________________
પ૮૮]
[ શારદા શિરેમણિ આનંદ ગાથા૫તિને ત્યાં દશ હજાર ગાયનું એક ગોકુળ એવા ચાર ગોકુળ એટલે ચાલીસ હજાર ગાયે હતી. અત્યારે તે પશુધન રાખવાનું મોટા ભાગે બંધ થઈ ગયું છે એટલે આ દોષ લાગવાનો સંભવ ઓછો છે. આનંદ ગાથાપતિએ કહ્યું ભર્ગવત! આ ગાય, ભેસ સંબંધી હું જાવજીવ સુધી કયારે પણ જૂઠું બેલીશ નહિ. “ભોમાલિક” ભૂમિ અલીક એટલે ભૂમિ સંબંધી જૂઠું બોલવું. ભૂમિના બે પ્રકાર ક્ષેત્ર અને વલ્થ. ક્ષેત્ર એટલે ખુલ્લી જમીન. તે ખેતર, વાડી, બાગ વગેરે. આ જમીન વેચવાને સમય આવે ત્યારે જમીન ફળદ્રુપ ન હોય તે ફળદ્રુપ કહેવી. ઓછી કિંમતની હેય ને વધુ કિંમત બતાવવી. વઘુ એટલે ઢાંકેલી જમીન. તે ઘર, દુકાન, બંગલે, હવેલી, વખાર વગેરે. ઘણી વાર એવું બને કે દેશમાં નવું મકાન બાધ્યું. તે મકાનમાલિક બહાર રહેતા હોય. તે મકાન વર્ષો સુધી ખાલી પડ્યું રહે. જોકે તે મકાનને ભૂતિયું મકાન કહે છે. અથવા તે મકાન બરાબર નથી એમ કહીને તેની કિંમત ઘટાડી દે છે. પછી તે મકાન વેચે તે કઈ લેવા તૈયાર થતું નથી. આવા મકાન જ્યારે વેચવાના થાય ત્યારે અસત્યખોટું ન બોલવું.
ખેતરમાં પાક સારો ન આવતો હોય છતાં કહો કે આ ભૂમિ તો એવી રસાળ અને ફળદ્રુપ છે કે તેમાં ખૂબ પાક થાય છે. તો માલિકને દેષ લાગે. માલિકમાં અનાજ, કપડાં, સોનું, ચાંદી વગેરે વસ્તુને સમાવેશ થઈ જાય છે. જેણે વ્રત આદર્યા છે એવા શ્રાવકો આ બધી બાબતોમાં ઈરાદાપૂર્વક જૂઠું ન બેલે. આ બાબતમાં તેમને જૂઠું બોલવાના પચ્ચકખાણ છે. કદાચ બોલી જાય તો દોષ લાગે. આ રીતે આનંદ ગાથા પતિએ બીજું વ્રત આદર્યું. હજુ આગળ શું ભાવ આવશે તે અવસરે.
ચરિત્રઃ ગુણસુંદરી વણઝારાને વેશ પહેરીને ગોપાલપુરની સફરે જઈ રહી છે. જે ઓળખે છે તે બધા જાણી શકે છે કે આ તે ગુણસુંદરી છે. અજાણ્યા માણસો તે તેની સામે જોઈ રહેતા અને બેલતા, અહા! શું સહામણો યુવાન છે એની આંખમાંથી જાણે વિરતા નિતરી રહી છે. પ્રવાસ કરતાં જ્યાં સારું ગામ આવે ત્યાં બે દિવસ રહેતા. નાનું ગામ આવે ત્યાં એક દિવસ અને તદ્દન નાનું ગામડું હોય ત્યાં રાતવાસો રહે, જયાં રાતને પડાવ હોય ત્યાં સુરીલા કંઠે મધુર ગીતો લલકારે. તેને મધુર અવાજ સાંભળી લેકે સાંભળવા દોડી આવતા. ગીત સાંભળતા બધા આનંદિત થઈ જાય અને આગળના પ્રવાસમાં તેને સુવિધા કરી દે.
ગુણસુંદરના ગુણની ફેલાયેલી સુવાસ : ગુણસુંદર કઈ ગામમાં અંદર જ નહિ. તે ગામ બહાર ધર્મશાળામાં રહેતા. મોટું ગામ હોય તો ત્યાંના વેપારીઓ સાથે પરિચયમાં આવતા. વસ્તુના ભાવ તાલ પૂછતો. ખરીદવા જેવું હોય તે ખરીદ કરે અને વેચાણ કરવા જેવું હોય તે તે વેચાણ કરે. ગોપાલપુરમાં જઈને સીધે વેપાર કરતાં ન આવડે તેથી તે અત્યારથી વેપારની ટ્રેઈનીંગ લેવા લાગ્યા. રસ્તામાં સાધુ સંતે મળી જાય તે તેમની સેવાભક્તિ કરતા અને ગરીબ માણસોને દાન પણ આપતા. મુસાફરી