________________
૫૮૪]
[ શારદા શિરમણિ આપની કૃપા દ્રષ્ટિ રાખજે. મને વિશ્વાસ છે કે આપની કૃપાથી મારા કાર્યમાં હું જરૂર સફળતા મેળવીશ. આ રીતે માતાપિતાએ સુંદર આશીર્વાદ આપ્યા પછી તેની છ એ બેને તેના કેટે વળગી પડી અને કહ્યું –બેન ! તું સૌથી નાની છે પણ તારું પરાક્રમ અજોડ છે. તું ખૂબ હિંમત રાખજે અને જલ્દી જલ્દી પતિની ભાળ મેળવીને સમાચાર મોકલાવજે. તું અમને ભૂલતી નહિ.
ગોપાલપુરના માર્ગે પ્રયાણ”? આ રીતે માતાપિતાના, બેનેના આશીર્વચનો હૃદયમાં ધરી ઘરની બહાર નીકળીને સાંઢણી ઉપર બેઠી. તેની સાથે ઘણાં જૂના અનુભવી માણસને બેસાડે. બેટા ! હવે આપ સુખેથી પ્રયાણ કરે. ગુણસુંદરીએ અનેક જાતના કરિયાણાના ગાડાઓ, માલસામાન લઈને ગોપાલપુર તરફ પ્રયાણું કર્યું. ગુણસુંદરીએ વેશ બદલ્ય, સાથે નામ પણ બદલ્યું. તેણે પિતાનું નામ હવે ગુણસુંદર રાખ્યું. છેકરાને વેશ પહેર્યો છે. તેના મુખ પર દેખાય છે કે આ કેટલે શૌર્યવાન છે! પિતે એક સ્ત્રી છે, અબળા છે એ વાત ભૂલી ગઈ પિતે એક વિરાટ અને સબળ આત્મા છે. એમ માનીને સ્ત્રીની તમામ કેમળતાને ઘેડા સમય માટે ફગાવી દીધી, અને દુનિયાની તમામ મુશીબતેને સામને કરવા માટે તૈયાર થઈ. એણે ઘર છોડયું, ગામ છેડયું. મા-બાપ અને બેનોને વિયેગ વધાવી લીધું અને અજાણ્યા પંથે એકલી નીકળી પડી. તેણે ન ભયને જે, ન મુશીબતોને હિસાબ કાઢયે. સ્ત્રી સમય આવે ત્યારે સબળા બની શકે છે.
ગુણસુંદર સાંઢણી પર સવાર થયો અને હવે ગોપાલપુર તરફ આગળ વધવા લાગ્યો. આખો દિવસ મુસાફરી કરવાની અને સાંજ પડતા પહેલાં થોડી વારે ગામના પાદરમાં કઈ ધર્મશાળા હોય ત્યાં રાતવાસે રહેવાને. સૂર્યાસ્ત પહેલા એક વાર પેટ ભરીને જમતા. ગુણસુંદર ઘેરથી નીકળે ત્યારે તેણે પ્રતિજ્ઞા કરી છે કે જયાં સુધી મને મારા પતિ ન મળે ત્યાં સુધી રોજ એકાસણું કરવા. ગરમ પાણી પીવું. સવાર સાંજ બે ટાઈમ પ્રતિક્રમણ કરવું, સ્વાધ્યાય કરવી, રસ્તામાં કોઈ ગુરૂ ભગવંતને ભેટો થઈ જાય તો તેમનું વ્યાખ્યાન સાંભળવું, તેમની સેવા શુશ્રષા કરવી. ધર્મમાં કેટલી દઢતા કહેવાય! ગામમાં હોય તે પણ આટલું કરી શકતા નથી. જ્યારે આ તે જંગલ છે. જંગલમાં આત્માનું મંગલ કરવાની ભાવના કયારે થાય? રગરગમાં ધર્મ વચ્ચે હોય ત્યારે ને? ગુણસુંદર કઈ દિવસ ઘરની બહાર નીકળ્યા નથી. તેણે પોતાની જિંદગીમાં પહેલી વાર ઘરની બહાર પગ મૂકે. આ રીતે આ સ્થિતિમાં સાંઢણી ઉપર મુસાફરી કરવાની આવશે એવી તે ક૯૫ના ય ન હોય ને ! છતાંય જાણે કેટલા વર્ષોને અનુભવી હેય તે રીતે સફર કરી રહ્યા હતા. આ ગુણસુંદરે પતિને શોધવા માટે પ્રયાણ શરૂ કરી દીધું. હવે તેને રસ્તામાં કેવા કેવા અનુભવ થશે તે વાત અવસરે. દ્વિ શ્રાવણ વદ ૭ને શુક્રવાર : વ્યાખ્યાન નં. ૬૨ : તા. ૬-૯-૮૫
અનંતજ્ઞાની ફરમાવે છે કે અથાગ પુણ્યના ઉદયે તને મનુષ્યભવ, પાંચ ઈન્દ્રિયો, મન આ બધું મળ્યું પણ આ મળ્યાની સાર્થક્તા કયારે ? આ બધી ચીજોને જિનશાસન