ્થૂલ બે ભેદ છે. રસ્તામાંથી છેડી રેતી લીધી. કાંકરા લીધા જેના કઈ માલિક નથી તેને લેવા, તળાવમાંથી કે કુવામાંથી પાણી લાવ્યા તે તળાવની રજા લેવા જતા નથી. આ સૂક્ષ્મ અદત્તાદાન છે. આ લેવામાં સંસારી અને અદત્તાદાનને દોષ લાગતો નથી કારણ કે તેને મટકી ચોરી કરવાના પચ્ચક્ખાણ છે. સાધુને તે સર્વથા અદત્તાદાનના પચ્ચક્ખાણ છે. એક સાવરણની સળી પણ ગૃહસ્થની આજ્ઞા લીધા પહેલા લેવાય નહિ. સાધુ જે એ રીતે લે તે એને ત્રીજા મહાવ્રતમાં દોષ લાગે છે. જે ગ્રહણ કરવાથી ચેરીને અપરાધ દેષ લાગે એવું બીજા કેઈનું સોનું, પૈસા, જેનું મૂલ્ય કિંમત ગણતરીમાં થાય છે તે બધું સ્થૂલ અદત્તાદાન છે. શ્રાવકે કઈ જાતની ચોરી ન કરવી, તે ચોરી કેટલા પ્રકારની છે તે વાત અવસરે. •
ચરિત્ર: મિયા સાથે ગુણસુંદરે કરેલી નગરચર્યા : ગુણસુંદર અને શેઠ બંને સાથે ગામમાં ફરવા નીકળ્યા. ગામને અનુભવી ભેમિયો સાથે લીધો. ભેમિયાની સાથે બંને વાતો કરતા કરતા રસ્તામાં ચાલ્યા જાય છે. આ ભેમિયો તે વારે ઘડીયે ગુણસુંદર તરફ જોયા કરે છે. શું આ છોકરે છે ! શું તેનું તેજસ્વી મુખ છે ! શું તેની પ્રતિભા છે! વારંવાર તેના સામું જોયા કરે. તેમાં જ્યારે એ સૂરીલા કંઠે વાત કરતા, હસો અને હસાવો ત્યારે નાના મોટા સૌ તેનામાં અંજાઈ જતા. મિયાને તે એની સાથે વાતો કરવામાં ખૂબ આનંદ આવવા લાગ્યા. તે પૂછે છે શેઠ! આપનું વતન કયું? અહીં કયા કારણસર આવ્યા છે ? ભાઈ ! અમારે વતન જેવું કાંઈ નથી. અમે તે વણઝારા. ગામે ગામ ફરવાનો અમારો સ્વભાવ. અમારે ગામે ગામ ઉતારા. અમે આ ગામની ખૂબ ખ્યાતિ સાંભળી છે તેથી અમે અહીં આવ્યા છીએ. તમારું નામ શું છે? ગુણસુંદર ! વાહ ! ખૂબ સુંદર નામ ! નામ તેવા ગુણ તમારામાં છે. હું તો નખથી માથા સુધી તમને જોયા કરું છું કે બધા ગુણ તમારામાં ગોઠવાઈ ગયા છે. ગુણવાન તો છે જ તેમજ રૂપમાં પણ ખૂબ સુંદર છો. આપ આપના નામને બરાબર ઉજજવળ કરી રહ્યા છે. ભાઈ ! મારામાં તો કાંઈ નથી. આ બધાએ ભેગા થઈને મારું નામ પાડ્યું છે.
ગુણસુંદરે કહ્યું–ભાઈ ! આ નગરમાં શું જોવા જેવું છે? એ પૂછશે નહિ. શું જેવા જેવું નથી, એ જ પૂછે. અમારા ગામમાં ઉપવન, ગુરૂકુળ, ધર્મસ્થાનકે, જળ સરોવરે, કમળવનો એવા અનેક સહેલગાહના સ્થાને તથા બીજા અનેક સ્થળે જોવા જેવા છે. આમ વાતો કરતા ચાલે છે. ત્યાં રસ્તામાં એક મોટું સુંદર ઉદ્યાન આવ્યું. એ ઉદ્યાનમાં મોટી વિશાળ પરસાળ હતી. ભેમિયાએ કહ્યું – અમારા ગામમાં જૈન સંત મોટા સમુદાય સાથે પધારે છે ત્યારે અહીં ઉતરે છે. સંત પ્રવચન આપે ત્યારે હજારોની મેદની ભરાય છે, ચાતુર્માસમાં તે ભક્તોના ટોળેટોળા ઉભરાય છે. આ વર્ષે કેઈ સંત પધાર્યા નથી એટલે એની શોભા ઝાંખી દેખાય છે. અમારા ગામમાં સૌથી શ્રેષ્ઠ અને પવિત્ર આ ઉદ્યાન છે. ગુણસુંદર કહે-ભલે અત્યારે કોઈ સંત નથી પણ આ ભૂમિ પવિત્ર સંતેની ચરણરજથી