________________
શારદા શિમણિ ]
[ ૬૦૩ યૌવન, ધન, સંપત્તિ, પ્રભુત્વ, અધિકાર અને અવિવેક એ ચારમાંથી એક હોય ત્યાં પણ અનર્થ થવાની સંભાવના રહે છે. તે ચારે જ્યાં ભેગા થાય ત્યાં પૂછવાનું જ શું ?
કંસની પાસે આ ચારે વસ્તુ હતી. ખીલેલી યુવાનીનું જેમ હતું, ધન હતું, રાજ્યનો સ્વામી હતા અને અવિવેકની તે કમી ન હતી. આ ચંડાળ ચેકડી ત્યાં અનર્થ થયા વગર રહે નહિ. તેના ક્રૂરતાપૂર્ણ વ્યવહારથી અને અત્યાચારથી પ્રજા તો ત્રાસ ત્રાસ પિોકારી ગઈ. કંસને નાનો ભાઈ તો કંસના ત્રાસથી ખૂબ ત્રાસી ગયે. કંસ લોકોને સતાવે, મારે, કંઈક ને મારી નાંખે એ નાના ભાઈથી સહન ન થયું. તેને થયું કે હું અહી રહે તો મારે એની પાપકારી આજ્ઞાનું પાલન કરવું પડે ને ? મારે પાપ બાંધવા પડે ને! આ પાપમય સંસાર મારે ન જોઈએ, તેમજ મારા પિતાને પાંજરામાં પૂરે આ મારાથી જોવાતું નથી એટલે તેણે તો સંસારથી વિરકત થઈને દીક્ષા લઈ લીધી. અઘેર તપ કર્યા અને તેના પ્રભાવે તે મહાન શક્તિધારી, લબ્ધિધારી બની ગયા. કેટલાય વર્ષો તે ફરતા ફરતા આ ગામમાં પધાર્યા અને ગૌચરી લેવા માટે નીકળ્યા. મુનિ ફરતા ફરતા તે રાજ્યમાં આવી ચઢયા.
જીવયશાએ કાઢેલા કવેણુઃ આ સમયે જીવયશા દેવકીનું માથું ઓળી રહી હતી. તે ખૂબ અભિમાની હતી. અભિમાન કેવા અનર્થો કરી દે છે ! જીવયશાએ મુનિને જોયા એટલે ઓળખી ગઈ ને ઘમંડથી કહેવા લાગી તમારા ભાઈ રાજ્યના છત્રપતિ હોય, એક હાકે ધરતી ધ્રુજાવતા હોય ને તમે ઘર ઘર ભીખ માંગવા નીકળ્યા છો? તમને લજજા નથી આવતી? તમે અમારી બદનામી કરી છે. હવે આ ભીખ માંગવી છોડી દો.
માનને માંચડે ચઢેલી છવયશાએ મુનિને કેવા શબ્દો કહ્યા? સંતને સંતાપવાથી મહાન કર્મ બંધાય છે. ભગવાન દશવૈકાલિક સૂત્રમાં બેલ્યા છે કે सिया हु से पावय नो ऽहिज्जा, आसीविसो वा कुविओ न भक्खे । રિયા વિલ ટ્રાઇ મારે, ન ચાર નવા ગુરુ હીરા || અ.૯ઉ.૧.ગા.૭
કદાચિત અગ્નિ પર પગ રાખવાથી તે પુરૂષના પગને તે અગ્નિ ન બાળે, કેપિત બનેલ દષ્ટિવિષ સર્પ પણ ન કરડે, ભયંકર વિષ પિતાની અસર ન બતાવે એટલે વિષ ખાવાવાળાને ન મારે, વિદ્યા, બળ, મંત્ર આદિથી એ વાતે શક્ય બને પણ ગુરૂની હીલણ કરવાવાળાને તો કયારે પણ મેક્ષ પ્રાપ્ત થતું નથી.
જીવયશાએ મુનિને ન કહેવાના શબ્દો કહ્યા. સંત કહે છે હે જીવયશા! તું ધીરજ રાખ. અભિમાન ઓછું કર. તું જેનું માથું ઓળી રહી છે એનો સાતમો બાળક તારા કુળનો ઉછેદ કરનાર બનશે. આટલું કહીને મુનિ તે ચાલ્યા ગયા પણું જીવયશાને આ શબ્દો ખૂબ લાગી આવ્યા. સાથે તેને એ શ્રદ્ધા તે હતી કે સંત બોલે નહિ અને બેલે તો તેના શબ્દો કદી નિષ્ફળ જાય નહિ. તે ઉદાસ થઈ ગઈ. કંસ તેને ઉદાસ જોઈને પૂછે છે તું ઉદાસ કેમ છે ? જીવયશા કહે હવે આપણું પુણ્ય ખૂટ્યું છે, પણ છે શું ? તમારા ભાઈ એ દીક્ષા લીધી હતી તે આવ્યા હતા ને મને આ પ્રમાણે કહી