________________
શારદા શિશમણિ ]
પરિગ્રહની મમતા જેને મહાભય અને દુઃખનું કારણ બને છે. પરિગ્રહ આત્માને ભયંકર બંધન છે. આ બંધનથી બંધાયેલે પ્રાણી નરકાદિ અધમ ગતિઓમાં જાય છે અને ત્યાં ભયંકર દુઃખ ભેગવે છે. પરિગ્રહની જાળમાં ફસાયેલ માનવી વધુ મેળવવા લાખ પ્રયત્નો કરે છતાં તેને એટલે લોભાંતરાય કર્મને ક્ષયોપશમ હોય તેટલું મળે છે. સંતોષ અને શાતા તેનાથી લાખો ગાઉ દૂર રહે છે એટલે કે તે સંતોષ મેળવી શકતા નથી. સંપત્તિ તો તિજોરીમાં રહે છે. અને તેને ચોકિયાત તમારે થવું પડે છે. આ ઓછી ગુલામી છે ? તે સંપત્તિને સાચવવા માનવી બુદ્ધિનો કે ઉપયોગ કરે છે ?
બુદ્ધિની કરામત : એક વાર એક વણિક બહારગામથી ખૂબ કમાણી કરીને પિતાના ઘર તરફ જતો હતો. તેની પાસે કિંમતી રને ખૂબ હતા. ઘેર જતાં રસ્તામાં મોટું ભયંકર જંગલ આવતું હતું, જ્યાં ઘણાં લૂંટારાઓ અને ડાકુઓ રહેતા હતા. વાણિયાના મનમાં થયું કે કરવું શું? આ જંગલમાં તો ચોર લૂંટારાને ભય ઘણો છે તે મારા રત્ન લૂંટી લેશે. તે આ રત્નને સાચવવા કેવી રીતે? વિચાર કરતાં તેને એક રતો જ. તેણે રત્નની પોટલી બાંધીને જમીનમાં દાટી દીધી અને બીજી એક કાંકરાની પિોટલી બાંધી. એ પિોટલી લઈને જંગલમાં મોટે મેટેથી બૂમ પાડતો જાય છે કે મારી પાસે રને છે ને. તેની બૂમ સાંભળીને લૂંટારાઓ બહાર આવ્યા. તેમના મનમાં થયું કે જેની પાસે રને હોય તે આવી રીતે બૂમ પાડે નહિ. તે તે લપાતો છૂપાને જતો રહે છતાં જેવા તે દે કે રને કેવા છે એટલે કહ્યું- બોલ, રને કયાં રાખ્યા છે ? ભાઈઓ ! હું રત્નો નહિ આપું, કેટલી મહેનત કરીને આ રત્ન મેળવ્યા છે, તમે લઈ લેશે તે હું મરી જઈશ. માટે મને જવા દે. આ વણિક ભાઈએ તે બરાબર નાટક કર્યું પણ આ લૂંટારાઓ જવા દે શાના ? બધાએ ભેગા થઈને તેની પિટલી લઈ લીધી. ખેલીને જોયું તો કાંકરા. અરે! આ તે કોઈ પાગલ, ગાંડ લાગે છે. જેની પાસે રને હોય તે આવી રીતે બૂમ પાડે ખરો ? બધાએ તેને જવા દીધો.
આ જંગલ એક ગાઉનું હતું. જંગલના એક છેડેથી બીજા છેડા સુધી ત્રણ વાર આ રીતે બૂમો પાડતો ગયો ને આવ્યો. બધાએ તેને પાગલ મા. કેઈ લૂંટવા ન આવ્યું ત્યારે ચોથી વાર સાચા રત્નોની પિટલી લઈને બૂમો પાડતા પાડતા જંગલ પસાર કરી દીધું. ચાર લૂંટારાઓને મૂર્ખ બનાવ્યા અને પોતાની સંપત્તિને સુરક્ષિત રાખી શકે. લક્ષ્મી સાચવવા કેવી બુદ્ધિ વાપરી ? પૈસા માટે માનવી શું નથી કરતો ? સંપત્તિ સાચવવા માટે જીવની કેટલી જાગૃતિ છે ! કેટલી સાવધાની છે ! એટલી આમાના ગુણો સાચવવાની છે ? શીલ, સદાચાર, ક્ષમા, સરળતા, સમતા એ આત્માની અમૂલ્ય સંપત્તિ છે. તે તે રત્ન કરતાં મહાકિંમતી છે, પણ હજુ જીવને આ સંપત્તિની કિંમત સમજાઈ નથી. આ સંસારના જંગલમાં આત્માની સંપત્તિ લૂંટવા કષાયે રૂપી ડાકુઓ ફરી રહ્યા છે. આમાની સજાગ દશા ન રહે તો એ આત્માની સંપત્તિને લૂંટી લે.