________________
શારદા શિરેમણિ ]
[ ૬૧૯ મને કેટલી વાર પૂછ્યું કે તું હાર ચોરી કરીને લાવ્યા નથી ને ! તો મેં ખોટું બેલીને એને વિશ્વાસઘાત કર્યો ને એનું વ્રત તેડાવ્યું. છતાં એ કેટલી ઉત્તમ છે કે મને બચાવવા રાજા પાસે મારું નામ બોલતી નથી અને રોજ જેલમાં ૫૦ ચાબુકના માર ખાય છે. લાવ, હવે હું જલદી જાઉં ને મારા પાપનું પાયશ્ચિત કરું. એમ વિચારી એ દેડતો સીધે રાજા પાસે જઈને ઊભો રહ્યો અને કહ્યું – મહારાજગુનેગાર હું છું. ગુનો મેં કર્યો છે. વેશ્યાએ ગુનો કર્યો નથી. એ તે સાવ નિર્દોષ છે. રાણીને હાર મેં ચોર્યો છે. હું તેને આપવા ગયો ત્યારે મને ખૂબ કહ્યું કે તું સાચું બોલ. આ હાર ચોરી કરીને લાવ્યો નથી ને? ત્યારે હું ખોટું છે કે આ હાર મારો પોતાનો છે એટલે તેણે લીધે. તે બિનગુનેગાર છે. તેને શિક્ષા માફ કરી દો અને મને જે શિક્ષા કરવી હોય તે કરે. રાજાએ વેશ્યાને ધન્યવાદ આપ્યા અને તેને છોડી દીધી અને ચેરને ફાંસીની શિક્ષા આપવાનું જાહેર થયું. તે સાચું બોલ્યો છતાં તેને શિક્ષા માફ ન થઈ. હવે વેશ્યા ગમે તેટલું કહે તો પણ રાજા માને તેમ નથી.
અંતિમ સમયે નવકારંમવના આપેલા શરણું : ચારને ફાંસીએ ચઢાવવા લઈ ગયા. વેશ્યા ત્યાં ગઈ. ફાંસીએ ચઢયે છે, છેલ્લા શ્વાસોચ્છવાસ લઈ રહ્યો છે. વેશ્યા કહે ભાઈ! આપણા કરેલા પાપ આપણે ભેગવવા પડે છે. તું રાજા સાથે કે કોઈની સાથે વૈરભાવ ન રાખીશ. તેમના પર જરાય ગુસ્સો ન કરીશ. તારા દુષ્કૃત્ય પર તિરસ્કાર કરજે. મને કેઈ ફાંસી આપતું નથી. મારી ભૂલ, મારે ગુનો મને ફાંસી આપે છે. તું નવકારમંત્રનું શરણું લે. એના ધ્યાનમાં રહેજે. તારો ઉપયોગ નવકારમંત્ર સિવાય બીજા કેઈમાં રાખીશ નહિ. વેશ્યાએ નવકારમંત્ર સંભળાવ્યો. શુદ્ધ ભાવે સાંભળતા તે પિતાનું દુઃખ ભૂલી ગયો. વેશ્યાએ કહ્યું – નવકારમંત્ર સાંભળતાં તું સંકલ્પ કરજે કે આવતા જન્મમાં હું રાજાને પુત્ર થાઉં. જેથી મારે તને શોધવા આવો ન પડે પછી મારે ને તારે બંનેનો ઉદ્ધાર થાય એવું કરીએ. ચેરને વેશ્યા પર પ્રેમ તે હતું, પાછું બહુમાન અથાગ થયું અને અંતકાળે આ શિખામણ આપી. તેના આયુષ્યને બંધ પડે ન હતો તેથી તેના સંકલ્પ–નિયાણાના બળે નવકારમંત્રના પ્રભાવે રાણીના ગર્ભમાં આવીને ઉત્પન્ન થયે. વેશ્યાએ ચાર મરી ગયો તે દિવસથી દિવસ ગણવા માંડયા. બરાબર નવ મહિને રાણીએ પુત્રને જન્મ આપ્યો. એટલે તેણે નકકી કર્યું કે નક્કી એ ચાર રાજપુત્ર થયેલ છે.
વેશ્યાએ આપેલો પ્રતિબંધ : હવે એ રાજપુત્રને પ્રતિબોધ પમાડવો છે તેથી તેની પાસે જઈને ઝુલણે ઝુલાવતા હાલરડા ગાય છે. ઝુલે રે ગુલે ચંડપિંગલ! ચાદ કર યાદ કર પૂર્વભવને ! નવકારમંત્રના પ્રભાવે રાજપુત્ર થયે. રોજ આ રીતે સાંભળતા તેને જાતિસ્મરણ જ્ઞાન થયું. તેણે પિતાને પૂર્વજન્મ જોયે. થોડો મોટો થતાં વેશ્યાએ એને ધર્મ સમજાવ્યું. એક નવકારમંત્રના પ્રભાવથી તું ચાર મટીને રાજકુમાર બન્ય, હવે તું સતત નવકારમંત્રનું સમરણ કરજે, હવે આ જીવનની સફળતા કરવા દીક્ષા લઈ એ;