________________
૬૦૪]
[ શારદા શિરેમણિ ગયા છે. કંસના દિલમાં ચટપટી પિડી. તેણે સારા તિષીઓને બોલાવ્યા અને પૂછયું કે શું આ સંસારમાં કઈ એ બળવાન છે કે મારે પરાજય કરીને મને હરાવે ! કઈ મારે નાશ કરી શકશે ખરે? તિષીઓના મનમાં થયું–અરે ! આને કેટલું અભિમાન છે ! એને જરા પણ ભાન નથી કે હું આટલે અહંકાર ક્યાં કરું છું ! કંઈક રાખમાં રોળાઈ ગયા. તે મારું અભિમાન કયાં ટકવાનું છે ! આ અભિમાન મને ભય પછાડી દેશે. આવા માણસોને ડાહ્યા પુરૂષો હિતશિખામણ આપે તો પણ તેને ગમે નહિ.
કૃષ્ણ જન્મના એંધાણઃ કસે પૂછયું ત્યારે થોડી વાર જોતિષીઓ મૌન રહ્યા. કંસ કહે- કેમ બોલતા નથી? જ્યોતિષીઓને થયું એને અભિમાન ઉતારવા દે. એટલે એક તિષીએ કહ્યું હું સત્ય વાત કરું છું. તને હરાવનાર, તારો નાશ કરનાર કઈ જાળીયો થશે. અત્યારે તે પુરૂષને જન્મ થયો નથી, પણ તે વીરપુરૂષ હવે જન્મવાને છે. તે એ ભડવીર થશે કે તમારા સસરાને હરાવીને તેમનું રાજ્ય લઈ લેશે. તે યાદવ કુળનો ઉદ્ધારક થશે અને તમારા કુળનો નાશકર્તા થશે. કંસ કહે, તેને જન્મકેને ત્યાં થશે? તેની કંઈક નિશાની તે બતાવો. તિષીઓએ કહ્યું- તારા બે મલ્લયુદ્ધો છે તેને ચપટીમાં રોળી નાંખશે, કાળીનાગનું માથું ઉડાડશે. તારા બે બળદોને મારશે, શંખ ધનુષ્યને ચઢાવશે. તે ત્રણ ખંડ પર રાજ્ય કરશે અને તમારે નાશ કરશે, પણ આપ એ તે કહે કે તે કેના ઘેર જન્મ લેશે ? જોતિષીઓએ કહ્યું- આપ એ વાત ન પૂછશો. એ વાત જાણવાની જરૂર નથી. તે મહાપુરૂષ અતિશય પુણ્યશાળી અને પ્રભાવશાળી થશે. તેમની સામે કેઈનું કાંઈ ચાલશે નહિ અંતમાં તે તમારે વિનાશ કરશે. કંસે ખૂબ કહ્યું એટલે તિષીએ કહ્યું- આ તમારી બેન દેવકીને સાતમ ગર્ભ કુળને ઉચ્છેદ કરશે. આ ભવિષ્યવાણી સાંભળીને કંસનું હૈયું ધ્રુજવા લાગ્યું.
તિષી અને મુનિની વાત સરખી આવે છે માટે વાત સાચી પડશે તેને તિષીને વિદાય કર્યો અને પિતાની પ્રાણુરક્ષાને ઉપાય શોધવા લાગ્યો.
સમય જતાં દેવકી મટી થઈ અને તેના લગ્ન વસુદેવ સાથે થયા. કંસે વસુદેવની મિત્રાચારી બાંધી અને તેમને જુગાર રમવા બેસાડયા. જુગાર બહુ ખરાબમાં ખરાબ છે. આજે મહાન પવિત્ર પુરૂષની જન્મજયંતિ ઉજવે અને બીજી બાજુ જુગાર રમે. મહાપુરૂષોના જન્મ દિવસે જુગાર રમાય ખરો? સારા ઘરના પુરૂષો અને હવે તો એને પણ જુગાર રમે છે તેવું સાંભળ્યું છે. જુગાર જેવું કઈ મહાપાપ નથી. એ તે ખાસ છોડવા જેવું છે. પાંચ પાંડવોને દ્રૌપદીને હોડમાં મૂકવી પડી તે પણ જુગારના કારણે જ ને? જુગારથી ખાનપાન ધનમાલની બરબાદી થઈ જાય છે માટે આજે આપ એટલા પચ્ચકખાણ લેજે કે મારે જાવજીવ સુધી જુગાર રમ નહિ. કંસે કપટથી વસુદેવને જુગાર રમવા બેસાડયા. તેમાં શરત એવી કરી કે જે વસુદેવ હારે તે દેવકીની સાત સુવાવડ મારે ત્યાં કરવાની. સાતમી સુવાવડ વખતે વસુદેવને હું રાખું તેમ રહેવાનું અને હું હારું તો મારે રાજ્ય તમને દઈ દેવાનું– વસુદેવે હા પાડી દીધી. તે જુગાર રમવા