________________
શારદા શિરોમણિ ]
[ ૫૫
શબ્દ સાંભળતા ભિખારીનુ' હૈયું ભરાઈ આવ્યું. તે ગદ્ગદ્ કંઠે કહેવા લાગ્યા-શેડ ! તમે આજે પૈસા ભલે નથી આપ્યા પણ મને ઘણું આપ્યું છે. અત્યાર સુધીમાં મને કોઈ ભાઈ કહેનાર મળ્યું નથી. આજે તમારા મુખે પ્રેમભયેf ભાઈ શબ્દ સાંભળ્યે. આપે જે પ્રેમ અને સાગણી આપી છે. એવા પ્રેમ આજ સુધીમાં કોઇના તરફથી મને મળ્યા નથી. કોઇ કોઈ મને પૈસા આપે છે તે ય સાગણીથી નિહ પણ તિરસ્કારથી. આજે આપે મને જે આપ્યું છે તે હું તે જ ઢગીમાં કયારે પણ નહિ ભૂલું. ભાઈ ! પૈસા ભરેલું મારું પાકીટ કોઈ ખિસ્સુ કાપીને લઇ ગયા એનું દુ:ખ નથી પણ તારે અત્યારે જરૂરિયાત છે છતાં હું મદદ ન કરી શકયા એવુ મને દુઃખ છે. શેઠનુ દિલ કેટલુ ઉમદા બન્યું હશે ત્યારે આવી સાત્ત્વિક વિચારણા મનમાં આવે ! આવા સ્નેહસભર શબ્દો મુખમાંથી સરી પડે.
આપણે વાત ચાલતી હતી કે રાજાનું દિલ કેટલુ. કરૂણાસભર બન્યું હશે કે ભિખારીને લાખ રૂા. દઇ દીધા. દરબારી પૂછે છે રાજાએ તને માંગ્યા વગર લાખ રૂ।. કેમ આપ્યા ? ભિખારીએ કહ્યું-ભાઈ ! મારી સ્થિતિ જ એવી છે કે રાજાને આપવાનું મન થાય. આપ મારા શરીર સામુ તા જુએ. ત્રણ ત્રણ દિવસથી ભૂખ્યા છું તેથી પેટ તા સાવ ઊંડું ઉતરી ગયુ છે, ચાલતાં પણ લથડીયા આવે છે, હાથ પગ ધ્રુજે છે, કપડાં તેા સાવ ફાટી ગયા છે. આવી કરૂણ સ્થિતિ જોતાં દયાળુ માણસને કંઇક આપવાનુ મન થાય એ તો સહજ છે. તેમજ હુ' મહારાજા પાસે અસહાય, અશરણુ બનીને ગયા હતા. મારી અને રાજાની દૃષ્ટિ એક થઈ ગઈ. રાજાએ મને બરાબર નિહાળ્યે અને વગર માંગ્યે મને લાખ રૂપિયા આપ્યા. મને કલ્પના ન હતી કે રાજા મને આટલું બધું આપશે. મારી કલ્પના બહારનું રાજાએ મને આપ્યુ છે. આ સાંભળતા રાજસેવકો તા છક થઈ ગયા. આપણે કેટલા વર્ષોથી રાજાની સેવા કરીએ છીએ, તેમની ભક્તિ કરીએ છીએ, તેમની આજ્ઞામાં જીવન વીતાવીએ છીએ, છતાં આ ભિખારી જેટલુ આપણને કયારેય મળ્યુ નથી અને આ ભિખારી માત્ર એક વખતના સંગમાં આટલું' મધુ' મેળવી શકયા એ આશ્ચય નહિ તેા ખીજું શું?
આપણા આત્માની પણ આ જ સ્થિતિ છે. ભિખારી જે રીતે રાજા પાસે ગયા તે રીતે આપણે આટલા ભવામાં કયારેય પ્રભુ પાસે ગયા નથી? ખરેખર ભિખારીની જેમ અશરણુ, અસહાય બનીને ગયા હાત તે આપણુ' ભિખારીપણુ' ગયા વિના રહ્યું ન હોત. કદાચ પ્રભુ પાસે ગયા હોઇશુ. તેા અભિમાનને ફાલ્યાફૂલ્યા રાખીને ગયા હોઈશું. નમ્ર ખનીને ગયા નથી. અજ્ઞાન અંધકારમાં ડૂબેલે માનવી પુછ્યાયે મળેલી સામગ્રીએ અને શક્તિને શરણભૂત માને છે. જ્ઞાની ભગવંત ફરમાવે છે કે
वित्तं पसवो य नाइओ, तं बाले सरणं ति भन्नइ |
વઘુ મન તેમુવી ગ, નો તાળું સરળ ન વિજ્ઞદ્ । સૂય.અ.ર.ઉ.૩.ગા.૧૬