________________
૬૧૮ ]
[ શારદા શિરોમણિ મનમાં થયું કે હવે હું વેશ્યા રહી નથી તે હું પણ ત્યાં જાઉં. તે સમયે પેલે હાર પહેરીને તે પ્રસંગમાં ગઈ. હવે બનેલું એવું કે રાજરાણીને હાર ગુમ થયે છે. ઘણી શેધ કરવા છતાં તે જ નથી. વેશ્યાની ડેકમાં પહેરેલે હાર જતાં રાણી ઓળખી ગઈ કે મારે જે હાર જડતો નથી, છેવાઈ ગયો છે તે જ આ હાર છે. રાજા પૂછે છે બેલ આ હાર કયાંથી લાવી? તે ચોરી કરી છે? વેચાતો લીધો છે ? વેશ્યા સમજી ગઈ કે નકકી પેલે માણસ ખોટું બોલીને મને આ હાર આપી ગયો છે. આ હાર તે ચોરી કરીને લાવ્યા હશે. મેં ચોરી કરી નથી કે વેચાતો લીધે નથી. હવે મારે કરવું શું?
બંધુઓ ! આ એક વેશ્યા હોવા છતાં શ્રાવિકા બની છે. તે શું વિચાર કરે છે? જે હું ચેરનું નામ દઈશ તે રાજા એને શિક્ષા કરશે. કદાચ ફાંસીની શિક્ષા આપે ને તેનું મૃત્યુ થાય તે પંચેન્દ્રિય હત્યામાં હું નિમિત્તભૂત બન. તે પછી મારા પહેલા અહિંસા વ્રતનો આદર્શ ન જળવાય, માટે એનું નામ તો નહિ જ લઉં. ભલે મારે મરવું પડે તો મરીશ. જુઓ, એનું અહિંસાનું વ્રત કેવું! પ્રાણ જાય પણ વ્રત ન જાય. તમારાથી શું આ ન બની શકે કે મારે ચોરીની વસ્તુ પણ ન ખપે અને કેઈની હિંસામાં નિમિત્તભૂત ન બનું? આ તો વેશ્યા હતી પણ પાછળથી જૈનધર્મ પામી હતી. તમે તે જન્મથી જૈન ધર્મ પામેલા છો તે આટલું ચ ન કરી શકે ? આ માનવ જીવનમાં ગુણેની ખુ ભરવી છે કે દુષ્કૃત્યની બદબો ભરવી છે? યાદ રાખજે. જીવન સારું છે તો ય પૂરું થવાનું છે અને ખરાબ જીવશે તો પણ પૂરું થવાનું છે. જેટલે પાપનો ત્યાગ કરશો એટલું જીવન પવિત્ર બનશે.
ચેરની કરૂણા કાજે કષ્ટ વેઠતી વેશ્યા રાજાએ વેરયાને ઘણું પૂછયું પણ વેયા મૌન રહી. તેણે કઈ જવાબ ન આવે એટલે તેને પકડીને હાર લઈ લીધે અને તેને જેલમાં પૂરી દીધી. રેજ ૫૦ ચાબુકના માર મરાવે છે. રાજાને હુકમ છે કે જયાં સુધી તે કબુલાત ન કરે ત્યાં સુધી ખાવાપીવા પણ ન આપશે અને ૫૦ ચાબુક માર જે. વેશ્યા એક માત્ર પોતાના વતને આદર્શ પાળવા અને ચોરને સુરક્ષિત રાખવા મૃત્યુની તૈયારી સાથે ચાબુકના માર સહન કરે છે. જીવનમાં આ રીતે એકાદ વ્રત પાલન અને દયાદિ ગુણ સાચવ્યા હોય તે એ આત્માને ઘણો ઉંચે લઈ જાય છે. આ ભવમાં જે જીવન વ્રતમય નથી બનાવ્યું તે મનની ભાવના અશુભ રહેવાની. તેમજ જે ગુણની કમાણી કરી નથી તો દોષનું સેવન રહેવાનું પછી ભવિષ્યમાં ગતિ કેવી મળે? વેશ્યાને ચાબુકના માર મળે છે છતાં વ્રતમાં કેટલી દઢ છે. અહીં તે વેશ્યાએ હાર ચા નથી પણ ચોરને બચાવવા માટે આ શિક્ષા વેઠી રહી છે, પણ જે આ ભવમાં ચોરી કરે છે તેની જગતમાં ફજેતી થાય છે. તેના હાલહવાલ બૂરા થાય છે અને બીજા ભવમાં પણ શિક્ષા ભોગવવી પડે છે.
આ વાત વાયુવેગે પ્રસરતા પ્રસરતા પેલા ચેરના કાને પહોંચી. તે સમજી ગયે કે મારી ખાતર વેશ્યા માર ખાય છે. હું કે નીચ! કે આ બિચારીને ફસાવી? તેણે