________________
૬૦૦ ]
[શારદા શિરેમણિ મહેરબાની થાય તે એ શિક્ષાને ઘટાડી શકે તેમ જીવ જે ધર્મરાજાને શરણે જાય તે ધર્મરાજા સજા ઓછી તે શું માફ પણ કરી આપે. તપધર્મનું શરણું લેવાથી જન્મોજન્મના કર્મો નાશ પામે છે તે એ શિક્ષા શું માફ થઈ જ કહેવાય ને ! આમ તે કર્મને દંડ ભોગવતા ડેચો નીકળી જાય એના બદલે તપ ધમેં કર્મને કુ. કાઢી નાંખ્યો.
- જ્યારે જીવનમાં ધર્મસત્તા આવે ત્યારે એ આત્મા પગલિક સામગ્રીથી અળગે રહે. મહાપુરૂષે સમજાવે છે કે દુનિયાના પદાર્થોને મેળવવાની ઈચ્છા એ પાપ છે, એ આર્તધ્યાનને પામે છે અને દુનિયાના પદાર્થો આવ્યા પછી સાચવવાની ઈચ્છા એ રદ્રધ્યાનને પાયે. આજે દુનિયામાં જોવા મળે છે કે લાખ કમાયા પછી ઝૂંપડી ન ગમે પછી તે બંગલે, બગીચો, કંપાઉન્ડ અને તે સાચવનાર ભયો આ બધું આવે પણ જેના હૃદયમાં ધર્મ સત્તાનું સ્થાન છે તે આત્મા તે આ સ્થિતિમાં ગભરાય. પાપમાં પ્રેરનાર સામગ્રીથી એ અળગો રહેવા ઇચ્છ. મુક્તિની અભિલાષાથી જે ધર્મ કરાય એ ધર્મના યોગે સામગ્રી એવી મળે કે જે પાપમાં પ્રેરનારી ન હોય. એ સામગ્રી આત્માને ભાન ન ભૂલાવે. જે ધર્મસત્તાના પક્ષમાં રહીને કર્મ સત્તા સામે લડશે તે વિજય નિશ્ચિત છે અને ધર્મસત્તાને એક બાજુમાં રાખીને લડવા જશો તે પરાજય નિશ્ચિત છે. અનંતકાળથી આપણો આત્મા હારતો આવ્યો છે. હવે આ મનુષ્યભવમાં એ નિર્ણય કરીએ કે હવે મારે હાર ખાવી નથી પણ જીત મેળવવી છે અને તે જીત મેળવવા માટે ધર્મસત્તાનું શરણું જ સ્વીકારવું છે.
જેણે ધર્મસત્તાનું શરણું સ્વીકાર્યું છે એવા આનંદ શ્રાવક ભગવાન મહાવીર સ્વામીની પાસે ૧૨ વ્રત રૂપી કિંમતી માલની ખરીદી કરી રહ્યા છે. બીજા વ્રતનું સ્વરૂપ સમજાવતાં ભગવાન કહે છે કે મારો શ્રાવક કન્યા સંબંધી, ગાય, ભેંસ, સંબંધી, ખેતી, મકાન, જમીન, સંબંધી જૂઠું બોલે નહિ તેમજ કેઈની થાપણ ઓળવે નહિ. હવે પાંચમે બોલ છે. મટકી ફડી સાખ”. એટલે કેર્ટમાં કે બીજે બેટી સાક્ષી આપવી. તમને કઈ કેટેમાં સાક્ષી પૂરવા લઈ જાય ત્યાં તમે બેટો પૂરા કે ખોટી સાક્ષી આપે કે આ અપરાધી છે, હું એના બધા કામ જાણું છું. આવી રીતે સાક્ષી આપીને એક પક્ષને સારા થાય અને તમને પ૦૦૦ રૂપિયા મળી ગયા તેથી હરખાઈ જાવ પણ વિચાર કરે કે આ પ૦૦૦ કેટલી જિંદગી માટે ? કઈ વાર તે એ ૫૦૦૦ તમે ભોગવી શકતા નથી પણ તે તમારા ભેગા આવવાના ને? આ રીતે ખોટી સાક્ષી આપવાથી સામી વ્યક્તિને કોઈ વાર જિંદગીની જેલ મળી જાય, કઈ વાર ફાંસીની, મૃત્યુની શિક્ષા અપાઈ જાય તે નિમિત્તભૂત બની જઈએ માટે આ રીતે કોઈના પંજામાં ફસાશે નહિ. કદાચ ફાંસી કે જેલ ન મળે પણ કેટેમાં તે ખેટો ર્યો એટલે તેના સગા સંબંધી, મિત્રે બધા તેને ખેટો માને છે. તે બધે હડધૂત થાય છે. વ્રતધારી