________________
શારદા શિરમણિ ]
[૬૧૫ છે. તિર્યંચ ગતિમાં પણ આ રીતે ચેરીઓ થાય છે. દેવગતિમાં પણ અમુક લેભી દે ચોરી કરે છે. એકબીજાની દેવીઓને ઉપાડી જાય. આભૂષણ, ઘરેણાં ઉપાડી જાય છે. જેની ચી ગઈ હોય તે મેટો દેવ હોય અને લેનાર દેવનાને હોય તો મેટો દેવ તેને પકડીને પિતાની ચીજે પાછી લઈ લે છે અને તેને શિક્ષા પણ કરે છે. કેઈ વાર મોટો દેવ નાના દેવની કઈ વસ્તુ ઉપાડી લાવે. નાને દેવ તો મોટા દેવને કંઈ કરી શકે નહિ એટલે તે ઈન્દ્રને ફરિયાદ કરે. ઈન્દ્ર પિતાના દેવ મોકલીને તે મોટા દેવને પકડે અને નાના દેવની ચીને તેને પાછી અપાવે અને સજા પણ કરે. આ રીતે દેવગતિમાં પણ ચેરીઓ થાય છે. હવે આપણી મનુષ્યની વાત. જૈનકુળમાં જન્મેલા બહુ મોટી કહેવાય એવી ચેરીઓ પ્રાયઃ કરતા નથી. અપેક્ષાએ કઈ થોડા ઘણાં ખરાબ હોય છતાં આપણે આજના સમાજ મોટી ચોરી કહેવાય એવી ચોરી આ ભવમાં તો નથી કરતો પણ તેથી પૂર્વભવમાં નથી કરી એમ ન કહેવાય અને તેથી પૂર્વભવમાં જે ચેરીના ધંધા કર્યા તેના પાપોચાલ્યા આવે છે. તે બધા પાપો અટકાવવા અને સંવરમાં આવવા આ વ્રત લેવામાં આવે છે.
ત્રીજા વ્રતમાં કઈ કઈ જાતની ચોરી ન કરવી તે બતાવે છે. આ ચોરી ચાર પ્રકારની છે. ચારમાંથી કઈ પણ પ્રકારની ચોરી કરે તે ત્રીજું વ્રત તૂટે. (૧) ખાતરખણું : ખાતર પાડીને કઈ વાર ઘરમાં બખેલા પાડીને, ઘર ખેતરીને ચોરી કરે, પહેલાના માણસો બેંક ન હતી ત્યારે જમીન ખોદીને ભેંયમાં ધન દાટતા. આવું દાટેલું ધન કાઢી આવે. મહામહેનતે મેળવેલું ધન સાચવવા માટે કઈ જમીનમાં દાટે, કઈ તિજોરીમાં છૂપા ખાનામાં રાખે. કેઈ ભેંયરામાં છૂપાવી રાખે, અરે ! પોતાનું ધન પોતાને છોડીને ન જાય તે માટે ચેકીપહેરે ગોઠવે છતાં ચેરી કરનારાઓ તે ગમે તે રીતે ગુપ્ત રાખેલા ધનને પણ ઉઠાવી જાય છે. ચારનું ધ્યાન તો હંમેશા ચેરી તરફ હોય એટલે તેને કઈ પણ રીતે બધી બાતમી મળી જાય તેથી ખાતર પાડીને ચોરી કરી શકે. જેનું ધન ગયું તેને કેટલું દુઃખ થયું હશે કે કેટલે આઘાત લાગ્યો હશે તેની ચિંતા ચોરો કરતા નથી. માનવીએ કાળી મજૂરી કરીને જે ડી ઘણું મૂડી ભેગી કરી હોય તે જ્યારે આ રીતે ચોરાઈ જાય છે ત્યારે ખૂબ વલેપાત કરે છે કારણ કે આજે ધન વગરના માણસની કિંમત નથી. જૈનના સાધુ પૈસા રાખે તે તેની કિંમત કેડીની અને ગૃહસ્થ પાસે જે ધન ન હોય તે તેની કિંમત કેડીની. ધર્મ ના જાણકાર શ્રાવકે આ રીતે ખાતર પાડીને મટકી ચોરી કરવી નહિ. ચોરી કરનાર આ લેકમાં નિંદાને પાત્ર બને છે, તેમજ ચોરી ગમે તે પ્રસંગમાં કરી હોય, આર્થિક સ્થિતિ નબળી હોય ને કરી હોય અથવા તો પૈસાવાળા થવા માટે કરી હોય પણ ચેરી એ તે ચેરી જ ને ! ચોરી કરનાર આ લેકમાં પકડાય ત્યારે જેલનાં, મારપીટના અને ભૂખ-તરસ આદિ દુઃખે આ ભવમાં પણ ભેગવવા પડે છે. નરક, તિય"ચ ગતિમાં જાય ત્યારે પણ ભયંકર દુઓ ભેગવવા પડે છે. આ લેકમાં તિરરકારને પાત્ર બને છે ને પલેકમાં દુઃખી થાય છે માટે શ્રાવકોએ મોટકી ચોરી કરવી નહિ. અહીં એક વાત યાદ આવે છે