________________
શારદ શિરોમણિ ]
[ ૫૯૩ બોલવાથી અને કોઈને વિશ્વાસઘાત કરવાથી કેટલા કર્મ બંધાય! વિશ્વાસઘાત જેવું એકે પાપ નથી. જ્ઞાનીએ આઠ પાપી બતાવ્યા છે તેમાં વિશ્વાસઘાતીને મહાપાપી કહ્યા છે. બે જિગરજાન મિત્ર છે. એક મિત્રે કેટલી મહેનત કરી, સાચા ખોટા બોલી, અન્યાય અનીતિ કરી થોડી રકમ ભેગી કરી. તેના મનમાં થયું કે આ ધન ઘરમાં રાખીશ તો વપરાઈ જશે પણ જે કેઈના ઘેર મૂકે તો જરૂર પડે ત્યારે મને કામ આવે. એમ માનીને મિત્રના ઘેર થાપણ તરીકે મૂકી. તેને અંગત મિત્ર એટલે તેના પર અવિશ્વાસ તો હોય જ નહિ, તેથી રકમ આપતી વખતે કઈ લખાણ કે દસ્તાવેજ કાંઈ કર્યું નહિ. થોડા સમય પછી તેને તે રકમની જરૂર પડી એટલે તેની પાસે લેવા ગયે. ધન દેખીને મિત્રનું મન બદલાઈ ગયું એટલે કહે છે કે તેં મને જ્યારે આપી હતી ? મને તે એ બાબતમાં કાંઇ ખબર નથી. ધન શું ને વાત શી? તેણે ખૂબ ખૂબ કહ્યું છતાં મિત્ર નામકકમ ગયે અને ઉપરથી તેને કહ્યું કે જે તું મારા પર ખોટું આળ ચઢાવીશ તો તને કોર્ટ બતાવી દઈશ. આવી રીતે વિશ્વાસઘાત કરવાથી સામાના દિલમાં ખૂબ આઘાત લાગે છે. કેઈ વાર આત્મહત્યા કરી બેસે છે. આવી રીતે થાપણું ઓળવનાર મહાપાપી ગણાય છે. જ્ઞાની કહે છે કે જે થાપણ એળવે છે, વિશ્વાસઘાત કરે છે તેની આ લેકમાં નિંદા થાય છે. લોકો તેને ફીટકાર આપે છે, કેઈ તેને વિશ્વાસ કરતું નથી અને તેની દુર્ગતિ થાય છે. જે જીવનમાં સંતેષ હોય તે આવું પાપ થાય નહિ પણ વધુ મેળવવાના લેભે આવા પાપો થાય છે. ધન પ્રત્યેની મૂછ મહાપાપ કરાવે છે. યાદ રાખજે, તમારી બુદ્ધિથી કે પુણ્યથી કદાચ આ ભવમાં બચી જશે પણું પરભવમાં તે ભુક્કા ઉડી જશે. ત્યાં એવા દુ:ખે વેઠવા પડશે કે ગમે તેટલું રડશે કે સૂર પણ કઈ તમને દુઃખમાં દિલાસો દેવા કે દુઃખથી બચાવવા નહિ આવે. કેઈની થાપણું ઓળવનારો જીવ મોટા ભાગે તિર્યંચમાં જાય છે. તેને સંસાર વધી જાય છે. જેને પુણ્ય પર વિશ્વાસ છે કે મારા પુણ્યનો ઉદય હશે તો મને સંપત્તિ મળવાની છે. પૂર્વભવમાં સુકૃત કર્યા હશે તે આ ભવમાં મળવાનું છે પછી મારે કેઈની થાપણ એળવીને મહાપાપ શા માટે બાંધવા જોઈએ? આ રીતે મેળવેલું ધન તમને શાંતિ નહિ આપી શકે. પુણ્ય ઉદય થશે ત્યારે અણધારી સંપત્તિ મળી જશે.
પુણ્યનું પ્રભાત ખીલે ત્યારે... એક વાર રાજા રાજસભા ભરીને બેઠા હતા. તે રાજસભામાં એક ભિખારી આવ્યું. રાજસભાનું કામકાજ પૂરું થયું ત્યારે તે ભિખારી રાજાના સિંહાસન પાસે આવ્યું અને સિંહાસન પર બેઠેલા રાજાને લળી લળીને વંદન કરવા લાગ્યો. રાજસભામાં બેઠેલા માણસો તે આ જોઈને આશ્ચર્ય પામ્યા. આ ભિખારી જે ભિખારી જેના કપડાના ઠેકાણું નથી એ છેક રાજાના સિંહાસન સુધી જવાની હિંમત કેમ કરી શકે? રાજાની દષ્ટિ આ ભિખારી પર ગઈ. રાજા ભિખારી સામે એકીટસે જેવા લાગ્યા. ભિખારીને જોતાં રાજાના મનમાં શું થયું કે બે મિનિટ થઈ ત્યાં તે ૩૮