________________
૫૮૬ ]
[ શારદા શિરેમણિ પ્રધાન બનાવી દીધું તે તરી ગયા. આ કળા જેને આવડી નહિ તે બધાને આ ચીજે ડૂબાડનારી બની. આપણે શું કરવું છે તે આપણે વિચારવાનું છે. લોખંડની ખીલીની જેમ ડૂબવું છે કે લાકડા સાથે જોડાયેલા ખીલાની જેમ તરવું છે?
આનંદ ગાથાપતિ પિતાની શક્તિઓને જિનશાસનની સાથે જોડવા તૈયાર થયા. તેમણે બીજુ અણુવ્રત અંગીકાર કર્યું. મારે મોટકું જૂઠું બોલવું નહિ. મૃષાવાદ બે પ્રકાર છે. સૂક્ષમ અને સ્કૂલ. હાંસી મજાકથી કે આનંદ પ્રમોદમાં જરા જૂઠું બેલ્યા કે જૂઠું બોલવાની અનુમોદના આપી એ સૂમ મૃષાવાદ છે. આ મૃષાવાદથી પાપ લાગે પણ વ્રત તૂટે નહિ કારણ કે શ્રાવકને સ્થૂલ મૃષાવાદના પચ્ચકખાણ છે. સ્કૂલ વસ્તુમાં ખોટા પરિણામોથી અસત્ય બોલવું એ સ્થૂલ મૃષાવાદ છે. એ પાંચ પ્રકારનું છે.
(૧) કનાલીક : કન્યા સંબંધી. કન્યા સંબંધી જૂઠું શું બેલાય એ વાત વિચારીએ. છતાને અછતું કહેવું અને અછતને છતું કહેવું. તમારી દીકરીનું સગપણ કરવું હોય, તેના શરીરને બાધ નાજુક હય, છોકરી માટે સારે હેશિયાર ભણેલે છેક મળતો હોય, છેકરાની ઉંમર કરતાં છેકરીની ઉંમર છ મહિના મેટી હોય. આ સમયે છોકરો સારો મળવાની ઈચ્છાથી છોકરીની ઉંમર છ મહિના નાની કહે તે કન્યા સંબંધી જૂઠું બોલ્યા કહેવાય. આ રીતે સગપણની બાબતમાં ઉંમર આઘીપાછી કહેવી. અત્યારનાં જમાનામાં તે બરાબર ચકાસણું થાય છે. પહેલાના જમાનામાં કન્યા ખાસ જોતા ન હતા, ખાનદાન કુટુંબ, કુળ જતાં હતા. જ્યારે આજે તે હાઈટ અને હાઈટ, રૂપ અને રૂપિયા જેવાય છે. જે છેક ફેરેન રીટન હોય તો માબાપ જલદી પાસ કરે છે. તે મનમાં હરખાય છે કે મને ફોરેન રીટર્ન જમાઈ મળ્યો પણ એમાં કંઈક વાર દગા થાય છે અને છોકરી ખૂબ દુઃખી થાય છે. કન્યા સંબંધી કે છોકરી સંબંધી વાતમાં શ્રાવકથી જૂઠું બોલાય નહિ, દગા પ્રપંચ કરાય નહિ. તમારા સંતાનો હોય, ફરજ બજાવવી પડે તો જુદી વાત બાકી બીજા કોઈની સગપણ સંબંધી વાતમાં પડશો નહિ અને પાપના પિોટલા બાંધશો નહિ.
(૨) ગવાલિક ગાય સબંધી. અહીં ગાય, ભેંસ, બકરી, બળદ બધા તિર્યો આવી જાય. જાનવરમાં ગાય શ્રેષ્ઠ ગણાય તેથી અહીં ગાય સંબંધી કહ્યું છે. ગાયભેંસ રાખ્યા હોય તેને વેચવા હોય ત્યારે તે દૂધ ઓછું દેતા હોય ને કહે કે વધુ દૂધ આપે છે. લેનાર વ્યક્તિ પૂછે કે જાનવર વસમું છે કે ઠંડું છે? મનુષ્યમાં જેમ માણસો વસમા હોય છે તેમ હેર પણું વસમા હોય છે. તે બાબતમાં ખોટું બોલે. વર્તમાન યુગમાં તે જૈને ઢેરો રાખતા નથી એટલે તે માટે ખોટું બોલવાને પ્રસંગ આવે નહિ. જેના જીવનમાં ધર્મ છે, સદાચાર છે, પ્રમાણિકતા છે, સંતોષ છે તે જૂઠું ન બેલે. જેના જીવનમાં સંતોષ નથી, જેને જરૂરિયાત કરતા વધુ મેળવવું છે તેને અસત્ય, અનીતિનું આચરણ કરવું પડે છે. જૈનદર્શન તે એવું અનુપમ દર્શન છે કે એમાં સરકારની એક પણ વસ્તુ લાગુ ન પડે. જરૂરિયાત કરતાં વધુ મેળવવું તેનું નામ પરિગ્રહ. આચારાંગ સૂત્ર બોલે છે “gવર () fણ મરમ મા "