________________
[૬૦૭
શારદા શિરમણિ ]
આનંદ શ્રાવકે સ્થૂલ અદત્તાદાન ચેરીના પ્રત્યાખ્યાન કર્યા કે નવજીવ સુધી મન, વચન અને કાયાથી રપૂલ-મોટી ચોરી કરીશ નહિ અને કરાવીશ નહિ.
ત્રીજા વ્રતમાં એ બતાવે છે કે શ્રાવકે મોટકી ચોરી કરવી નહિ. તૃષ્ણા પર વિજય મેળવે તેને ચોરી કરવાનું મન ન થાય. ચેરીના મૂળમાં કોઈ તત્ત્વ હોય તે અસંતોષ છે. તેને જે મળે તે ઓછું લાગે. તેની દષ્ટિ સદાય પોતાના કરતા અધિક સંપત્તિ વાન હોય તેની સામે રહે છે. આ દષ્ટિ ચેરીના પાપને જીવનમાં લાવ્યા વિના રહેતી નથી આ વાત ખૂબ વિચારવા જેવી છે.
જીવન ટકાવવા માટે આ જીવને અનેક પ્રકારની સામગ્રીની જરૂર પડે છે. તેમાંય નીચલી ગતિઓમાંથી જેમ જેમ ઉપરની ગતિઓમાં આવતો જાય છે તેમ તેમ તેને સામગ્રીની જરૂરિયાત વધતી જાય છે. જીવ એકેન્દ્રિયમાં ગમે ત્યાં તો પોતાની મેળે હલનચલન કરવાની શક્તિ જ ન હતી એટલે ત્યાં તે કર્મ સત્તા જે રીતે રાખે તે રીતે રહેવાનું હતું. ત્યાંથી જીવ વિગલેન્દ્રિય એટલે બેઈન્દ્રિય, તેઈન્દ્રિય અને ચૌરેનિદ્રામાં આવે એટલે જરૂરિયાતો વધે. તે ગતિઓમાં રહેવા માટે દર બનાવવા પડે. શરીર ટકાવવા માટે ખોરાકની શોધમાં નીકળવું પડે. ત્યાંથી જીવ સંજ્ઞી પંચેન્દ્રિયપણમાં આવવો. પંચેન્દ્રિયના ચાર ભેદ. દેવતા, મનુષ્ય, નારકી, તિર્ય“ચ. જીવ દેવગતિમાં ગયે તો ત્યાં તે જન્મતી વખતે જેટલી સામગ્રીઓ મળી તેટલી જ સામગ્રીઓ મૃત્યુ સુધી રહે. વધે ઘટે નહિ, છતાં મૂછ ઘણી. નરક ગતિમાં તે દુઃખે સિવાય બીજું કાંઈ છે જ નહિ. એક ક્ષણ વાર પણ શાંતિ નહિ. મારા શરીર પર ઓછામાં ઓછા દુઃખે કેમ આવે એ જ ભાવનામાં જીવન પૂરું કરવાનું. તિર્યંચના ભવમાં ગમે ત્યાં પોતાની જરૂરિયાત ઘણી વધી. રહેવા માટે માળાઓ બનાવવા તણખલા આદિ લાવવા પડે. ખાવાની ચિં , ખેરાક માટે ભમવું પડે, તેના બાળબચાની ચિંતા, ઠંડી ગરમીથી રક્ષણ મેળવવાની ચિંતા અને જીવન નિભાવવાની ચિંતા, છેવટે પિતાનાથી બળવાન પ્રાણીઓ આવીને પોતાનું ભક્ષણ ન કરી જાય એટલે મૃત્યુ અટકાવવાની ચિંતા. બસ, આ પ્રવૃત્તિઓમાં તેમની જિંદગી પૂરી કરી દેવાની.
જીવ મનુષ્યભવમાં આવ્યું ત્યારે તેની જરૂરિયાતનું ક્ષેત્ર ખૂબ વધ્યું. મનુષ્યમાં દેવગતિ જેવી સ્થિતિ નથી કે જન્મ થતાં જે સામગ્રીઓ મળી તેટલી મૃત્યુ સુધી ટકી શકે. આ ભવમાં તે સામગ્રીઓમાં વૃદ્ધિ પણ થઈ શકે અને ઓછી પણ થઈ શકે આ ગતિમાં નરકગતિ જેવા દુઃખે નથી જે થોડા ઘણું દુખે છે તે નરકગતિની અપેક્ષાએ તે કાંઈ નથી અને તે દુઃખમાંય વચ્ચે કયારેક કયારેક સુખો પણ મળ્યા કરે છે. તિર્યંચ ગતિ જેવી વિવેકહીનતા નથી. મળેલી સામગ્રીઓને સદુપયોગ પણ અહીં થઈ શકે છે અને દુરૂપયેગ થઈ શકે છે. ચારે ગતિમાં મનુષ્ય ગતિની વાત સાવ જુદી છે. અહીંનું ક્ષેત્ર ખૂબ વિશાળ છે. એટલા માટે સમસ્ત સંસારમાં આ મનુષ્ય ગતિના જન્મ જેવો કોઈ સુંદર જન્મ નથી. જે તેને સદુપયોગ કરતાં આવડે તે લાભદાયી પણ ખૂબ - છે અને સદુપયોગ કરતા ન આવડે તે નુકશાનકારી પણ એટલે છે,