________________
શારદા શિરોમણિ ].
[ ૫૭ ભરી મસ્તકે ચઢાવી. પત્નીને પતિ કેટલે વહાલે હોય છે! પતિને એ કેટલા પુણ્યશાળી માને છે કે તેની ભૂમિ રજ મસ્તકે ચઢાવી અને પાણીથી અંજલી ભરી.
ગુરૂકુળ જતાં ગુણસુંદરને યાદ આવતે પુણ્યસાર : થેડે દૂર ગયા ત્યાં એક ગુરૂકુળ આવ્યું. એ ગુરૂકુળમાંથી કોને પવિત્ર અવાજ આવી રહ્યો હતો. આ અવાજ સાંભળતા ઘડી ભર તે થંભી ગયે અને વિચારવા લાગ્યો કે આ ગુરૂકુળમાં તેઓ ભણ્યા હશે. તેમણે તેમના જીવનનું ચણતર અને ઘડતર આ સ્થાનમાં કર્યું હશે. કેવી પવિત્ર જગ્યા છે! અહો! આ તે મારા પતિની શિક્ષણ ભૂમિ ! સંસ્કારભૂમિ. એમ કહીને તે ભૂમિને વંદન કર્યા. ગામમાં પ્રવેશ કરતાં પનીહારીઓ મળી. ગાયે સામી મળી. માણેકચંદ શેઠ કહે, બેટા! શુકન તે બહુ સારા થયા છે. મારું અંતર કહે છે કે જરૂર આપણું કાર્ય સફળ થશે. બરાબર તે સમયે તેની ડાબી આંખ ફરકવા લાગી; એટલે ગુણસુંદરનો મનમયૂર તો ખૂબ નાચવા લાગ્યા. બસ, હવે તે મારું કાર્ય જરૂર સિદ્ધ થશે. આ રીતે જુદા જુદા સ્થાન જોતાં જોતાં ગામમાં આવ્યા. ગામમાં કયાંય ઉતારે તે કરવો પડશે ને? કારણ કે સામાન ઘણે છે. ખાવાપીવા માટેનું અનાજ છે અને વેપાર કરવા માટે પણ ઊંચે માલ લઈને આવ્યા છે એટલે બહાર કયાં સુધી રાખે? ગામમાં મકાનની તપાસ કરતાં હમણું ચાલુ થડા સમય માટે એક હવેલી હતી તે રાખી. તેમાં ઉતારો કર્યો નીચે મોટી વખાર હતી તેમાં માલ બધે ભરી દીધું અને ઉપરના મકાનમાં બધા રહ્યા. ગુણસુંદરના મનમાં તો એ જ વિચારે રમે છે કે હવે શું કરવું. કેવી રીતે પતિના સમાચાર મેળવવા. માણેકચંદ શેઠના મનમાં પણ આ પ્રશ્ન ગુંચાયા કરે છે. હવે ગામમાં તે આવી ગયા પણ ખરું કામ તો બાકી છે. જમાઈનો પત્તો મેળવવાનો છે.
રાજાને રીઝવવા માટે ઉપાયઃ ગુણસુંદરે તો બરાબર વેપારીને પહેરવેશ પહેરી લીધે. નીચેની વખારમાં ધંધે શરૂ કર્યો. ગુણસુંદરના મુખના તેજે છાના રહેતા નથી. રસ્તે આવતા જતા લકે બધા તેને જોઈને શું કહે છે ! આ તે જાણે કોઈ મોટો વહેપારી આ લાગે છે. તેની દુકાનમાં તે કિંમતી માલ ભર્યો છે. માણેકચંદ શેઠને બધા મોટા શેઠ કહેતા અને ગુણસુંદરને નાના શેઠ કહીને બોલાવતા. ગુણસુંદર કહે છે કે આ બધું કાર્ય કરતા પહેલા મારી એક ઈચ્છા છે કે આપણે આ નગરના રાજા પાસે જલદી જઈએ. ત્યાં જઈને તેમને ભેટશું કરીએ અને રાજાને ખુશ કરીએ. આપણે રાજાને કહીશું કે અમે આપની ખ્યાતિ સાંભળીને અહીં વેપાર કરવા ને ફરવા માટે આવ્યા છીએ. આ બહાને રાજાનો પરિચય થાય અને તેમની આજ્ઞાથી કામ કરીએ તે જલ્દી થાય. રાજાને ભેટ ધરવા માટે પિતાજીએ આપેલા મૂલ્યવાન હીરા, રત્નો વગેરેમાંથી સારા પસંદ કરી થાળ ભરી તૈયાર કર્યો.
માણેકચંદ શેઠ કહે-બેટા! આજે આપણે જવું નથી. ખૂબ થાકી ગયા છીએ. આપણે આરામ કરીએ જેથી પ્રવાસને થાક ઉતરી જાય. આજે સાંજે આપણે નગરમાં થડા રસ્તા જેઈ આવીશું અને કાલે ભેટશું લઈને રાજા પાસે જઈશું. ગુણસુંદર કહે