________________
શારદા શિરમણિ ]
[ ૫૯૧ હાથીને આઠ આઠ મુખ, આઠ આઠ સુંઢ, એકેક સૂંઢને આઠ આઠ મોટા દંતશૂળ, એકેક દંતશૂળ પર આઠ આઠ વાવડીઓ, એકેક વાવડીમાં લાખ લાખ પાંદડાવાળું કમળ બનાવ્યું અને તેના પર દેવદેવીઓ નાચ કરે છે. દરેક કમળની મધ્યમાં ઈન પિતાનું રૂપ ગોઠવ્યું છે. આવું દશ્ય ઈન રજૂ કર્યું.
દર્શાણુભદ્ર રાજા નગરની બહાર આવતા જ્યાં ઊંચે આકાશમાં જુએ છે ત્યાં ઈન્દ્રને આ ઠાઠમાઠ કરીને પ્રભુના સમવસરણ તરફ આવતા જોયા. આ જોતાં દર્શાણભદ્ર રાજાને શું લાગે ? જે એ ભદ્રદશીને બદલે અભદ્રદશી હોત તે એને પિતાનું અપમાન લાગત. અરે ! પહેલા ઈન્દ્ર કેઈ દિવસ આટલા બધા ઠાઠમાઠ સાથે ભગવાનના દર્શન કરવા આવ્યા હોય એવું સાંભળ્યું નથી અને આજે આ રીતે આવી રહ્યા છે તો એ ચેકકસ મારું અપમાન કરવા આવ્યા લાગે છે. શું એની પાસે દેવતાઈ શક્તિ છે એટલે શક્તિ વિનાના એવા મારું અપમાન કરવાનું ? ભલે કરે, પણ મનુષ્યની પંક્તિઓમાં તો હું શ્રેષ્ઠ છું. કેઈ મનુષ્ય મારા જેવા ઠાઠથી પ્રભુને વંદન કરવા આવ્યા નહિ હોય. આ રીતે એક બાજુ પિતાનું અપમાન લાગત અને બીજી બાજુ અભિમાન ઉભું રાખ્યું હોત, પણ દર્શાણભદ્ર રાજા અભદ્રદશી નથી. તે ભદ્રદશી છે એટલે આવા કેઈ વિચાર કરતા નથી. તેમણે તે એ વિચાર કર્યો કે મેં ખોટું અભિમાન કર્યું છે. પ્રભુને ઊંચા શ્રેષ્ઠ ભક્ત શું હું એક જ મળ્યો છું ? આવા ઈન્દ્ર જેવા તો કંઈક મોટા ભક્તો પ્રભુને છે. પ્રભુનું ગૌરવ ઉતારવાનો મેં અધમ વિચાર કર્યો. એમાં મેં પ્રભુનું અપમાન કર્યું માટે એક તો મારે એનું પ્રાયશ્ચિત કરવું જોઈએ અને બીજું એ કે મેં જે સંક૯પ કરેલો કે પ્રભુને કેઈએ જે ભક્તિથી વંદન ન કર્યા હોય એવી ભક્તિથી હું વંદન કરું. એ સંકલ્પ કેવી રીતે પાર પાડવે એ પ્રશ્ન છે પણ પાર તો પડે જોઈએ.
ભદ્રદશિતાનો ગુણ પાપનો પશ્ચાતાપ તથા પ્રાયશ્ચિતના વિચાર લાવે અને શુભ સંકલ્પને નિર્ધાર કરાવે. સુખદશીને પાપનો અફસ નહિ. કદાચ થાય તે સ્વાભિમાનને કારણે થાય પણ ગુરૂ પાસે જઈ પાપ પ્રગટ કરવાની તેમજ પ્રાયશ્ચિત લેવાની કોઈ વાત નહિ. આજે આપણું જીવન કેવું જીવાઈ રહ્યું છે. ભદ્રદશી કે સુખદશી ? તેને વિચાર કરજે. સુખદશી જીવન પિતાને ભારે પડવાનું, એમાં કેઈ આવીને સુધારો કરી શકે નહિ. જે પિતાને ભદ્રદશી થવું નથી તો પછી તીર્થકર ભગવાન પણ એને કેવી રીતે સુધારી શકે ? જમાલી ખુદ ભગવાન મહાવીર સ્વામીને શિષ્ય અને સંસારી ભાણેજ હતો, છતાંય એ પાછળથી અભદ્રદશી બન્યા તે ખુદ મહાવીર સ્વામી પણ એને સુધારી ન શકયા.
આત્માની ઉન્નતિ થવાની હોય ત્યારે એને ભદ્રાશ બની આત્માને મહત્ત્વ આપવાનું મન થાય. એ પિતાના શરીરની સુખશાતાને વિચાર ન કરતા જીવોની સુખશાતાનો વિચાર કરે. જેમ કે બટેટા, કાંદા આદિ કંદમૂળ કેમ ન ખવાય? એમાં અનંતજીને અશાતા પહોંચે છે. એ જી મરી જાય છે માટે મને જે છેડા સ્વાદની સુખશાતા